Gandhinagar, GSRTC Jan Sarathi Driving School: ગુજરાતમાં GSRTCની દરેક સફર એક નિર્ણયથી શરૂ થાય છે, જે હજારો લોકોના સપનાઓ, જવાબદારીઓ અને શિક્ષણની સફરને પોતાનામાં સમાવી,જવાબદારીપૂર્વક, આત્મવિશ્વાસપૂર્વક અને માર્ગના નિયમોનું પાલન કરીને રોજ નાગરિકોને તેમની મંઝિલ સુધી પહોંચાડવા માટે મજબૂત માધ્યમ બને છે.
એવામાં નાગરિકોના સફરને વધુ સુરક્ષિત અને સલામત બનાવવા ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ દ્વારા એક નવીન પહેલ કરવામાં આવી છે. જેનું છે, 'GSRTC જન સારથી ડ્રાઇવિંગ સ્કૂલ', જે 'સલામત રીતે હંકારો, કૌશલ્ય પૂર્વક હંકારો, આત્મવિશ્વાસ સાથે હંકારો'ના મૂળ મંત્ર સાથે GSRTCના ડ્રાઇવરોને યોગ્ય તાલીમ આપવા સાથે નગરજનોની સુવિધા સાથે સુરક્ષામાં પણ વધારો કરશે. આ નવીન પહેલ ની શરૂઆત મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલના હસ્તે મહાત્મા મંદિર ગાંધીનગરથી કરવામાં આવી છે.
આ પણ વાંચો
'GSRTC જન સારથી ડ્રાઇવિંગ સ્કૂલ'નો પરિચય (Jan Sarathi Driving School)
વાહન ચલાવતા શીખવું એ હવે ફક્ત કૌશલ્ય નથી, તે એક જવાબદારી પણ છે. ડ્રાઇવિંગનું શિક્ષણ એટલે વાહન ચલાવવા માટેનું શિક્ષણ, જે માત્ર સ્ટીયરિંગ, ગિયર, બ્રેક અને એક્સિલરેટરને નિયંત્રિત કરવું એટલું જ નહીં, તે નિર્ણયશક્તિને આકાર આપે છે, જાગૃતિ લાવે છે અને દરરોજ રસ્તા પર જીવનને સલામત બનાવતી આદતો વિકસાવે છે.
આ એવી જગ્યા છે, જ્યાં વ્યવસ્થિત તાલીમ, વાસ્તવિક દુનિયાનો અનુભવ અને સલામતીને પ્રાથમિકતા આપવાની માનસિકતા ભેગા મળે છે. તેનાથી એવા ડ્રાઈવરો તૈયાર થાય છે જેઓ ફક્ત પરીક્ષા પાસ કરવા માટે જ નહીં, પરંતુ ભારતના રસ્તાઓ પર આત્મવિશ્વાસ અને કાળજીપૂર્વક વાહન ચલાવવા માટે સજ્જ હોય છે.
GSRTC જન સારથી ડ્રાઇવિંગ સ્કૂલ એ પ્રતિષ્ઠિત અને સરકારમાન્ય તાલીમ સંસ્થા છે, જેનું ધ્યેય ડ્રાઈવિંગનું ધોરણ સુધારવું, રસ્તા પરના વર્તનમાં સુધારો કરવો અને માળખાગત, વૈજ્ઞાનિક અને વ્યવહારુ તાલીમ દ્વારા અકસ્માત ઘટાડવામાં યોગદાન આપવાનું છે. જે કુશળ, શિસ્તબદ્ધ અને સલામતી પ્રત્યે સભાન ડ્રાઇવરો વિકસાવવા માટે પ્રતિબદ્ધ છે. ભારતના સૌથી મોટા જાહેર પરિવહન નેટવર્ક પૈકી એક જેની દાયકાઓની કુશળતાનો ઉપયોગ કરીને આ સ્કૂલની સ્થાપના સ્પષ્ટ જાહેર હેતુઓ સાથે કરવામાં આવી છે.
આ પહેલાંનું લક્ષ્યો અને ઉદ્દેશ્ય
GSRTC મોટર ડ્રાઈવિંગ સ્કૂલ એ લાઈટ મોટર વ્હીકલ અને હેવી મોટર વ્હીકલ બંને માટે વ્યાપક તાલીમ કાર્યક્રમો પ્રદાન કરે છે. તમામ કાર્યક્રમો મોટર વાહન અધિનિયમ અને કેન્દ્રીય મોટર વાહન નિયમો (CMVR) ના કડક અનુપાલન સાથે હાથ ધરવામાં આવે છે.
તેનો અભ્યાસક્રમ આજના જટિલ ટ્રાફિક માટે રચાયેલો છે. તેમાં રસ્તાની બદલાતી સ્થિતિ, ઉભરતા જોખમો અને ડ્રાઈવરોની વધેલી જવાબદારીઓને ધ્યાનમાં રાખવામાં આવે છે. તેથી, તાલીમ મોડ્યુલ વ્યવસ્થિત માળખા સાથે, વૈજ્ઞાનિક અને પરિણામલક્ષી છે, જેમાં ત્રણ બાબતો પર ભાર મૂકવામાં આવ્યો છે.
નાગરિકોના સફરને વધુ સુરક્ષિત બનાવવા ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ દ્વારા મુખ્યમંત્રીશ્રીના હસ્તે લોન્ચ કરવામાં આવેલ GSRTC જન સારથી ડ્રાઇવિંગ સ્કૂલ
— Info Gandhinagar GoG (@InfoGandhinagar) January 3, 2026
કુશળ, શિસ્તબદ્ધ અને સલામતી પ્રત્યે સભાન ડ્રાઇવરો વિકસાવવા માટે પ્રતિબદ્ધ નવીન પહેલ એટલે "GSRTC જન સારથી ડ્રાઇવિંગ સ્કૂલ" pic.twitter.com/qmbWiWNoTL
પાયાના સિદ્ધાંતોની અને નિયમોની સમજ
વાસ્તવિક દુનિયાની પરિસ્થિતિમાં વ્યાપક, દેખરેખ હેઠળ વ્યવહારુ ડ્રાઈવિંગ પ્રેક્ટિસ,વલણનું નિર્માણ, શિસ્ત અને માર્ગ પર જવાબદારી પૂર્વક વર્તન. આવા સંતુલિત અભિગમના કારણે શીખનારાઓ માત્ર ટેકનિકલ ક્ષમતા જ નહીં, પરંતુ સલામત, આત્મવિશ્વાસ અને જવાબદારીપૂર્વક વાહન ચલાવવા માટે જરૂરી નિર્ણય, જાગૃતિ અને માનસિકતા પણ વિકસાવે તે સુનિશ્ચિંત થશે.
મિશન અને વિઝન
આ ડ્રાઇવિંગ સ્કૂલ નું મૂળ મિશન અને વિઝન, ડ્રાઈવરના શિક્ષણમાં એક માપદંડ સ્થાપિત કરવો અને ડ્રાઈવિંગના ધોરણો અને રસ્તા પર જવાબદાર વર્તન વધારીને નાગરિકોની સફર સુરક્ષિત બનાવવાનો છે.
આ ઉપરાંત ઉચ્ચ ગુણવત્તા સાથે, ઓછા ખર્ચે ડ્રાઇવિંગની તાલીમ આપીને માર્ગ સલામતીને પ્રોત્સાહન આપવું અને શિસ્તબદ્ધ ડ્રાઇવિંગની પરંપરા વિકસાવી આ ડ્રાઇવિંગ સ્કૂલ પોતાની તાલીમ પદ્ધતિઓ, માળખાગત સુવિધાઓ અને સાધનોને સતત અપગ્રેડ (ઉચ્ચ કક્ષાના) કરવા માટે પ્રતિબદ્ધ છે. આ ઉપરાંત માળખાગત, વ્યાવસાયિક અને સલામતીને પ્રાથમિકતા આપતા શિક્ષણ દ્વારા રાષ્ટ્રીય અને રાજ્ય માર્ગ સલામતીના ઉદ્દેશ્યોને સમર્થન આપે છે.
લાઈટ મોટર વ્હીકલ (LMV) તાલીમ કાર્યક્રમ
પહેલી વાર શીખનારાઓ તેમજ લાઈસન્સ પ્રાપ્ત ડ્રાઈવરો માટે આ કોર્સ રચવામાં આવ્યો છે. જેઓ પોતાની કુશળતા, આત્મવિશ્વાસ અને રોડ પરની શિસ્તને મજબૂત બનાવવા માંગે છે. LMV તાલીમ કાર્યક્રમ વાસ્તવિક દુનિયાની ડ્રાઈવિંગ બસ પરિસ્થિતિઓ મુજબ માળખાગત સૂચના આપે છે.
LMV તાલીમની વિગત
- ડ્રાઈવિંગ તકનીકો અને અસરકારક રીતે વાહન નિયંત્રણ
- ટ્રાફિક નિયમો, રસ્તાના ચિહ્નો અને સિગ્નલનું અર્થઘટન
- વિવિધ રસ્તા અને ટ્રાફિક પરિસ્થિતિઓમાં વાહન ચાલવવું અને પાર્કિંગની કુરાળતા
- રક્ષણાત્મક ડ્રાઈવિંગ અને અગાઉથી જોખમ પારખી જવું
હેવી મોટર વ્હીકલ (HMV) તાલીમ કાર્યક્રમ
બસો ચલાવવા માંગતા, ખાસ કરીને જાહેર પરિવહન અને સંસ્થાકીય સેવાઓના ડ્રાઇવરો માટે બનાવવામાં આવેલો, HMV તાલીમ કાર્યક્રમ વ્યાવસાયિક યોગ્યતા, સલામતી અને જાહેર જવાબદારી પર ધ્યાન કેન્દ્રિત કરે છે.
HMV તાલીમ વિગતો
- બસોનું હેન્ડલિંગ, સંચાલન અને નિયંત્રણ
- મુસાફરોની સલામતી, આરામ અને કાળજી રાખવાની ફરજ
- ભારે ટ્રાફિક હોય તેવા રસ્તાઓ પર, ડેપો અને ટર્મિનલમાં વાહન ચલાવવું
- કાનૂની ફરજો, નિયમનકારી પાલન અને પ્રોફેશનલ(ધંધાદારી) ડ્રાઈવરોની જવાબદારીઓ
- જાહેર સેવામાં વર્તણૂક, શિસ્ત અને નૈતિક ડ્રાઈવિંગ પદ્ધતિઓ
રિફ્રેશર અને સ્કીલ અપગ્રેડેશન કાર્યક્રમો
સંસ્થાકીય, ફ્લીટ(કાફિલામાના) અને કોમર્શિયલ ડ્રાઈવરો સહિતના અનુભવી અને વ્યાવસાયિક ડ્રાઇવરો માટે રચવામાં આવેલો આ કાર્યક્રમ મુખ્ય ડ્રાઈવિંગ કુશળતા સુધારવા, નિયમનકારી જ્ઞાનને અપડેટ કરવા અને વ્યવસ્થિત રીતે રચના કરેલી રિફ્રેશર તાલીમ મારફત વાસ્તવિક જીવનના ડ્રાઈવિંગના પડકારો પર ધ્યાન કેન્દ્રિત કરે છે.
મહત્ત્વના મોડ્યુલ્સ
- અદ્યતન રક્ષણાત્મક અને નિવારક ડ્રાઇવિંગ ટેકનિક
- ઇંધણ બચાવે તે રીતે અને પર્યાવરણનું સંરક્ષણ થાય તે રીતે જવાબદાર ડ્રાઇવિંગ પદ્ધતિ
- સ્ટ્રેસ મેનેજમેન્ટ, ડ્રાઇવરના આરોગ્ય અને થાક માટે જાગૃતિ
- અકસ્માત નિવારણ, જોખમ પ્રતિભાવ તથા નિવારણ અને ઈમરજન્સીમાં સંભાળ
તાલીમની પદ્ધતિ
આ સ્કૂલ એક વ્યવસ્થિત માળખા સાથે, શીખનારને મદદરૂપ બને તેવી પરિણામલક્ષી તાલીમ પર આધારિત છે, જેમાં જ્ઞાન, અભ્યાસ અને મૂલ્યાંકનનું સંતુલન રાખવામાં આવે છે.
વર્ગખંડમાં સૂચનાઓને સારી રીતે સમજવા માટે ઓડિઓ-વિઝયુઅલ લર્નિંગ સુવિધાનો ઉપયોગ કરવામાં આવે છે, જેથી વાસ્તવિક સ્થિતિનો અનુભવ કરી શકાય, અને તેના માટે ખાસ પ્રેક્ટિસ યાર્ડ્સ તથા ટ્રેક પર પ્રેક્ટિકલ ડ્રાઇવિંગ સેશન યોજવામાં આવે છે. સતત મૂલ્યાંકન થકી રસ્તા પર ભૂલો સુધારીને વ્યક્તિગત રિસ્પોન્સ આપીને દરેક શીખનાર વ્યક્તિમાં આત્મવિશ્વાસ, શિસ્ત અને સુધારા લાવવામાં આવે છે.
તાલીમની મુખ્ય બાબતો
જાહેર પરિવહનમાં કુશળતા ધરાવતા અત્યંત અનુભવી, પ્રમાણિત GSRTC પ્રશિક્ષકો પાસેથી શીખો,રાષ્ટ્રીય માર્ગ સલામતી ધોરણો સાથે સંરેખિત સરકાર દ્વારા માન્ય, પ્રમાણિત અભ્યાસક્રમ હેઠળ તાલીમ મેળવો,સુરક્ષિત શિક્ષણ માટે ડ્યુઅલ-કંટ્રોલ સિસ્ટમ્સ સાથે સલામતીથી સજ્જ તાલીમ વાહનોમાં પ્રેક્ટિસ કરો,પહેલા દિવસથી જ મજબૂત રક્ષણાત્મક ડ્રાઇવિંગ આદતો અને જવાબદાર માર્ગ વર્તણૂક વિકસાવો,તમારા કૌશલ્ય સ્તર અને શીખવાની ગતિના આધારે વ્યક્તિગત ધ્યાન અને માર્ગદર્શન મેળવો,આત્મવિશ્વાસપૂર્ણ, જવાબદાર ડ્રાઈવરો માટે આવશ્યક શિસ્ત, સમયપાલન અને વ્યાવસાયિક આચરણની રચના કરો.
આ ડ્રાઇવિંગ સ્કૂલમાં જોડાવા લાયકાતના ધોરણો અથવા માપદંડોની વાત કરવામાં આવે તો,RTOના ધોરણો હેઠળ નિર્ધારિત લઘુતમ ઉંમર,માન્ય લર્નર્સ લાઈસન્સ (LL),તબીબી ફિટનેસનું (યોગ્યતા) પ્રમાણપત્ર, જ્યાં લાગુ પડતું હોય,મોટર વાહનના તમામ લાગુ પડતા નિયમો અને નિયમનોનું પાલન વગેરે જરૂરી છે.સફળતાપૂર્વક તાલીમ પૂર્ણ થયા બાદ ઉમેદવારોને GSRTC જન સારથી ડ્રાઈવિંગ સ્કૂલનું સર્ટિફિકેટ પણ આપવામાં આવશે.
GSRTC ડ્રાઈવિંગ સ્કૂલ શા માટે પસંદ કરવી?
વિશ્વસનીય સરકારી સંસ્થા હોવા સાથે જાહેર પરિવહન અને રસ્તા પર દાયકાઓનો અનુભવ,સલામતી, શિસ્ત અને જવાબદારીના ઉચ્ચ ધોરણો તથા સંગઠિત, પારદર્શક અને વ્યવસાયિક રીતે સંચાલિત તાલીમ વ્યવસ્થા ઉપરાંત સૌને પરવડે તેવું ફીનું માળખું અને માર્ગ સલામતી અને જાહેર કલ્યાણ માટે મજબૂત પ્રતિબદ્ધતા સાથે GSRTC મોટર ડ્રાઇવિંગ સ્કૂલ પોતાના તાલીમ કાર્યક્રમો દ્વારા ડ્રાઈવરોને પ્રોત્સાહન આપીને રસ્તાઓને સલામત બનાવવામાં સક્રિયપણે ફાળો આપે છે, જેના દ્વારા ટ્રાફિક કાયદા અને નિયમોનું પાલન સરળ બને છે અંને પ્રવાસી, રાહદારી અને રસ્તાનો ઉપયોગ કરનારની સલામતીને પ્રાથમિકતા આપે છે.
