Gandhinagar: મુખ્યમંત્રીએ 26 મંત્રીઓને અલગ-અલગ જિલ્લાની જવાબદારી સોંપી, હર્ષ સંઘવી ગાંધીનગરના પ્રભારી; રીવાબાને બોટાદનો હવાલો

પ્રભારી અને સહપ્રભારીઓની નિમણૂંક બાદ સરકાર જિલ્લા સ્તરે વહીવટ અને યોજનાઓના અમલ પર અસરકારક રીતે દેખરેખ રાખી શકશે.

By: Sanket ParekhEdited By:Sanket ParekhPublish Date: Sat, 01 Nov 2025 04:44 PM (IST)Updated: Sat, 01 Nov 2025 04:44 PM (IST)
gandhinagar-news-chief-minister-of-gujarat-appoint-incharge-of-cabinet-minister
HIGHLIGHTS
  • હર્ષ સંઘવી અને જીતુ વાઘાણી પ્રવક્તા મંત્રી, સરકારની નીતિઓની જાણ કરશે
  • 25 મંત્રીઓ પૈકી 10ને બે જિલ્લાના પ્રભારી, તો 6ને સહપ્રભારી બનાવાયા

Gandhinagar: દિવાળી પૂર્વે ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની સરકારના મંત્રીમંડળનું વિસ્તરણ કરવામાં આવ્યું હતું, જે બાદ સરકાર દ્વારા તમામ મંત્રીઓને પ્રભારી તરીકેની જવાબદારી સોંપવામાં આવી છે.

ગુજરાતના દરેક જિલ્લાઓનો સુવ્યવસ્થિત વહીવટ અને યોજનાઓના અમલ પર અસરકારક દેખરેખ રાખી શકાય તે માટે 24 મંત્રીઓને જવાબદારી સોંપવામાં આવી છે. જે પૈકી 10 મંત્રીઓને બે જિલ્લાની, 9 મંત્રીઓને 2 જિલ્લાની તેમજ 6 મંત્રીઓને સહપ્રભારી તરીકેની જવાબદારી સોંપાઈ છે. જેનાથી જનતાની સમસ્યાનું સરળતાથી નિરાકરણ આવી શકે.

અગાઉ ઋષિકેશ પટેલ અને કનુભાઈ દેસાઈ સરકારના પ્રવક્તા મંત્રી તરીકે જવાબદારી સંભાળતા હતા. જો કે મંત્રીમંડળમાં વિસ્તરણ બાદ નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી અને જીતુ વાઘાણીને પ્રવક્તા મંત્રીની જવાબદારી સોંપાઈ છે. આથી હવે કેબિનેટ બેઠક બાદ હર્ષ સંઘવી અને જીતુ વાઘાણીએ મીડિયાને સરકારના નિર્ણયોથી વાકેફ કરશે.

કોને ક્યા જિલ્લાના પ્રભારીની જવાબદારી સોંપવામાં આવી

ક્રમ મંત્રી/રાજ્યકક્ષાના મંત્રીનું નામ પ્રભારી જિલ્લા(ઓ)
હર્ષ સંઘવી વડોદરા, ગાંધીનગર
જગદીશભાઈ વિશ્વકર્મા સુરત, નવસારી
મુળુભાઈ બેરા અમરેલી, રાજકોટ
ઋષિકેશભાઈ પટેલ અમદાવાદ, ખેડા-અરવલ્લી
કુંવરજીભાઈ હળપતિ પોરબંદર, દેવભૂમિ દ્વારકા
નરેશભાઈ પટેલ વલસાડ, તાપી
અરવિંદભાઈ રૈયાણી જામનગર, છોટાઉદેપુર
ડૉ. મનીષાબેન વકીલ સાબરકાંઠા, પંચમહાલ
રમણભાઈ પાટકર બનાસકાંઠા, અરવલ્લી
૧૦ ઈશ્વરસિંહ પરમાર નર્મદા
૧૧ પ્રફુલ્લ પાનસેરિયા ભરૂચ
૧૨ હિમાંશુ જાડાવાલા ગાંધીનગર
૧૩ પરષોત્તમભાઈ સોલંકી ગીર સોમનાથ, અમરેલી
૧૪ કિરીટસિંહ રાણા કચ્છ
૧૫ બચુભાઈ ખાબડ પંચમહાલ
૧૬ દર્શનાબેન વાઘેલા સુરેન્દ્રનગર
૧૭ કૌશિકભાઈ વેકરિયા ભાવનગર, જૂનાગઢ (સહ પ્રભારી)
૧૮ પ્રવિણભાઈ માળી મહેસાણા, નર્મદા (સહ પ્રભારી)
૧૯ ડૉ. જયરામભાઈ જેમાભાઈ ગામીત ડાંગ
૨૦ ત્રિકમભાઈ છાંગા મોરબી, રાજકોટ (સહ પ્રભારી)
૨૧ કમલેશભાઈ પટેલ બનાસકાંઠા, વડોદરા (સહ પ્રભારી)
૨૨ સંજયસિંહ મહીડા આણંદ, ભરૂચ (સહ પ્રભારી)
૨૩ પૂનમચંદ બરંડા મહીસાગર, દાહોદ (સહ પ્રભારી)
૨૪ સ્વરૂપજી સરદારજી ઠાકોર પાટણ
૨૫ રીવાબા જાડેજા બોટાદ