Nepal Protest | Gandhinagar: નેપાળમાં સોશિયલ મીડિયા પર પ્રતિબંધને લઈને હિંસક પ્રદર્શનના કારણે સ્થિતિ વણસી છે. યુવાનોના ઉગ્ર પ્રદર્શનના કારણે પ્રધાનમંત્રી કેપી શર્મા ઓલીને રાજીનામું આપવું પડ્યું છે. કાઠમંડુમાં હિંસક પ્રદર્શન અને કરફ્યુ વચ્ચે 18 જેટલા ગુજરાતી પ્રવાસીઓ ફસાઈ ગયા છે.
આ અંગે ગુજરાત કોંગ્રેસના પૂર્વ પ્રમુખ અને રાજ્યસભા સાંસદ શક્તિસિંહ ગોહિલે સોશિયલ મીડિયા પર પોસ્ટ મૂકીને કેન્દ્ર સરકારને તમામ ગુજરાતીઓ પ્રવાસીઓને હેમખેમ ભારત લાવવા માટે વ્યવસ્થા કરવા આગ્રહ કર્યો છે.
કોંગ્રેસ નેતાએ પોતાની પોસ્ટમાં જણાવ્યું છે કે, નેપાળનું કાઠમંડુ એરપોર્ટ બંધ છે. આપણાં ઘણાં ભારતીયો ત્યાં ફસાઈ ગયા છે. અમેરિકા સહિત અન્ય દેશોના નાગરિકો પણ કાઠમંડુમાં ફસાયા હતા. જો કે તે દેશની એમ્બસીના અધિકારીઓ એરપોર્ટ પર પહોંચ્યા અને પોતાના નાગરિકોને સુરક્ષિત સ્થળે પહોંચાડી દીધા.
नेपाल के काठमांडू हवाई अड्डे पर उड़ानें ठप है , हमारे बहुत भारतीय वन्हा फँस गए है ।
— Shaktisinh Gohil MP (@shaktisinhgohil) September 9, 2025
अमेरिकी नागरिक और दूसरे देशों के नागरिक भी फंसे हुए थे। उनके देश के दूतावास के अधिकारी आए और उन्हें हवाई अड्डे से सुरक्षित जगह तक पहुँचाया। @DrSJaishankar @PMOIndia @CMOGuj तो फिर हमारी सरकार… https://t.co/uzIygNSqxd
ભારત સરકાર આપણા દેશના નાગરિકો માટે કેમ કોઈ વ્યવસ્થા નથી કરી રહી? કાઠમંડુ એરપોર્ટ પર કોઈ સ્થાનિક અધિકારી કે પુરતી સુરક્ષા પણ નથી. મહિલાઓ અને બાળકો ભયભીત છે.
મને આશા છે કે, તમે આ બાબતને ગંભીરતાથી લેશો. આ સાથે જ કોંગ્રેસ સાંસદે વિદેશ મંત્રી અને પ્રધાનમંત્રી કાર્યાલયને ટેગ કરીને કાઠમંડુ એરપોર્ટ પર ફસાયેલા 18 ગુજરાતીઓના નામ સહિતની વિગતો આપી છે અને તેમને સુરક્ષિત ભારત લાવવા માટે વ્યવસ્થા કરવા જણાવ્યું છે.
બીજી તરફ ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પણ સોશિયલ મીડિયા પર પોસ્ટ મૂકીને નેપાળમાં ફસાયેલા ગુજરાતીઓને હેમખેમ પરત લાવવા માટે અધિકારીઓને જરૂરી સૂચનો આપ્યા હોવાનું જણાવ્યું છે.
નેપાળમાં રાજકીય અસ્થિરતા અને હિંસાની ઘટનાઓમાં ફસાયેલા ગુજરાતના પ્રવાસીઓ અને વિદ્યાર્થીઓના સુરક્ષિત પરત ફરવા સંદર્ભે ગુજરાતનું વહીવટીતંત્ર ભારતના વિદેશ મંત્રાલય સાથે સતત સંપર્કમાં છે. આ અંગે રાજ્યના અધિકારીઓને મેં જરૂરી દિશાનિર્દેશ આપ્યા છે.
— Bhupendra Patel (@Bhupendrapbjp) September 9, 2025
મુખ્યમંત્રીએ લખ્યું છે કે, નેપાળમાં રાજકીય અસ્થિરતા અને હિંસાની ઘટનાઓમાં ફસાયેલા ગુજરાતના પ્રવાસીઓ અને વિદ્યાર્થીઓના સુરક્ષિત પરત ફરવા સંદર્ભે ગુજરાતનું વહીવટી તંત્ર દેશના વિદેશ મંત્રાલય સાથે સતત સંપર્કમાં છે.
નેપાળ હિંસાને લઈને ભારત સરકારની એડવાઈઝરી જારી
વિદેશ મંત્રાલય દ્વારા ભારતીય નાગરિકોને અપીલ કરવામાં આવી છે કે, જ્યાં સુધી નેપાળની સ્થિતિ સમાન્ય ના થાય, ત્યાં સુધી ત્યાંનો પ્રવાસ કરવાનું ટાળો. જે ભારતીય નેપાળમાં છે, તેમને પણ રોડ પર ના નીકળવા અને સાવધાન રહેવાની સલાહ આપવામાં આવી છે. આ સાથે જ તેમણે કાઠમંડુ સ્થિત ઈન્ડિયન એમ્બેસીની સૂચનાનું પાલન કરવાનું કહેવામાં આવ્યું છે. કોઈ પણ મદદ માટે ઈન્ડિયન એમ્બેસીની હેલ્પલાઈન નંબર +977-9808602881 અને +977-9810326134 સંપર્ક કરી શકાય છે.
