ગાંધીનગરમાં ભાજપની 'પંડિત દીનદયાળ ઉપાધ્યાય પ્રશિક્ષણ મહાઅભિયાન 2026' અંતર્ગત પ્રદેશ કાર્યશાળા સંપન્ન

ભાજપાનું રાષ્ટ્રવ્યાપી પ્રશિક્ષણ મહાઅભિયાન એક દ્રષ્ટિએ દુનિયાનો સૌથી મોટો ટ્રેનિંગ પ્રોગ્રામ છે, જેમાં 16.5 લાખથી વધુ કાર્યકરોને પ્રશિક્ષિત કરવામાં આવશે: શિવપ્રકાશજી

By: Sanket ParekhEdited By:Sanket ParekhPublish Date: Wed, 03 Jun 2026 07:25 PM (IST)Updated: Wed, 03 Jun 2026 07:25 PM (IST)
gandhinagar-bjp-pandit-deendayal-upadhyay-prashikshan-mahabhiyan-2026-completed
HIGHLIGHTS
  • પ્રશિક્ષણ વર્ગો દ્વારા કાર્યકરોમાં સમયબદ્ધતા, શિસ્ત, ધ્યાન, એકાગ્રતા, કર્તવ્યપરાયણતા જેવા ગુણોનો વિકાસ વધુ સુદ્રઢ રીતે થાય છે
  • ભાજપાનો કાર્યકર માત્ર ચુંટણીની મશીનરી તરીકે નહિ પણ રાષ્ટ્રહિત માટે વૈચારિક સ્પષ્ટતા સાથે સતત જનતા વચ્ચે કાર્યરત રહેતો કાર્યકર્તા

Pandit Deendayal Upadhyay Prashikshan Mahabhiyan 2026: આજે ભાજપા પ્રદેશ કાર્યાલય ‘શ્રી કમલમ‘, કોબા, ગાંધીનગર ખાતે ભાજપા પ્રદેશ અધ્યક્ષ જગદીશ વિશ્વકર્માની અધ્યક્ષતામાં તેમજ મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ અને રાષ્ટ્રીય સહ સંગઠન મહામંત્રી શિવપ્રકાશની વિશેષ ઉપસ્થિતિમાં ‘પંડિત દિનદયાળ ઉપાધ્યાય પ્રશિક્ષણ મહાઅભિયાન- 2026‘ અંતર્ગત 22 જૂન થી 10 જુલાઈ દરમિયાન રાજ્યના 580 મંડલોમાં આયોજિત થનાર મંડલ પ્રશિક્ષણ વર્ગ અન્વયે પ્રદેશ કાર્યશાળા યોજાઈ હતી.

આ કાર્યશાળામાં રાષ્ટ્રીય સહ સંગઠન મહામંત્રી શિવપ્રકાશે પ્રશિક્ષણ મહાઅભિયાનની કાર્યસૂચિ અંગે વિગતવાર માર્ગદર્શન આપ્યું હતું. તેમણે જણાવ્યું કે, ભાજપાનું આ રાષ્ટ્રવ્યાપી પ્રશિક્ષણ અભિયાન એક દ્રષ્ટિએ દુનિયાનો સૌથી મોટો ટ્રેનિંગ પ્રોગ્રામ છે, જેમાં મંડલ અને જિલ્લા સ્તરે 16.5 લાખથી વધુ કાર્યકરોને પ્રશિક્ષિત કરવામાં આવશે.

ભારતીય જનસંઘ વખતથી 1952 થી કાર્યકરોને પ્રશિક્ષિત કરવાની પરંપરા ચાલતી આવી છે. દેશના કરોડો નાગરિકોની અપેક્ષા ભારતીય જનતા પાર્ટી પાસેથી છે ત્યારે બદલાતા સમયની સાથે આવશ્યકતા અનુસાર નવચાર સાથે કાર્યકરોને વિવિધ આયામો સાથે પ્રશિક્ષિત કરવા ભાજપા દ્વારા સમયાંતરે પ્રશિક્ષણ વર્ગોનું આયોજન કરાય છે.

naidunia_image

સંગઠનને સિદ્ધ, સક્ષમ, સશકત અને સક્રિય બનાવવા માટે પ્રશિક્ષણ વર્ગનું ખૂબ મહત્વ છે. રાષ્ટ્રનિર્માણના ઉદ્દેશ્ય, સુવ્યવસ્થિત યોજના અને પરિશ્રમના સરવાળાથી સફળતા ચોક્કસથી પ્રાપ્ત થાય છે.

ભાજપાનો ભગવો દેશભરમાં લહેરાતો રહે તેની જવાબદારી સૌ કાર્યકરોની છે: જગદીશ વિશ્વકર્મા

આ તકે ભાજપના પ્રદેશ અધ્યક્ષ જગદીશ વિશ્વકર્માએ પોતાના સંબોધનમાં જણાવ્યું કે, પ્રશિક્ષણ વર્ગો દ્વારા કાર્યકરોમાં સમયબદ્ધતા, શિસ્ત, ધ્યાન, એકાગ્રતા, કર્તવ્યપરાયણતા જેવા ગુણોનો વિકાસ વધુ સુદ્રઢ રીતે થાય છે. કાર્યકર્તા નિર્માણ દ્વારા રાષ્ટ્ર નિર્માણ માટે પ્રશિક્ષણ વર્ગ અંત્યંત મહત્વનો ભાગ ભજવે છે.

વડાપ્રધાન મોદીના વિકસિત ભારત@2047 ના લક્ષ્યને સાકાર કરવા ભાજપાનો ભગવો દેશભરમાં લહેરાતો રહે તેની જવાબદારી સૌ કાર્યકરોની છે.

naidunia_image

પક્ષની કાર્યપદ્ધતિ અને સિદ્ધાંતોનો જાણકાર કાર્યકર્તા પક્ષની વિચારધારા અને કાર્યો વધુ અસરકારકતા સાથે જનતા વચ્ચે લઇ જઇ શકે છે. માટે જ સમયાનુસાર પ્રશિક્ષણની આવશ્યકતા રહેલી છે. પ્રશિક્ષણ વર્ગો કાર્યકરોમાં વૈચારિક કટિબદ્ધતા અને નેતૃત્વના ગુણોનો વિકાસ કરે છે.

ભાજપાનો કાર્યકર માત્ર ચૂંટણીની મશીનરી તરીકે નહિ પણ રાષ્ટ્રહિત માટે વૈચારિક સ્પષ્ટતા સાથે સતત જનતા વચ્ચે રહેતો કાર્યકર્તા છે. સૌનો સાથ, સૌનો વિકાસ, સૌનો વિશ્વાસ અને સૌનો પ્રયાસના કાર્યમંત્ર સાથે ભાજપાનો કાર્યકર્તા સદાય કાર્યરત છે.

naidunia_image

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું કે, PM મોદીના નેતૃત્વમાં દેશની જનતાનો ભારતીય જનતા પાર્ટી પર વિશ્વાસ વધતો જાય છે. આ વિશ્વાસને જાળવી રાખવા માટે પ્રશિક્ષિત કાર્યકર્તાની ભૂમિકા મહત્વની છે. આજે દેશના 22 પ્રદેશો અને 80 ટકા ભુભાગ માં જનતાના આશીર્વાદ અને પરિવારભાવના સાથે કાર્યકરોએ કરેલી મહેનતના પરિણામસ્વરૂપ ભાજપાનું શાસન છે અને આ જનાધાર હજુ વધે તે દિશામાં આપણે આગળ વધવાનું છે. તે માટે કાર્યકર્તાનું ઘડતર કરવું જરૂરી છે.

પ્રશિક્ષણ વર્ગો કાર્યકર્તાને વધુ જાણકાર, કટિબદ્ધ અને વિચારશીલ બનાવવાનું માધ્યમ છે. ભાજપાનો કાર્યકર્તા રાષ્ટ્રપ્રથમની ભાવના, એક રાષ્ટ્ર-શ્રેષ્ઠ રાષ્ટ્ર ના ભાવ અને આત્મનિર્ભર ભારતના સંકલ્પ સાથે અવિરત કાર્યરત છે.

naidunia_image

આ પ્રદેશ કાર્યશાળામાં પ્રદેશ સંગઠન મહામંત્રી અને ‘પંડિત દિનદયાળ ઉપાધ્યાય પ્રશિક્ષણ મહાઅભિયાન- 2026‘ ના રાષ્ટ્રીય સહ સંયોજક રત્નાકરે તમામ 580 મંડલમાં આયોજિત થનાર પ્રશિક્ષણ વર્ગોના સુદ્રઢ અને સુનિયોજિત આયોજન, વર્ગોની રૂપરેખા અંગે વિસ્તૃત માર્ગદર્શન આપ્યું હતું અને જણાવ્યું હતું કે, પ્રશિક્ષણ વર્ગ દ્વારા સક્ષમ કાર્યકર્તાઓનું નિર્માણ થાય છે.

naidunia_image

તેઓએ મંડલ સ્તરે કાર્યકરો અને પદાધિકારીઓને પ્રશિક્ષિત કરવા માટે જનાર પ્રશિક્ષકોના પ્રશિક્ષણ માટે તેમજ વર્ગમાં આયોજિત થનાર વિવિધ સત્રો સંદર્ભે પણ છણાવટ કરી હતી. પ્રશિક્ષણ મહાઅભિયાનના રાષ્ટ્રીય ટીમના સદસ્ય તરુણ ઝવેરીએ આ પ્રસંગે પ્રશિક્ષણમાં નવાચાર અને ટેકનોલોજીના ઉપયોગ વિશે જાણકારી આપી હતી.