Ahmedabad-Gandhinagar Metro: જો તમે અમદાવાદ અને ગાંધીનગર વચ્ચે મેટ્રોમાં મુસાફરી કરવાનું આયોજન કરી રહ્યા છો, તો આ સમાચાર તમારા માટે ખૂબ અગત્યના છે. આજે 31 માર્ચ, મંગળવારના રોજ અમદાવાદ-ગાંધીનગર રૂટ પર કેટલીક મેટ્રો સેવાઓમાં આંશિક સમય માટે ફેરફાર કરવામાં આવ્યો છે.
મેટ્રો તંત્ર દ્વારા જાહેર કરવામાં આવેલી માહિતી અનુસાર, મુસાફરોની જાણકારી માટે બે અલગ-અલગ સમયગાળા દરમિયાન રદ થયેલી અને ટૂંકાવવામાં આવેલી સેવાઓની યાદી બહાર પાડવામાં આવી છે.
કોટેશ્વર રોડથી GNLU વચ્ચે ફેરફાર
સવારે 9:30 થી 11:00 વાગ્યા સુધી કોટેશ્વર રોડ અને GNLU વચ્ચે મેટ્રો સેવા કાર્યરત રહેશે નહીં. આ સમયગાળા દરમિયાન નીચે મુજબના ફેરફારો લાગુ પડશે:
- APMC-મહાત્મા મંદિર/ગિફ્ટ સિટી: સવારે 08:59, 09:11, 09:23 અને 09:48 કલાકે ઉપડતી મેટ્રો સેવા માત્ર કોટેશ્વર રોડ મેટ્રો સ્ટેશન સુધી જ ચાલશે.
- મહાત્મા મંદિરથી-APMC: સવારે 09:13, 09:37 અને 10:01 કલાકે ઉપડતી મેટ્રો માત્ર GNLU મેટ્રો સ્ટેશન સુધી જ ચાલશે.
- ગિફ્ટ સિટી-APMC: સવારે 10:18 વાગ્યે ઉપડતી મેટ્રો સેવા સંપૂર્ણપણે રદ કરવામાં આવી છે.
આ પણ વાંચો: હવે ટુ-થ્રી વ્હીલર માટે પણ અમદાવાદમાં ફાસ્ટ EV ચાર્જિંગ સ્ટેશન શરૂ, માત્ર 30 મિનિટમાં વાહન થશે ચાર્જ
ઇન્ફોસિટીથી મહાત્મા મંદિર વચ્ચે ફેરફાર
આ ઉપરાંત, સવારે 11:30 થી બપોરે 12:15 વાગ્યા સુધી ઇન્ફોસિટીથી મહાત્મા મંદિર સેક્શન વચ્ચે પણ મેટ્રો સેવા કાર્યરત રહેશે નહીં.
- APMC-મહાત્મા મંદિર: સવારે 10:36 અને 10:59 કલાકે ઉપડતી મેટ્રો સેવાઓ માત્ર ઇન્ફોસિટી મેટ્રો સ્ટેશન સુધી જ ચાલશે.
- મહાત્મા મંદિર-APMC: સવારે 11:38 અને બપોરે 12:03 કલાકે ઉપડતી મેટ્રો સેવાઓ રદ કરવામાં આવી છે.
કયા રૂટ પર મેટ્રો રાબેતા મુજબ ચાલશે?
મુસાફરોએ નોંધ લેવી કે આ ફેરફારો સિવાય, APMC-કોટેશ્વર રોડ અને વસ્ત્રાલ ગામ-થલતેજ ગામ કોરિડોર પર મેટ્રો સેવાઓ તેમના રાબેતા મુજબના નિયમિત સમયપત્રક અનુસાર જ ચાલુ રહેશે. મુસાફરોને અગવડતા ન પડે તે માટે ઘરની બહાર નીકળતા પહેલા મેટ્રોના આ નવા સમયપત્રકને ધ્યાનમાં રાખીને જ યાત્રાનું આયોજન કરવાની સલાહ આપવામાં આવે છે.
