Ahmedabad Metro Record: અમદાવાદ શહેરમાં રિક્ષાચાલકોની હડતાળના પ્રથમ દિવસે જ પબ્લિક ટ્રાન્સપોર્ટ સુવિધાઓનો મુસાફરોએ સારો એવો ઉપયોગ કર્યો છે. સોમવારે અમદાવાદ મેટ્રોમાં રેકોર્ડ બ્રેક 2,24,725 મુસાફરોએ મુસાફરી કરી હતી. આ આંકડો અમદાવાદમાં અગાઉ યોજાયેલા મોટા ઇવેન્ટ્સ જેવા કે ક્રિકેટ વર્લ્ડ કપ અને કોલ્ડપ્લે કોન્સર્ટ દરમિયાન નોધાયેલા પેસેન્જરોની સંખ્યા કરતા વધારે છે.
AMTS અને BRTSની આવકમાં વધારો
અમદાવાદ શહેરમાં રિક્ષા હડતાળની અસર માત્ર મેટ્રોને જ નહીં. પરંતુ સિટી બસ સેવાઓમાં પણ જોવા મળી છે. રિક્ષા હડતાળને પગલે રિક્ષાચાલકોએ મોંઘા મોંઘા ભાવ વસૂલ્યા છે. એએમટીએસમાં એક જ દિવસમાં 1.01 લાખ વધારાના મુસાફરો નોંધાયા હતા. BRTS બસોમાં 25 હજાર મુસાફરોનો વધારો નોંધાયો હતો. આમ રિક્ષા હડતાળને પગલે બંને બસ સેવાઓ મળીને પ્રથમ દિવસે જ રુ. 10 લાખથી વધુની વધારાની આવક થઇ હતી.
મેટ્રો તંત્ર દ્વારા બે નવી ટ્રેન શરુ કરાઇ
હડતાળના કારણે સર્જાયેલી ભીડને પહોંચી વળવા માટે મેટ્રો ઓથોરિટી દ્વારા ત્વરિત પગલાં લેવાયા હતા. જેમાં ભીડને કંટ્રોલ કરવા વધારાની 2 મેટ્રો દોડાવવામાં આવી હતી. પીક અવર્સમાં મુસાફરોનો ઇંતેજાર 7 મિનિટથી દર 6 મિનિટે દોડાવવામાં આવી હતી,. હડતાળને પગલે કાલુપુર સ્ટેશન પર ભીડ વધી હતી. મેટ્રો સ્ટોપ પરથી જ 15 હજારથી વધારે મુસાફરોની અવરજવર નોંધાઇ હતી.
| તારીખ | નોંધાયેલા પેસેન્જર |
| 30 એપ્રિલ 2026 (IPL મેચ) | 2,26,112 |
| 21 મે 2026 (IPL મેચ) | 2,22,928 |
| 18 ફેબ્રુઆરી 2026 (T-20 વર્લ્ડકપ) | 2,21,066 |
| 25 જાન્યુઆરી 2025 (કોલ્ડપ્લે કોન્સર્ટ) | 2,16,470 |
| 16 જુલાઈ 2026 (રથયાત્રા) | 2,16,047 |
| 19 ડિસેમ્બર 2025 (T-20 મેચ) | 2,13,438 |
