અમદાવાદવાસીઓ માટે ખુશખબર; નવરાત્રીમાં રાત્રે 2 વાગ્યા સુધી દોડશે મેટ્રો ટ્રેન, જાણો રૂટ અને ટિકિટના નિયમો

નવરાત્રી પર્વ નિમિત્તે GMRC દ્વારા અમદાવાદ મેટ્રોનો સમય રાત્રિના 2 વાગ્યા સુધી લંબાવવામાં આવ્યો છે. લંબાયેલા સમય માટે 50 રૂપિયાની સ્પેશિયલ પેપર ટિકિટ રહેશે માન્ય.

By: Jignesh TrivediEdited By:Jignesh TrivediPublish Date: Thu, 15 Oct 2026 01:53 AM (IST)Updated: Thu, 15 Oct 2026 01:53 AM (IST)
good-news-for-ahmedabad-residents-metro-trains-to-run-until-2-am-during-navratri-check-routes-and-ticket-rules
(AI Image)

Ahmedabad Metro: વિશ્વના સૌથી લાંબા નૃત્ય મહોત્સવ એવા 'નવરાત્રી' પર્વની ઉજવણીને ધ્યાનમાં રાખીને ગુજરાત મેટ્રો રેલ કોર્પોરેશન (GMRC) લિમિટેડ દ્વારા અમદાવાદના ખેલૈયાઓ અને મુસાફરો માટે એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. નવરાત્રી દરમિયાન મોડી રાત્રિ સુધી ગરબા રમતા નાગરિકોને ઘરે પહોંચવામાં કોઈ મુશ્કેલી ન પડે તે માટે મેટ્રો ટ્રેનની સેવાઓ રાત્રિના 2:00 વાગ્યા સુધી લંબાવવાની સત્તાવાર જાહેરાત કરવામાં આવી છે.

આ વધારાની સુવિધા કયાં સુધી મળશે ?

સામાન્ય દિવસોમાં અમદાવાદમાં મેટ્રો સેવાઓ સવારે 6:20 વાગ્યાથી રાત્રિના 11:00 વાગ્યા સુધી જ કાર્યરત હોય છે. પરંતુ નવરાત્રી મહોત્સવ દરમિયાન મુસાફરોની વધારાની ગીચતા અને સુવિધાને ધ્યાનમાં રાખીને તા. 14-10-2026 થી 19-10-2026 સુધી મેટ્રો ટ્રેન સેવાઓ રાત્રિના 11:00 વાગ્યાથી મધ્યરાત્રિના 2:00 વાગ્યા સુધી ઉપલબ્ધ રહેશે.

લંબાયેલા સમય દરમિયાન મેટ્રો ટ્રેનનું સમયપત્રક

લંબાયેલા સમયગાળા દરમિયાન વિવિધ કોરિડોર પર મેટ્રો નીચે મુજબના સમયગાળા અને અંતરાલ (Interval) પર દોડશે-

વસ્ત્રાલ ગામથી થલતેજ ગામ કોરિડોર

સમય અંતરાલ (ફ્રિકવન્સી): દર 30 મિનિટે

વસ્ત્રાલ ગામથી પ્રસ્થાનનો સમય: 23:30, 00:00, 00:30, 01:00, 01:30, 02:00

થલતેજ ગામથી પ્રસ્થાનનો સમય: 23:42, 00:12, 00:42, 01:12, 01:42, 02:12

છેલ્લી મેટ્રો ઉપડવાનો સમય

વસ્ત્રાલ ગામથી થલતેજ ગામ તરફ: રાત્રિના 2:00 વાગ્યે

થલતેજ ગામથી વસ્ત્રાલ ગામ તરફ: રાત્રિના 2:12 વાગ્યે

APMCથી કોટેશ્વર રોડ કોરિડોર

સમય અંતરાલ (ફ્રિકવન્સી): દર 30 મિનિટે

APMCથી પ્રસ્થાનનો સમય: 23:44, 00:14, 00:44, 01:14, 01:44, 02:14

કોટેશ્વર રોડથી પ્રસ્થાનનો સમય: 23:37, 00:07, 00:37, 01:07, 01:37, 02:07

છેલ્લી મેટ્રો ઉપડવાનો સમય

APMC થી કોટેશ્વર રોડ તરફ: રાત્રિના 2:14 વાગ્યે

કોટેશ્વર રોડ થી APMC તરફ: રાત્રિના 2:07 વાગ્યે

APMC થી સેક્ટર-1 કોરિડોર

સમય અંતરાલ (ફ્રિકવન્સી): દર 60 મિનિટે (1 કલાકે)

APMCથી પ્રસ્થાનનો સમય: 22:30, 23:44, 00:44

સેક્ટર-1 થી પ્રસ્થાનનો સમય: 22:38, 23:38, 00:38

છેલ્લી મેટ્રો ઉપડવાનો સમય

APMCથી સેક્ટર-1 તરફ: રાત્રિના 12:44 વાગ્યે

સેક્ટર-1 થી APMC તરફ: રાત્રિના 12:38 વાગ્યે

ટિકિટ અંગે ખાસ મહત્વનો નિયમ

GMRC દ્વારા સ્પષ્ટતા કરવામાં આવી છે કે રાત્રિના લંબાયેલા સમય (રાત્રે 11:00 વાગ્યા પછી) દરમિયાન મુસાફરી કરવા માટે સામાન્ય નિયમો કરતાં અલગ વ્યવસ્થા રહેશે.

રૂપિયા 50ની સ્પેશિયલ પેપર ટિકિટ: લંબાયેલ રાત્રિ સેવા દરમિયાન મુસાફરી કરવા માટે માત્ર રૂ.50નો ફ્લેટ ચાર્જ ધરાવતી સ્પેશિયલ પેપર ટિકિટ જ માન્ય રહેશે.

ક્યાંથી મળશે: આ સ્પેશિયલ પેપર ટિકિટ તમામ મેટ્રો સ્ટેશનોના ટિકિટ કાઉન્ટર પરથી ઉપલબ્ધ થશે.

ઉપયોગ: આ ટિકિટનો ઉપયોગ માત્ર એક જ મુસાફરી (Single Journey) માટે કરી શકાશે.

નવરાત્રી દરમિયાન ટ્રાફિકની સમસ્યાથી બચવા અને સુરક્ષિત રીતે મોડી રાત્રે ઘરે પહોંચવા માટે અમદાવાદની જનતાને આ મેટ્રો સુવિધાનો મહત્તમ લાભ લેવા જીએમઆરસી દ્વારા અનુરોધ કરવામાં આવ્યો છે.