Dwarka Mandir Timings: આ જન્માષ્ટમીએ દ્વારકા જવાનું વિચારો છો તો ખાસ વાંચી લો, દ્વારકાધીશ મંદિરમાં શ્રીકૃષ્ણ જન્મોત્સવ-દર્શનનો સમય જાહેર કરાયો

By: Rakesh ShuklaEdited By: Rakesh Shukla Publish Date: Thu 15 Aug 2024 11:57 AM (IST)Updated: Thu 15 Aug 2024 11:57 AM (IST)
dwarka-mandir-darshan-timings-shree-dwarkadhish-temple-opening-and-closing-time-on-krishna-janmashtami-2024-380616

Dwarka Mandir Darshan Timings, Janmashtami 2024: આગામી જન્માષ્ટમીના પાવન પર્વની ઉજવણી દ્વારકા જગત મંદિરે કરવામાં આવશે..જે અંતર્ગત મંદિર સમિતિએ શ્રી કૃષ્ણ જન્મોત્સવ અંગેનું સમય પત્રક પણ જાહેર કરી દીધું છે.. જેમાં, મંગળા આરતી સવારે 6 કલાકે, મંગળા દર્શન સવારે 8 કલાક સુધી તેમજ શ્રીજીના ખુલ્લા પડદે સ્નાન અભિષેક દર્શન સવારે 8 થી 9 કલાક તો બપોરે 1 થી 5 સુધી મંદિર બંધ રહેશે અને 5 વાગ્યે ઉત્થાપન દર્શન બાદ રાત્રે 9 કલાકે દર્શન બંધ થશે.. તો શ્રી કૃષ્ણ જન્મોત્સવ ઉત્સવ આરતી મધરાત્રીના 12 કલાક થી રાત્રે 2 વાગીને 30 કલાક સુધી રહેશે..

26 ઓગસ્ટ 2024ના રોજ શ્રીજીના દર્શનનો સમય

સવારનો ક્રમ
શ્રીજીની મંગલા આરતી દર્શન 6:00 કલાકે, મંગલા દર્શન 6:00 થી 8:00 કલાકે, (3) શ્રીજીના ખુલ્લે પડદે સ્નાન દર્શન 8:00 કલાકે, શ્રીજીને સ્નાન ભોગ (દર્શન બંધ) 10:00 કલાકે, શ્રીજીને શ્રૃંગાર ભોગ (દર્શન બંધ) 10:30 કલાકે, શ્રીજીની શ્રૃંગાર આરતી 11:00 કલાકે, શ્રીજીનો ગ્વાલ ભોગ (દર્શન બંધ) 11:15 કલાકે, શ્રીજીને રાજભોગ (દર્શન બંધ) 12:00 કલાકે, અનોસર (બંધ) 1:00 થી 5:00 કલાક સુધી બપોર.

શ્રીજીના દર્શનનાં સમયનો સાંજનો ક્રમ
ઉત્થાપન દર્શન 5:00 કલાકે, શ્રીજીને ઉત્થાપન ભોગ (દર્શન બંધ) 5:30 કલાકથી 5:45 કલાકે, શ્રીજીને સંધ્યા ભોગ (દર્શન બંધ) 7:15 કલાકે થી 7:30 કલાકે, શ્રીજીની સંધ્યા આરતી દર્શન 7:30 કલાકે, શ્રીજીને શયન ભોગ (દર્શન બંધ) 8:00 કલાકેથી 8:10 કલાકે, શ્રીજીની શયન આરતી દર્શન 8:30 કલાકે, શ્રીજી શયન અનોસર (દર્શન બંધ) 9:00 કલાકે.

શ્રીજીના જન્મોત્સવ દર્શન સમય રાત્રે
શ્રીજી જન્મોત્સવની આરતી દર્શન 12:00 કલાકે, શ્રીજી શયન (દર્શન બંધ)

શ્રીજીના દર્શન સવારે
શ્રીજીના પારણા ઉત્સવ દર્શન 07:00 કલાકે, અનોસર (દર્શન બંધ) 10:30 કલાકે, સવારના 10:30થી સાંજના 5:00 વાગ્યા સુધી(દર્શન) મંદિર બંધ રહેશે.

શ્રીજીના દર્શનનાં સમયનો સાંજનો ક્રમ
ઉત્થાપન દર્શન 5:00 કલાકે, નિત્યક્રમ મુજબ દર્શન 5:00 થી 6:00 કલાકે, શ્રીજીની બંધ પડદે અભિષેક પૂજા (પટ / દર્શન બંધ રહેશે) 6:00 થી 7:00 કલાકે, શ્રીજીના દર્શન 7:00 થી 7:30 કલાકે, શ્રીજીની સંધ્યા આરતી દર્શન 7:30 કલાકે, શ્રીજીને શયન ભોગ 8:10 કલાકે, શ્રીજીની શયન આરતી દર્શન 8:30 કલાકે, શ્રીજી શયન (દર્શન બંધ) 9:30 કલાકે.