Devbhumi Dwarka: યાત્રાધામ દ્વારકામાં શરદ પૂનમ નિમિત્તે ભવ્ય રાસોત્સવનું આયોજન, 6 ઓક્ટોબરે મંદિરના સમયમાં ફેરફાર

6 ઓક્ટોબરે રાતે 8 થી 10 વાગ્યા દરમિયાન દ્વારકાધીશ જગત મંદિર પરિસરમાં આયોજિત રાસોત્સવમાં મોટી સંખ્યામાં ભક્તો જોડાશે.

By: Sanket ParekhEdited By:Sanket ParekhPublish Date: Fri, 03 Oct 2025 08:54 PM (IST)Updated: Fri, 03 Oct 2025 08:54 PM (IST)
devbhumi-dwarka-news-dandiya-raasostav-held-in-dwarkadhish-temple-on-sharad-purnima-2025
HIGHLIGHTS
  • સવારે સાડા 6 કલાકે મંગળ આરતી કરવામાં આવશે
  • 7 ઓક્ટોબરે શરદ પૂનમે મંદિર રાબેતા મુજબ ખુલ્લું રહેશે

Devbhumi Dwarka: યાત્રાધામ દ્વારકા (Dwarkadhish Temple) ખાતે શરદ પૂનમની ભવ્ય ઉજવણી માટે તૈયારીઓ પૂર્ણ થઈ ગઈ છે. જોકે, પૂર્ણિમા(Sharad Purnima 2025) ની તારીખ 7મી ઓક્ટોબરના રોજ છે, પરંતુ રાસોત્સવની ઉજવણી તેના આગલા દિવસે એટલે કે 6ઠ્ઠી ઓક્ટોબર, 2025ના રોજ કરવામાં આવશે.

રાસોત્સવને ધ્યાને લઈને જગત મંદિર દ્વારકાધીશના દર્શન અને નિત્યક્રમના સમયમાં ફેરફાર કરવામાં આવ્યો છે.શરદ પૂનમના આગલા દિવસે એટલે કે 6 ઓક્ટોબરના રોજ દ્વારકાધીશ જગત મંદિરના સમયમાં નીચે મુજબ ફેરફાર કરાયો છે.

  • મંગલા આરતી: સવારે 6:30 કલાકે મંગલા આરતી કરવામાં આવશે. મંગલા આરતી બાદ મંદિરના સવારથી સાંજ સુધીના તમામ નિત્યક્રમ રાબેતા મુજબ ચાલુ રહેશે.
  • ભવ્ય શરદ રાસોત્સવ: 6 ઓક્ટોબરના રાત્રે 8 થી 10 વાગ્યા દરમિયાન દ્વારકાધીશ જગત મંદિર પરિસરમાં ભવ્ય શરદ રાસોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં મોટી સંખ્યામાં ભક્તો જોડાશે.

બીજા દિવસે એટલે કે 7 ઓક્ટોબરના રોજ શરદ પૂનમ નિમિત્તે દ્વારકાધીશ જગત મંદિરના તમામ કાર્યક્રમો અને નિત્યક્રમ રાબેતા મુજબ ભક્તો માટે ચાલુ રહેશે.

ભક્તોને વિનંતી કરવામાં આવી છે કે, તેઓ 6ઠ્ઠી ઓક્ટોબરના રોજ રાસોત્સવને ધ્યાને લઇને મંદિરના સમયપત્રક મુજબ દર્શનનો લાભ લે.

'ઘર મંદિર' એપ્લિકેશન દ્વારકા મંદિર ટ્રસ્ટની નથી
અગાઉ જન્માષ્ટમી પર્વ વખતે દ્વારકાધીશ મંદિર ટ્રસ્ટ દ્વારા ભક્તો માટે એક અગત્યની સૂચના જારી કરવામાં આવી હતી. જેમાં ઘરે બેઠા જન્માષ્ટમીનો પ્રસાદ પહોંચાડવાનો દાવો કરતી 'ઘર મંદિર' નામની એપ્લિકેશનને મંદિર સાથે કોઈ સબંધ ના હોવાનું જણાવવામાં આવ્યું હતુ.

આ સાથે જ મંદિર ટ્રસ્ટના સત્તાધીશોએ ભક્તોને આ પ્રકારના ઑનલાઈન દાવાથી સાવધ રહેવાની અપીલ કરતા જણાવ્યું હતું કે, તેઓ કોઈને પણ ઑનલાઈન પ્રસાદ મોકલતા નથી કે આવી કોઈ સેવા પણ ચલાવતા નથી. આથી ભાવિક ભક્તોએ આવી કોઈ લાલચમાં ફસાઈને ઑનલાઈન પેમેન્ટ ના કરવું જોઈએ.