Gujarat Rain Report: ગુજરાતના 11 તાલુકામાં વરસાદી ઝાપટા, અમરેલીના લીલીયામાં સૌથી વધુ 26 મીમી વરસાદ; જાણો વરસાદી આંકડા

છેલ્લા 24 કલાક દરમિયાન રાજ્યના 11 તાલુકામાં હળવા વરસાદી ઝાપટા પડ્યા હતા.

By: Purvalak DabhiEdited By:Purvalak DabhiPublish Date: Fri, 11 Sep 2026 07:46 AM (IST)Updated: Fri, 11 Sep 2026 07:46 AM (IST)
gujarat-rain-report-today-11-september-amreli-lilia-receive-highest-26-mm-rainfall-monsoon-2026
Gujarat Rain Report, 11 September

Gujarat Rain Report, 11 September: સ્ટેટ ઈમરજન્સી ઓપરેશન સેન્ટર (SEOC), ગાંધીનગર દ્વારા જાહેર કરવામાં આવેલા સત્તાવાર વરસાદી આંકડા અનુસાર, 10 સપ્ટેમ્બર સવારે 6:00 વાગ્યાથી 11 સપ્ટેમ્બર સવારે 6:00 વાગ્યા સુધીના 24 કલાકના સમયગાળા દરમિયાન ગુજરાતના 11 તાલુકામાં વરસાદ નોંધાયો છે. આ સમયગાળા દરમિયાન સૌરાષ્ટ્ર, દેવભૂમિ દ્વારકા, દક્ષિણ ગુજરાત અને કચ્છના વિવિધ ભાગોમાં હળવાથી મધ્યમ વરસાદી ઝાપટાં પડ્યા છે.

અમરેલીના લીલીયામાં સૌથી વધુ વરસાદ

રાજ્યમાં છેલ્લા 24 કલાક દરમિયાન સૌથી વધુ વરસાદ અમરેલી જિલ્લાના લીલીયા તાલુકામાં 26 મીમી નોંધાયો છે. બીજા ક્રમે દેવભૂમિ દ્વારકા જિલ્લાના કલ્યાણપુર તાલુકામાં 8 મીમી વરસાદ નોંધાયો છે. આ ઉપરાંત રાજકોટ જિલ્લાના ઉપલેટામાં 7 મીમી, દેવભૂમિ દ્વારકાના ભાનવડમાં 6 મીમી અને વલસાડ જિલ્લાના ધરમપુરમાં 5 મીમી વરસાદ વરસ્યો હતો.

અન્ય તાલુકામાં નોંધાયેલ વરસાદની વિગતો

નોંધાયેલા આંકડા મુજબ જામનગર જિલ્લાના લાલપુર અને પોરબંદરના રાણાવાવ તાલુકામાં 3-3 મીમી વરસાદ નોંધાયો હતો. તેમજ વલસાડના કાપ્રાડા અને દેવભૂમિ દ્વારકાના ઓખા મંડળ તાલુકામાં 2-2 મીમી વરસાદ પડ્યો હતો. આ સિવાય કચ્છ જિલ્લાના માંડવી અને વલસાડ જિલ્લાના નાનાપોંઢા તાલુકામાં 1-1 મીમી હળવો વરસાદ નોંધાયો છે.