Neech Bhang Rajyog 2025: દૈત્યોનો ગુરુ ગણાતા શુક્ર ગ્રહનું જ્યોતિષમાં આગવું મહત્ત્વ છે. શુક્રને ધન, વૈભવ, પ્રેમ, આકર્ષણ, લગ્ન, ભોગ-વિલાસના કારક માનવામાં આવે છે. શુક્ર ગ્રહ કોઈ એક રાશિમાં લગભગ 26 દિવસ સુધી રહે છે. જેના પરિણામે શુક્ર ગ્રહને 12 રાશિઓનું ચક્ર પુરું કરીને ફરીથી તેજ રાશિમાં પરત ફરવામાં લગભગ 1 વર્ષ જેટલો સમય લાગે છે.
વૈદિક જ્યોતિષ શાસ્ત્ર અનુસાર, આગામી 9 ઓક્ટોબરના રોજ ધનના દાતા શુક્ર 10:55 કલાકે બુધની રાશિ કન્યામાં પ્રવેશ કરવા જઈ રહ્યા છે. શુક્રની નીચ રાશિ હોાના કારણે તેનો પ્રભાવ ઓછો થઈ જાય છે. જો કે કન્યા રાશિમાં ગ્રહોના રાજા સૂર્ય પણ હોવાથી નીચ ભંગ રાજયોગ બની રહ્યો છે.
શુક્ર અને સૂર્યની યુતિથી બનતી આ દુર્લભ યુતિને પરિણામે કેટલીક રાશિના જાતકો ઉપર શુક્રની સાથે-સાથે સૂર્ય દેવની પણ અપાર કૃપા વરસશે. તો ચાલો જાણીએ કંઈ છે આ લકી રાશિઓ…
- કન્યા: આ રાશિના લગ્ન ભાવમાં નીચ ભંગ રાજયોગ બની રહ્યો છે. જેનાથી આ રાશિના જાતકોને દરેક ક્ષેત્રમાં અણધારી સફળતા મળી શકે છે. દામ્પત્યજીવનમાં મધુરતા જળવાઈ રહેશે. લાંબા સમયથી ઘોંચમાં પડેલા વિવાહ વગેરેના કામ ઉકેલાશે. નોકરી શોધી રહેલા જાતકોની તલાશનો અંત આવશે. જીવનસાથી સાથે સારો સમય પસાર કરી શકશો. નોકરીમાં તાણ ઓછી થાય, મોટું પદ મળી શકે છે. વેપારમાં સારો એવો નફો મળી શકે છે. સ્વાસ્થ્ય પણ એકંદરે સારૂં રહેશે.
- સિંહ: શુક્ર-સૂર્યની યુતિ આ રાશિના જાતકો માટે પણ લાભકારી સિદ્ધ થશે. આ રાશિના બીજા ભાવમાં નીચ ભંગ રાજયોગ બની રહ્યો છે. જેનાથી આ રાશિના જાતકોના પરિવારમાં શુભ કાર્ય થઈ શકે છે. લગ્નોત્સુકો માટે આનંદમય માહોલ સર્જાય. સમાજમાં તમારી માન-પ્રતિષ્ઠા વધશે. આવકની નવી દિશા ખુલશે. મિત્રો સાથે સારો સમય વીતાવી શકશો. વર્ષોથી અટકેલી ઉઘરાણી પરત મળી શકે છે.
- વૃશ્વિક: આ રાશિના એકદશ ભાવમાં નીચ ભંગ રાજયોગનું નિર્માણ થઈ રહ્યું છે. જાતકોને ધંધામાં નવું સાહસ કરવાથી આર્થિક ફાયદો થાય.મુશ્કેલીમાંથી આપોઆપ માર્ગ મળતો જશે. વિલંબ બાદ ધાર્યું કામ પાર પડતું જણાય.નવા રોકાણો અને આર્થિક પ્રગતિ માટે શુભ સમય છે. નોકરિયાત વર્ગને કાર્યસ્થળે માન, પ્રભાવ અને પ્રતિષ્ઠા વધશે.
Disclaimer: આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી/સામગ્રી/ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની ખાતરી આપવામાં આવતી નથી. આ માહિતી વિવિધ માધ્યમો / જ્યોતિષીઓ / પંચાંગો / પ્રવચનો / માન્યતાઓ / શાસ્ત્રોમાંથી એકત્રિત કરીને તમારા સુધી લાવવામાં આવી છે. અમારો હેતુ માત્ર માહિતી પ્રસારિત કરવાનો છે, તેના વપરાશકર્તાઓએ તેને માત્ર માહિતી તરીકે લેવી જોઈએ. વધુમાં, વપરાશકર્તા પોતે તેના કોઈપણ ઉપયોગ માટે જવાબદાર રહેશે. ગુજરાતી જાગરણ આની પુષ્ટિ કરતુ નથી. તમારો અભિપ્રાય અમને gujaratijagran@jagrannewmedia.com પર મોકલી શકો છો.
