Chandra Gochar 2025: અગિયારસે ચંદ્રનું ગોચર 2 રાશિની કિસ્મત સોના જેમ ચમકાવશે, ભગવાન વિષ્ણુની કૃપાથી જાતકોનું ધાર્યું કામ પાર પડશે

હાલ ચંદ્ર મકર રાશિમાં બિરાજમાન છે. જ્યાંથી શુક્રવારે મોડી રાતે 3:43 કલાકે ચંદ્ર કુંભ રાશિમાં ગોચર કરશે, જ્યાં તે બે દિવસ બિરાજમાન રહી છઠ્ઠીએ મીનમાં ગોચર કરશે.

By: Sanket ParekhEdited By:Sanket ParekhPublish Date: Thu, 02 Oct 2025 10:39 PM (IST)Updated: Thu, 02 Oct 2025 10:39 PM (IST)
chandra-gochar-2025-on-papankusha-ekadashi-2025-lucky-for-these-2-zodiac-sign
HIGHLIGHTS
  • પાપાકુંશા એકાદશીએ ચંદ્ર કુંભ રાશિમાં ગોચર કરશે

Chandra Gochar 2025: વૈદિક પંચાગ પ્રમાણે જોઈએ તો, 3 ઓક્ટોબર શુક્રવારના રોજ પાપાકુંશા એકાદશી છે. આ પર્વ દર વર્ષે આસો મહિનામાં મનાવવામાં આવે છે. આ શુભ અવસર પર લક્ષ્મી નારાયણની પૂજા કરવામાં આવે છે. આ સાથે જ અગિયારસનું વ્રત પણ રાખવામાં આવે છે. આ દિવસે ભગવાન વિષ્ણુની પૂજા કરવાથી ભક્તોના તમામ દુઃખ અને સંકટ દૂર થઈ જાય છે.

જ્યોતિષિઓનું માનીએ તો, 3 ઓક્ટોબરના રોજ ચંદ્ર દેવ રાશિ પરિવર્તન કરવાના છે. શુક્રવારે મોડી રાતે 3:43 મિનિટે ચંદ્ર રાશિ પરિવર્તન કરશે. હાલના સમયમાં ચંદ્ર દેવ મકર રાશિમાં બિરાજમાન છે, જ્યાંથી નીકળીને તે કુંભ રાશિમાં ગોચર કરશે. કુંભ રાશિમાં ચંદ્ર આગામી 2 દિવસો સુધી રહશે અને પછી 6 ઓક્ટોબરે મીન રાશિમાં ગોચર કરશે.

ચંદ્રનું આ રાશિ પરિવર્તન બે રાશિના જાતકો માટે અત્યંત લાભદાયી રહેવાનું છે. આ બન્ને લકી રાશિના જાતકોને માનસિક તણાવમાંથી મુક્તિ મળશે. આ સાથે જ તેમની આર્થિક સ્થિતિ પણ મજબૂત બનશે. તો ચાલો જાણીએ કંઈ છે તે બે લકી રાશિઓ..

મેષ: ચંદ્રના રાશિ પરિવર્તનથી આ રાશિના જાતકોને જીવનમાં પોઝિટિવ પરિવર્તન જોવા મળી શકે છે. તમારું વર્ષોથી અટકેલું કોઈ કામ પુરુ થઈ શકે છે. આકસ્મિક ધનલાભ થઈ શકે છે. ઘરમાં કોઈ શુભ પ્રસંગના યોગ બની રહ્યા છે. જાતકોને માનસિક તણાવમાંથી મુક્તિ મળશે. વડીલોનો સહકાર મળી રહેશે.

નોકરિયાત વર્ગ પોતાની આવડતનો શ્રેષ્ઠ ઉપયોગ કરી સરળતાથી સફળતાની સીડી ચઢી શકશે. મહેનતથી સારા પરિણામની આશા ફરીથી જીવંત થાય. જાતકોએ પોતાની વાણી પણ સંયમ રાખવો હિતાવહ રહેશે. સફેદ વસ્તુઓનું દાન કરવાથી ચંદ્ર દેવની અપાર કૃપા વરસશે.

મકર: ચંદ્ર દેવનું કુંભ રાશિમાં ગોચર આ રાશિના જાતકોને પણ અત્યંત લાભકારી સિદ્ધ થશે. તમારી આર્થિક સ્થિત મજબૂત બનશે. કોઈ મોટી સિદ્ધિ હાંસલ કરી શકો છો. તમારી મનોકામના પૂર્ણ થવાના પુરા ચાન્સ છે. ભાઈ-ભાંડુનો સાથ સહકાર મળી રહેશે.

નોકરિયાત વર્ગને કામકાજના સ્થળે તમારી કામગીરી અને કરેલા નિર્ણય સરાહનીય બનશે. ધાર્મિક યાત્રાના યોગ બની રહ્યા છે. વેપાર-ધંધામાં પણ પ્રગતિ જણાશે. ભગવાન વિષ્ણુની કૃપાથી તમારા હાથમાંથી ગયેલી તકો પાછી આવતી જણાશે. મકર રાશિના જાતકોએ પણ પાપાકુંશા એકાદશીએ સફેદ વસ્તુનું દાન કરવું જોઈએ.

Disclaimer: આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી/સામગ્રી/ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની ખાતરી આપવામાં આવતી નથી. આ માહિતી વિવિધ માધ્યમો / જ્યોતિષીઓ / પંચાંગો / પ્રવચનો / માન્યતાઓ / શાસ્ત્રોમાંથી એકત્રિત કરીને તમારા સુધી લાવવામાં આવી છે. અમારો હેતુ માત્ર માહિતી પ્રસારિત કરવાનો છે, તેના વપરાશકર્તાઓએ તેને માત્ર માહિતી તરીકે લેવી જોઈએ. વધુમાં, વપરાશકર્તા પોતે તેના કોઈપણ ઉપયોગ માટે જવાબદાર રહેશે. ગુજરાતી જાગરણ આની પુષ્ટિ કરતુ નથી. તમારો અભિપ્રાય અમને gujaratijagran@jagrannewmedia.com પર મોકલી શકો છો.