શતામૃત મહોત્સવમાં દાદાની સેવામાં આવેલી ઘૃવીની કહાની સાંભળી તમે કહેશો કે મારાથી સેવાનો મોકો ચૂકાઈ ગયો

By: Gujarati JagranEdited By:Gujarati JagranPublish Date: Tue, 21 Nov 2023 06:17 PM (IST)Updated: Thu, 23 Nov 2023 01:10 PM (IST)
salangpur-shatamrut-mahotsav-2023-know-story-of-druvi-dayani
HIGHLIGHTS
  • સાળંગપુરમાં 16 થી 22 નવેમ્બર શતામૃત મહોત્વસ યોજાયો છે.
  • શ્રીકષ્ટભંજનદેવ હનુમાનજી મંદિરમાં દાદાની પ્રતિષ્ઠાનો 175મો શતામૃત મહોત્સવ ભવ્ય રીતે ઉજવાયો છે.
  • 100 વિધામાં અનેક આકર્ષણો ઉભા કરાયા છે.

Salangpur shatamrut Mahotsav 2023: એક હાથ નથી તો શું થયું હૈયામાં હામ તો છે! શતામૃત મહોત્સવમાં દાદાની સેવામાં આવેલી ધ્રુવીની કહાની સાંભળી તમે કહેશો કે મારાથી સેવાનો મોકો ચૂકાઈ ગયો. ધ્રુવી એક હાથ ન હોવા છતાં દિવસ રાત આ મહોત્સવમાં સેવા આપી રહી છે.

દાદાની સેવા અંગે શું કહ્યું ધ્રુવીએ
મારા મમ્મીએ કહ્યું કે તું સેવા કરવા માટે જા, આવો અવસર તને કોઈ દિવસ નહીં મળે. એમના આભારે હું અહીં આવી છું. અહીં આવીને મને સ્વયમ સેવકો, સ્વામી અને યજમાનોએ એટલા આશીર્વાદ આપ્યા છે કે આખા જીવનમાં મારે હવે કોઈની જરૂર નહીં પડે. અહીં બધા સાથે મને ખુબ મજા આવી. આ ઉત્સવમાં મારો જન્મ દિવસ પણ આવ્યો હતો. આ જન્મ દિવસ મારા જીવનનો બેસ્ટ જન્મદિવસ રહ્યો છે. અહીં ધામધૂમથી જન્મ દિવસ ઉજવાયો હતો.

naidunia_image

સાળંગપુરમાં સેવા આપતા વ્યવસ્થાપકે કહ્યું હતું કે ધ્રુવી વેલકમ ઓફિસમાં સેવા આપી રહી છે. તે કોમ્પ્યુટરમાં માસ્ટર છે. આઈટી સેક્ટરમાં નોકરી કરે છે. આ ઓફિસમાં તે મોટી જવાબદારી સંભાળી રહી છે. સવારે સાત વાગ્યે આવે અને રાતે 11 વાગ્યે જાય. આ ઉપરાંત રાતે 11થી 12 તે રંગોળીની સેવા આપે છે.

naidunia_image

તેમણે વધુમાં કહ્યું હતું કે આ સેવાનું ફળ દાદા કોઈનું પાસે રાખતા નથી. એનું જીવતું જાગતું ઉદાહરણ અહીં જોવા મળ્યું. દાદાના દર્શન કરવા પદ્મશ્રી કનુભાઈ ટેલર આ મહોત્સવમાં આવ્યા હતા. તેમણે આ દીકરીને જોઈ. આ દીકરીને મળી કનુભાઈએ કહ્યું કે આજથી તારા પપ્પા હું છું અને તારો ભાઈ પણ હું છું. હું તને સારામાં સારી નોકરીએ લગાવી દઈશ.

ઝડપી અને વિશ્વસનીય સમાચારો માટે ડાઉનલોડ કરો ગુજરાતી જાગરણની ન્યૂઝ એપ.