Botad: જોબનપુત્રા પરિવાર દ્વારા સાળંગપુરમાં ત્રિ-દિનાત્મક હનુમાન કથાનું આયોજન, શોભાયાત્રા સાથે ભક્તિમય શુભારંભ

હનુમાનજીનું જીવન માત્ર એક કથા નથી, પરંતુ તે દરેક પેઢી માટે શક્તિ, ભક્તિ અને સમર્પણનો અમૂલ્ય સ્ત્રોત છે: શાસ્ત્રી દર્શનપ્રિય દાસજી

By: Sanket ParekhEdited By:Sanket ParekhPublish Date: Thu, 19 Mar 2026 06:53 PM (IST)Updated: Thu, 19 Mar 2026 06:53 PM (IST)
botad-news-three-day-hanuman-charitra-katha-starts-at-salangpur
HIGHLIGHTS
  • મંદિર પરિસર જય કષ્ટભંજન અને જય હનુમાનના ગગનભેદી નાદથી ગુંજી ઉઠ્યું

Botad: વિશ્વપ્રસિદ્ધ શ્રીકષ્ટભંજન દેવના પવિત્ર ધામ સાળંગપુર ખાતે આજથી ભક્તિ અને શ્રદ્ધાના ત્રિવેણી સંગમ સમાન ત્રિ-દિનાત્મક ‘શ્રી હનુમાન ચરિત્ર કથા’નો મંગલ પ્રારંભ થયો છે. જોબનપુત્રા પરિવાર દ્વારા આયોજિત આ કથાના પ્રથમ દિવસે ભવ્ય શોભાયાત્રા અને દીપ પ્રાગટ્ય વિધિ સાથે વાતાવરણ ભક્તિમય બની ગયું હતું.

naidunia_image

શાસ્ત્રીજીની અમૃતવાણીનો લ્હાવો

કથાના મુખ્ય વક્તા શાસ્ત્રી દર્શનપ્રિયદાસજી પોતાની મધુર અને પ્રભાવશાળી શૈલીમાં હનુમાનજીના જીવનના ઉચ્ચ આદર્શો, તેમની નિઃસ્વાર્થ ભક્તિ અને અપ્રતિમ સેવાનો મહિમા સમજાવી રહ્યા છે. ભક્તોને હનુમંત ચરિત્રનું રસપાન કરાવતા શાસ્ત્રીજીએ જણાવ્યું હતું કે, હનુમાનજીનું જીવન માત્ર એક કથા નથી, પરંતુ તે દરેક પેઢી માટે શક્તિ, ભક્તિ અને સમર્પણનો અમૂલ્ય સ્ત્રોત છે.

naidunia_image

આ કથા આગામી 21 માર્ચ સુધી ચાલવાની છે. જેમાં ભક્તો માટે સવારે 9 થી 11 કલાક અને સાંજે 3:30 થી 6:30 એમ બે સત્રો રાખવામાં આવ્યા છે. ભક્તિમય માહોલ જોબનપુત્રા પરિવાર અને સાળંગપુર ધામના હજારો ભક્તો શ્રદ્ધાપૂર્વક કથા શ્રવણનો લાભ લઈ રહ્યા છે.

naidunia_image

સમગ્ર મંદિર પરિસર ‘જય કષ્ટભંજન’ અને ‘જય હનુમાન’ના ગગનભેદી નાદથી ગુંજી ઉઠ્યું છે. આયોજકો દ્વારા કથામાં આવતા તમામ શ્રદ્ધાળુઓ માટે સુચારુ વ્યવસ્થા કરવામાં આવી છે.