Bhimnath Mahadev Mela 2026: ભીમનાથ ખાતે યોજાનાર પવિત્ર ભીમનાથ મહાદેવ ધાર્મિક મેળામાં આવતા-જતા લાખો શ્રદ્ધાળુઓની સુવિધા અને સુગમ મુસાફરી માટે પશ્ચિમ રેલવે દ્વારા મહત્વપૂર્ણ નિર્ણય લેવાયો છે. ભાવનગર મંડળ દ્વારા ભીમનાથ સ્ટેશન પર યાત્રીઓ માટે વિશેષ રેલ સેવા ઉપલબ્ધ કરાવવામાં આવી છે, જેનાથી ભક્તોને ધાર્મિક સ્થળે પહોંચવામાં ઘણી રાહત મળશે.
ભાવનગર-સાબરમતી ઇન્ટરસિટીને 2 દિવસનું હંગામી સ્ટોપેજ
મંડળ રેલ પ્રબંધક (ભાવનગર) દિનેશ વર્માના માર્ગદર્શન હેઠળ શ્રદ્ધાળુઓની સુવિધાને સર્વોચ્ચ પ્રાથમિકતા આપવામાં આવી છે. ભાવનગર મંડળના વરિષ્ઠ મંડળ વાણિજ્ય પ્રબંધક અતુલ કુમાર ત્રિપાઠીએ જણાવ્યા અનુસાર-
ટ્રેન નંબર 20965/20966 (ભાવનગર–સાબરમતી ઇન્ટરસિટી એક્સપ્રેસ): આ ટ્રેનને 11 સપ્ટેમ્બર 2026 (શુક્રવાર) થી 12 સપ્ટેમ્બર 2026 (શનિવાર) સુધી બે દિવસ માટે ભીમનાથ સ્ટેશન પર હંગામી ધોરણે (Temporary Stoppage) રોકવામાં આવશે.
3 પેસેન્જર ટ્રેનોના સ્ટોપેજ સમયમાં પણ વધારો
મેળા દરમિયાન સ્ટેશન પર વધતી ભીડને ધ્યાને રાખીને મુસાફરો આરામથી ઉતરી અને ચઢી શકે તે માટે 3 દૈનિક પેસેન્જર ટ્રેનોનો ભીમનાથ સ્ટેશને રોકાણ સમય 1 મિનિટથી વધારીને 2 મિનિટ કરવામાં આવ્યો છે.
- 59237/59238 ગાંધીગ્રામ–બોટાદ–ગાંધીગ્રામ દૈનિક પેસેન્જર
- 59553/59554 ગાંધીગ્રામ–બોટાદ–ગાંધીગ્રામ દૈનિક પેસેન્જર
- 59555/59556 ગાંધીગ્રામ–બોટાદ–ગાંધીગ્રામ દૈનિક પેસેન્જર
શ્રદ્ધાળુઓને મળશે સુગમ અને આરામદાયક મુસાફરીનો લાભ
રેલવે વિભાગ દ્વારા કરવામાં આવેલી આ ખાસ વ્યવસ્થાથી ભીમનાથ મહાદેવ મેળામાં દર્શનાર્થે આવતા ભક્તોને શ્રેષ્ઠ રેલ કનેક્ટિવિટી મળશે. પશ્ચિમ રેલવે (ભાવનગર મંડળ) હંમેશા ધાર્મિક અને સામાજિક પ્રસંગોએ મુસાફરોની જરૂરિયાત મુજબ આવી સુવિધાઓ પૂરી પાડે છે, જેથી યાત્રાળુઓની સફર સુરક્ષિત અને સુખદ બને.
