PHOTO: સાળંગપુરધામમાં લાભ પાંચમ અને કારતક માસના પ્રથમ શનિવારે ભક્તોનું મહેરામણ, કષ્ટભંજન દાદાને કરાયો અલૌકિક શણગાર

સાળંગપુર કષ્ટભંજનદેવ હનુમાનજી મંદિરમાં લાભ પાંચમ અને કાર્તિક માસના પ્રથમ શનિવારે ભક્તિમય માહોલ છવાયો હતો. દાદાને દિવ્ય શણગાર અને અન્નકૂટ ધરાવાયો, જેના દર્શન માટે હજારો ભક્તો ઉમટી પડ્યા હતા.

By: Sanket ParekhEdited By:Sanket ParekhPublish Date: Sat, 14 Nov 2026 04:19 PM (IST)Updated: Sat, 14 Nov 2026 04:19 PM (IST)
botad-news-devotees-throng-salangpur-dham-on-labh-panchamirst-saturday-of-kartik-kashtbhanjan-dev-adorned-in-divine-shringar

Botad: શ્રી સ્વામિનારાયણ મંદિર વડતાલધામ સંચાલિત સુપ્રસિદ્ધ યાત્રાધામ સાળંગપુર સ્થિત શ્રી કષ્ટભંજનદેવ હનુમાનજી મંદિર (Kashtbhanjan Dev Temple) ખાતે કારતક સુદ પાંચમ એટલે કે ‘લાભ પાંચમ’ અને પવિત્ર કાર્તિક માસના પ્રથમ શનિવારના શુભ સંયોગ પર 14 નવેમ્બર 2026ના રોજ અદ્દભૂત ભક્તિમય માહોલ સર્જાયો હતો.

આ પવિત્ર પ્રસંગે હનુમાનજી મહારાજને અલૌકિક દિવ્ય શણગાર કરવામાં આવ્યો હતો અને દાદાના દર્શન માટે વહેલી સવારથી જ શ્રદ્ધાળુઓનો અવિરત પ્રવાહ ઉમટી પડ્યો હતો.

રિયલ ડાયમંડ મુગટ, વિશેષ વાઘા અને અન્નકૂટ ધરાવાયો

શાસ્ત્રી સ્વામી હરિપ્રકાશદાસજી (અથાણાવાળા)ની પ્રેરણા તેમજ કોઠારી વિવેકસાગરદાસજી સ્વામીના માર્ગદર્શન હેઠળ શ્રી કષ્ટભંજનદેવ હનુમાનજી દાદાને ઊનના પતંગિયા અને સૂર્યમુખી આકારની સુંદર ભાતવાળા દિવ્ય વાઘા તથા રિયલ ડાયમંડના ભવ્ય મુગટથી શણગારવામાં આવ્યા હતા. આ સાથે જ દાદાના સાનિધ્યમાં વિવિધ પ્રકારની મનોહર મીઠાઈઓનો અન્નકૂટ ધરાવવામાં આવ્યો હતો.

naidunia_image

વહેલી સવારે ભવ્ય દિવ્ય આરતી

સવારે 05:30 કલાકે મંદિરના કોઠારી વિવેકસાગરદાસજી સ્વામી દ્વારા દાદાની મંગળા આરતી કરવામાં આવી હતી. જે બાદ સવારે 07:00 કલાકે વડતાલ ગાદી પીઠાધિપતિ આચાર્ય મહારાજ રાકેશપ્રસાદ તથા શાસ્ત્રી સ્વામી હરિપ્રકાશદાસજી (અથાણાવાળા) દ્વારા દિવ્ય શણગાર આરતી ઉતારવામાં આવી હતી. દાદાના આ અલૌકિક શણગાર દર્શન કરીને ભક્તો ધન્યતા અનુભવી રહ્યા હતા.

naidunia_image

'જય શ્રી રામ' ના નારાથી ગુંજી ઉઠ્યું ધામ

લાભ પાંચમ અને પવિત્ર કાર્તિક માસના પ્રથમ શનિવારના આ મહાપર્વ પર નાના બાળકોથી લઈને વડીલો સુધીના તમામ શ્રદ્ધાળુઓએ ઉમંગભેર ભાગ લીધો હતો. સમગ્ર મંદિર પરિસર ‘જય શ્રી રામ’ અને ‘જય શ્રી કષ્ટભંજન દેવ’ ના જયઘોષથી ગુંજી ઉઠ્યું હતું.

naidunia_image

ભક્તો માટે સુંદર વ્યવસ્થા


મંદિરે આવનાર તમામ દર્શનાર્થીઓને કોઈ અગવડ ન પડે તે માટે મંદિર પ્રશાસન દ્વારા સુવ્યવસ્થિત દર્શન લાઇન, કડક સુરક્ષા વ્યવસ્થા, વિશાળ પાર્કિંગ અને મહાપ્રસાદની સુંદર વ્યવસ્થા ગોઠવવામાં આવી હતી.

naidunia_image