Yogi Devnath Bapu Kutch: ગાયને રાજ્ય માતાનો દરજ્જો અપવાવા માટે કચ્છમાં એકલધામના મહંત દેવનાથ બાપુ છેલ્લા 9 દિવસથી અનશન પર બેઠા છે અને જ્યાં સુધી ગાયને રાજ્ય માતાનો દરજ્જો આપવામાં નહીં આવે ત્યાં સુધી આ અનશન ચાલુ રહેશે તેવી ચિમકી ઉચ્ચારી છે. દેવનાથ બાપુને અન્ય સંતો-મહંતોનુ પણ સમર્થન મળ્યું છે, ત્યારે અહેવાલ મળી રહ્યાં છેકે, કચ્છના ચૂંટાયેલા પ્રતિનિધિઓ સરકાર વતી મહંત સાથે મંત્રણા કરી શકે છે અને પારણા કરાવી શકે છે.
25 ઓગસ્ટથી અનશન પર બેઠા છે મહંત
ગત 25 ઓગસ્ટથી એકલધામના મહંત દેવનાથ બાપુ અનશન પર બેઠા છે. ગૌ માતાને રાજ્ય માતાનો દરજ્જો અપાવવા માટે શરૂ કરવામાં આવેલા આ અનશન ઉપવાસનો આજે નવમો દિવસ છે. મહંતના આ ઉપવાસને અન્ય સાધુ-સંતો, મહંતો દ્વારા પણ સમર્થન મળ્યું છે. સૌ કોઇ ઇચ્છી રહ્યાં છેકે, રાજ્ય સરકાર દ્વારા ગૌ માતાને રાજ્ય માતાનો દરજ્જો આપવામાં આવે. જ્યાં સુધી આ માગ નહીં સ્વીકારય ત્યાં સુધી આ અનશન ચાલુ રહેશે તેવી મહંત દ્વારા ચીમકી પણ ઉચ્ચારવામાં આવી છે.
જ્યાં સુધી રાજ્ય માતાનો દરજ્જો નહીં મળે ત્યાં સુધી ઉપવાસ પરઃ મહંત
મહંતે જણાવ્યું છેકે અમે કચ્છના સંતો,સનાતનીઓ ઘણા ટાઈમથી સરકારને માંગણી કરીએ છીએ કે ગુજરાતની અંદર 80% ગાય માતાને માનવા વાળો સમાજ છે. ગૌ માતાને પૂજે છે. ગાય માતાને રાજ્ય માતાનો દરજ્જો આપો. પણ સરકાર તરફથી કોઈપણ કોઈ રિસ્પોન્સ નથી આવ્યો. સંતો અને સનાતનીઓએ નક્કી કર્યું છે કે ગુજરાતની અંદર જ્યાં સુધી ગૌ માતાને રાજ્ય માતાનો દરજ્જો નહીં મળે ત્યાં સુધી અમે આ ઉપવાસથી ઉઠશું નહીં. ત્યાં સુધી અમારા ઉપવાસ ચાલુ રહેશે.
તેમણે વધુમાં જણાવ્યું કે, કદાચ ઉપવાસ કરતાં કરતાં અમારા પ્રાણ વ્યાજ આવશે તો પણ અમને કોઈ ચિંતા નથી. કેમ કે ગૌ માતા માટે અમારા હજારો બલિદાન પહેલે આપેલા છે સનાતનીઓએ અમારા પૂર્વજો હજારો બલિદાન આપેલા છે. અમારો પણ બલિદાન થઈ જાશે અને અમને કોઈ ચિંતા નથી. એટલા માટે જ્યાં સુધી ગૌ માતાને રાજ્ય માતાનો દરજજો નહીં મળે ત્યાં સુધી અહીંયા અમે ઊભા નથી થવાના.
કચ્છના ચૂંટાયેલા પ્રતિનિધિઓ આજે કરાવી શકે છે પારણા
એક તરફ જ્યાં કચ્છમાં એકલધામના મહંત અનશન ઉપવાસ પર બેઠા છે. ત્યાં બીજી તરફ એવા અહેવાલ મળી રહ્યાં છેકે, આજે બપોર સુધીમાં અનશન ઉપવાસનો અંત આવી શકે છે. સરકાર સાથે મંત્રણા થઇ છે અને બપોર સુધીમાં બાહેધરી સાથે કચ્છના ચૂંટાયેલા પ્રતિનિધિઓ એકલધામના મહંતને મળી શકે છે અને પારણા કરાવી શકે છે.