Kutch Earthquake: કચ્છના ખાવડા નજીક 3.2ની તીવ્રતાનો આંચકો, કેન્દ્રબિંદુ 42 કિમી દૂર પાકિસ્તાન સરહદ નજીક નોંધાયું

કચ્છના ખાવડા નજીક 3.2ની તીવ્રતાનો ભૂકંપનો આંચકો અનુભવાયો, જેનું કેન્દ્રબિંદુ પાકિસ્તાન સરહદ નજીક હતું. છેલ્લા કેટલાક સમયથી કચ્છમાં ભૂકંપના આંચકાનું પ્રમાણ વધતા સ્થાનિકોમાં ભયનો માહોલ છે.

By: Sanket ParekhEdited By:Sanket ParekhPublish Date: Fri, 14 Aug 2026 08:42 PM (IST)Updated: Fri, 14 Aug 2026 08:42 PM (IST)
kutch-earthquake-32-magnitude-tremor-felt-near-khavda-close-to-pakistan-border
kutch earthquake

Kutch Earthquake: 2001માં ગુજરાતમાં આવેલા શક્તિશાળી ભૂકંપને આટલા વર્ષો વીત્યા છતાં હજુ પણ કચ્છમાં સમયાંતરે આંચકા આવતા રહે છે. એમાં પણ છેલ્લા કેટલાક સમયથી ભૂકંપના આંચકાનું પ્રમાણ વધી જતાં લોકો ભયભીત થયા છે. એવામાં આજે કચ્છના ખાવડા નજીક વધુ એક ભૂકંપનો આંચકો અનુભવાયો છે.


3.2ની તીવ્રતાના આંચકાનું કેન્દ્ર બિંદુ પાકિસ્તાન સરહદ નજીક

હકીકતમાં આજે સાંજે 4:46 કલાકે કચ્છના ખાવડા વિસ્તારમાં 3.2ની તીવ્રતાનો ભૂકંપનો આંચકો અનુભવાયો હતો. આ ભૂકંપનું કેન્દ્રબિંદુ ખાવડાથી 42 કિલોમીટર દૂર પાકિસ્તાનની સરહદ નજીક નોંધાયું હતુ. આ ભૂકંપના આંચકામાં કોઈ જાનમાલની હાનિના અહેવાલ નથી.

દૂધઈમાં 2.5 અને રાપરમાં 3.3ની તીવ્રતાનો ભૂકંપ

ગઈકાલે સાંજે પણ 6 વાગ્યાની આસપાસ કચ્છના વાગડ વિસ્તારમાં આવેલા દૂધઈમાં પણ 2.5ની તીવ્રતાનો ભૂકંપનો આંચકો અનુભવાયો હતો. આ ભૂકંપનું કેન્દ્રબિંદુ દૂધઈથી 18 કિમી દૂર રણ વિસ્તારમાં જમીનની અંદર નોંધાયું હતુ.

આ ઉપરાંત 10 ઓગસ્ટે પણ 12:40 કલાકે રાપરમાં 2.8ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો. આ ભૂકંપનું કેન્દ્રબિંદુ રાપરથી પશ્ચિમ-દક્ષિણ-પશ્ચિમ દિશામાં 15 કિલોમીટર દૂર નોંધાયું હતુ. 9 ઓગસ્ટે પણ રાપરની આસપાસ 3.3ની તીવ્રતાનો ભૂકંપનો આંચકો અનુભવાયો હતો. આમ ઓગસ્ટ મહિનાના બે સપ્તાહમાં જ કચ્છમાં ભુકંપના ચાર આંચકા આવતા સ્થાનિકોમાં દહેશત જોવા મળી રહી છે.