કચ્છના ભચાઉ નજીક 3.3 ની તીવ્રતાનો ભૂકંપ: અડધી રાત્રે ધ્રુજી ઉઠી ધરા, જાનહાનિના અહેવાલ નથી

કચ્છના ભચાઉ નજીક મોડી રાત્રે 1.30 વાગ્યે 3.3 ની તીવ્રતાનો ભૂકંપનો આંચકો અનુભવાયો. આંચકો હળવો હોવાથી કોઈ જાનહાનિના અહેવાલ નથી.

By: Jignesh ParmarEdited By:Jignesh ParmarPublish Date: Mon, 24 Aug 2026 10:43 AM (IST)Updated: Mon, 24 Aug 2026 10:43 AM (IST)
kutch-bhachau-earthquake-magnitude-3-3-late-night-tremors-reported-no-casualties

Kutch News: કચ્છ જિલ્લામાં ફરી એકવાર ભૂકંપનો આંચકો અનુભવાતા લોકોમાં ભયનો માહોલ ફેલાયો છે. ભચાઉ અને તેની આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં મોડી રાત્રે 1.30 વાગ્યે કંપન અનુભવાયો હતો. સિસ્મોલોજીકલ રિસર્ચ સેન્ટરના જણાવ્યા મુજબ, રિક્ટર સ્કેલ પર આ ભૂકંપની તીવ્રતા 3.3 નોંધવામાં આવી છે. ભૂકંપના આંચકાથી લોકોમાં ભારે ફફડાટ વ્યાપી જવા પામ્યો છે.

ભચાઉમાં ભૂકંપનો હળવો આંચકો

મળતી માહિતી મુજબ, ભચાઉ અને તેની આસપાસના વિસ્તારોમાં મોડી રાત્રે અંદાજે 1.30 વાગ્યે ભૂકંપનો આંચકો અનુભવાયો હતો. રાત્રિના સમયે લોકો ઉંઘમાં હતા. પરંતુ આ ભૂકંપના આંચકાથી લોકોમાં ડર અને ચિંતાનો માહોલ જોવા મળ્યો હતો. ગાંધીનગર સ્થિત ભાસ્કરાચાર્ય નેશનલ ઇન્સ્ટિટ્યૂટ એન્ડ સિસ્મોલોજીકલ સેન્ટરલ મુજબ, કચ્છના ભચાઉથી દક્ષિણ-પૂર્વ દિશામાં આશરે 21 કિમી દૂર ભૂકંપનું કેન્દ્રબિંદુ નોંધાયું હતું. રિક્ટર સ્કેલ પર ભૂકંપની તીવ્રતા 3.3 નોંધાઈ હતી.

અડધી રાત્રે લોકોમાં ભયનો માહોલ

રાત્રિના સમયે લોકો ઉઁઘમાં હતા.ત્યારે અચાનક ધરતીમાં ધ્રૂજારી ઉત્પન્ન થતાં લોકોમાં ચિંતા અને ભયનો માહોલ જોવા મળ્યો હતો. આ આંચકો હળવી તીવ્રતાનો હોવાથી મોટી હોનારત ટળી છે. આથી સ્થાનિક પ્રશાસન અને નાગરિકોએ રાહતનો શ્વાસ લીધો છે. ઉલ્લેખનીય છે કે, કચ્છ જિલ્લો ભૂકંપની દ્રષ્ટિએ અત્યંત સંવેદનશીલ (ઝોન-5) માનવામાં આવે છે. અહીં અવારનવાર નાના-મોટા આંચકા નોંધાતા રહે છે, જેના કારણે સ્થાનિકોમાં સતત તકેદારી જોવા મળે છે.