Railway Update: ભાવનગર અને શકૂર બસ્તી વચ્ચે દોડશે સાપ્તાહિક વિશેષ ટ્રેન, જાણો સમયપત્રક

આગામી 29 મેથી ભાવનગર અને શકૂર બસ્તી વચ્ચે નવી સાપ્તાહિક વિશેષ ટ્રેન દોડશે.

By: Purvalak DabhiEdited By:Purvalak DabhiPublish Date: Sun, 17 May 2026 12:59 PM (IST)Updated: Sun, 17 May 2026 12:59 PM (IST)
bhavnagar-shakur-basti-weekly-special-train-schedule-booking-details
HIGHLIGHTS
  • ભાવનગર-શકૂર બસ્તી વચ્ચે નવી ટ્રેન
  • સપ્તાહમાં એક દિવસ દોડશે વિશેષ ટ્રેન

Bhavnagar-Shakur Basti Special Train: પશ્ચિમ રેલવે દ્વારા મુસાફરોની ભારે માંગને ધ્યાનમાં રાખીને ભાવનગર મંડળના યાત્રીઓ માટે વધુ એક મહત્વની અને વધારાની રેલ સુવિધા શરૂ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આગામી 29 મે, શુક્રવારથી ભાવનગર અને શકૂર બસ્તી વચ્ચે એક નવી સાપ્તાહિક વિશેષ ટ્રેન દોડાવવામાં આવશે.

ભાવનગર-શકૂર બસ્તી સાપ્તાહિક વિશેષ ટ્રેન 

ભાવનગર-શકૂર બસ્તી સાપ્તાહિક સ્પેશિયલ ટ્રેનની સુવિધા આગામી 29 મે, શુક્રવારથી શરૂ થશે, જ્યારે શકૂર બસ્તીથી આ સેવાની પ્રથમ ટ્રેન 30 મે, શનિવારથી શરૂ થશે. આ સાપ્તાહિક સ્પેશિયલ ટ્રેન સુવિધા ભાવનગરથી 26 જૂન સુધી અને શકૂર બસ્તીથી 27 જૂન સુધી ઉપલબ્ધ રહેશે.

ભાવનગર-શકૂર બસ્તી ટ્રેનનું સમયપત્રક

  • ભાવનગરથી  શકૂર બસ્તી

આગામી 29 મે, શુક્રવારથી 26 જૂન, શુક્રવાર સુધી આ સ્પેશિયલ ટ્રેન ભાવનગર ટર્મિનસથી દર શુક્રવારે બપોરે 2:20 કલાકે પ્રસ્થાન કરશે, અને બીજા દિવસે શનિવારે સવારે 10:55 કલાકે શકૂર બસ્તી પહોંચશે.

  • શકૂર બસ્તીથી ભાવનગર

આગામી 30 મે, શનિવારથી 27 જૂન, શનિવાર સુધી આ ટ્રેન શકૂર બસ્તીથી દર શનિવારે બપોરે 1:15 કલાકે ઉપડશે, અને બીજા દિવસે રવિવારે સવારે 8:50 કલાકે ભાવનગર ટર્મિનસ પહોંચશે.

બંને દિશામાં 23 સ્ટેશન પર મળશે હોલ્ટ

મુસાફરોની સુવિધા માટે આ વિશેષ ટ્રેનને બંને દિશામાં કુલ 23 જેટલા સ્ટેશન પર હોલ્ટ આપવામાં આવ્યો છે. મુસાફરી દરમિયાન આ ટ્રેન ભાવનગર પરા, સિહોર, ધોળા, બોટાદ, ધંધુકા, ધોળકા, સરખેજ, ગાંધીગ્રામ, ચાંદખેડા રોડ, મહેસાણા (જં), પાલનપુર (જં), આબુ રોડ, ફાલના, મારવાડ (જં), અજમેર (જં), કિશનગઢ, ફુલેરા, રીંગસ, નીમ કા થાના, નારનૌલ, રેવાડી (જં), ગુડગાંવ અને દિલ્હી કેન્ટ સ્ટેશન ખાતે ઉભી રહેશે.

ટિકિટ બુકિંગ અંગેની માહિતી

વરિષ્ઠ મંડળ વાણિજ્ય પ્રબંધકના જણાવ્યા અનુસાર, આ નવી સાપ્તાહિક વિશેષ ટ્રેન માટે ટિકિટ બુકિંગ 17 મે, રવિવારથી શરૂ કરી દેવામાં આવ્યું છે. મુસાફરો પોતાની ટિકિટ યાત્રી આરક્ષણ કેન્દ્ર પરથી તેમજ IRCTC સત્તાવાર વેબસાઈટ પરથી બુક કરાવી શકશે. મુસાફરોની ભીડને ઘટાડવા અને સરળ યાત્રા પૂરી પાડવા માટે રેલવેનો નિર્ણય ખૂબ જ આવકારદાયક છે.