Western Railway: જૈન ધર્મના પવિત્ર તીર્થધામ પાલીતાણા ખાતે યોજાનારી વાર્ષિક ફાગણ ફેરી નિમિત્તે યાત્રાળુઓનો ભારે ધસારો જોવા મળી રહ્યો છે. આ ભીડને પહોંચી વળવા અને મુસાફરોની સવલત માટે પશ્ચિમ રેલવે દ્વારા બાંદ્રા ટર્મિનસ અને પાલીતાણા વચ્ચે વિશેષ ભાડા સાથે સ્પેશિયલ ટ્રેન દોડાવવાની જાહેરાત કરવામાં આવી છે.
ટ્રેનનું સમયપત્રક અને વિગતો
પશ્ચિમ રેલવેના મુખ્ય જનસંપર્ક અધિકારી વિનીત અભિષેક દ્વારા જાહેર કરાયેલી વિગત મુજબ, ટ્રેનનું શિડ્યુલ નીચે મુજબ રહેશે:
ટ્રેન નંબર 09023 (બાંદ્રા ટર્મિનસ – પાલીતાણા સ્પેશિયલ)
આ ટ્રેન બુધવાર, 6 મે 2026ના રોજ બપોરે 12:15 કલાકે બાંદ્રા ટર્મિનસથી ઉપડશે અને બીજા દિવસે વહેલી સવારે 05:10 કલાકે પાલીતાણા પહોંચશે.
ટ્રેન નંબર 09024 (પાલીતાણા – બાંદ્રા ટર્મિનસ સ્પેશિયલ)
પરતી પ્રવાસમાં આ ટ્રેન શુક્રવાર, 8 મે 2026ના રોજ સાંજે 17:00 કલાકે પાલીતાણાથી ઉપડશે અને બીજા દિવસે સવારે 07:25 કલાકે બાંદ્રા ટર્મિનસ પરત ફરશે.
કયા સ્ટેશનો પર સ્ટોપેજ રહેશે?
આ સ્પેશિયલ ટ્રેન બંને દિશાઓમાં મુસાફરોની સુવિધા માટે બોરીવલી, પાલઘર, વાપી, વલસાડ, સુરત, વડોદરા, અમદાવાદ, બોટાદ, ધોળા, સોનગઢ અને સિહોર સ્ટેશને ઊભી રહેશે.
ટ્રેનની વ્યવસ્થા અને બુકિંગ
મુસાફરોની સુવિધા માટે આ ટ્રેનમાં સ્લીપર ક્લાસ અને જનરલ સેકન્ડ ક્લાસ કોચની વ્યવસ્થા કરવામાં આવી છે.
આ ટ્રેન માટેનું બુકિંગ 5 મે 2026થી તમામ PRS કાઉન્ટરો અને IRCTCની સત્તાવાર વેબસાઇટ પર શરૂ કરી દેવામાં આવ્યું છે.
યાત્રાળુઓને વિનંતી કરવામાં આવી છે કે તેઓ ટ્રેનના સમય, સ્ટોપેજ અને અન્ય વિગતો માટે રેલવેની સત્તાવાર વેબસાઇટ www.enquiry.indianrail.gov.in ની મુલાકાત લે.
