Bharuch: ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને (Gujarat Local Body Polls 2026) લઈને રાજકીય માહોલ ચરમ પર છે, ત્યારે મતદાન પૂર્વે જ કોંગ્રેસની હાલત કફોડી થઈ ગઈ છે. અનેક બેઠકો ઉપર કોંગ્રેસના ઉમેદવારોએ ફોર્મ પરત ખેંચી લેતા ભાજપના ઉમેદવારો બિનહરીફ થયા છે, ત્યારે દિવંગત નેતા અહેમદ પટેલના પુત્રી મુમતાઝ પટેલે કોંગ્રેસ પાર્ટીમાં એકતો ના હોવાનો મુદ્દો ઉઠાવ્યો છે.
મુમતાઝ પટેલે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર પોસ્ટ મૂકીને પાર્ટીને કડક સંદેશ આપતાં જણાવ્યું છે કે, મને પ્રચાર માટે બોલાવવામાં આવે છે. જો કે એકજૂટતા વિના પ્રચારનો કોઈ અર્થ નથી. સૌ પ્રથમ આંતરિક ગોઠવણી કરીને એક થવું પડશે, નહીંતર ચૂંટણી પ્રચાર માત્ર ઔપચારિક્તા બની રહેશે. જો ચૂંટણી જીતવી હોય તો પહેલા પોતે મજબૂત બનવું પડશે.
વધુમાં મુમતાઝ પટેલે જણાવ્યું કે, ચૂંટણી જીતવા માટે માત્ર પ્રચાર પુરતો નથી. આ સાથે જ મજબૂત સંગઠન હોવું પણ એટલું જ અગત્યનું છે. પાર્ટીની અંદર રહેલા મતભેદો અને ગેરસમજ દૂર કર્યાં વિના સફળતા મેળવવી મુશ્કેલ છે.
કોંગ્રેસમાં જૂથવાદ ચરમ પર, તમારા આવવાનો કોઈ અર્થ નહીં
ચૂંટણી દરમિયાન મુમતાઝ પટેલની આવી પોસ્ટ કાર્યકર્તાઓમાં ગેરસમજ અને નિરાશા ફેલાવી શકે છે, જેના પરિણામે આખરે તો પાર્ટીને જ નુકસાન થશે. કોંગ્રેસના વિરોધીઓને પણ આ મુદ્દાને ઉછાળીને તેનો રાજકીય લાભ ખાટવાની તક મળી શકે છે.
મને પ્રચાર માટે બોલાવી રહ્યા છે…પણ ભરૂચ કોંગ્રેસ માટે સ્પષ્ટ અને કડવો સંદેશ …એકજુટતા વગર પ્રચારનો કોઈ અર્થ નથી. પહેલા આંતરિક ગોઠવણી કરીને એક થવું પડશે, નહીં તો પ્રચાર ફક્ત ઔપચારિકતા બની રહેશે. જીતવી છે તો પહેલા પોતાને જ મજબૂત બનાવવું પડશે. #bharuchkibeti
— Mumtaz Patel (@mumtazpatels) April 15, 2026
હજુ સુધી કોંગ્રેસના કોઈ મોટા નેતાએ મુમતાઝ પટેલના કડવા સંદેશ પર કોઈ પ્રતિક્રિયા આપી નથી, પરંતુ સોશિયલ મીડિયામાં લોકો કોમેન્ટ કરીને મુમતાઝ પટેલની વાત સાથે સહમત હોવાનું જણાવી રહ્યા છે.
એક યુઝર્સે લખ્યું છે કે, કોંગ્રેસમાં જૂથવાદ ચરમ પર છે. જેમને ટિકિટ મળી છે તેવા ઉમેદવારોને પણ વ્યક્તિગત રીતે જીતવામાં રસ છે. આથી તમારા આવવાનો કોઈ મતલબ નથી. અન્ય એક યુઝર્સે મુમતાઝ પટેલની વાતને ટેકો આપતા લખ્યું છે કે, ભરૂચ કોંગ્રેસ માટે એકજૂટતામાં નહીં માનનારાઓને રસ્તો બતાવવો જ પડશે.
કોંગ્રેસે સ્ટાર પ્રચારકોની યાદી જાહેર કરી
ગુજરાત કોંગ્રેસ દ્વારા સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી માટે 40 સ્ટાર પ્રચારકોની યાદી જાહેર કરવામાં આવી છે. જેમાં મુકુલ વાસનિક, અમિત ચાવડા, શક્તિસિંહ ગોહિલ, ભરતસિંહ સોલંકી અને જગદીશ ઠાકોર જેવા દિગ્ગજ નેતાઓનો સમાવેશ થાય છે. આ ઉપરાંત જિજ્ઞેશ મેવાણી, શૈલેષ પરમાર અને ગેનીબેન ઠાકોર (સાંસદ) સહિતના ધારાસભ્યો પણ ચૂંટણી પ્રચારની કમાન સંભાળશે,
સોશિયલ મીડિયા માધ્યમ X પર પોસ્ટ મૂકી મુમતાઝ પટેલે ભરુચ કોંગ્રેસને જણાવ્યું હતું કે, 'એકજૂટતા વગર પ્રચારનો કોઈ અર્થ નથી. પહેલા આંતરિક ગોઠવણી કરીને એક થવું પડશે, નહીં તો પ્રચાર ફક્ત ઔપચારિકતા બની રહેશે. ચૂંટણી જીતવી છે તો પહેલા પોતાને જ મજબૂત બનાવવું પડશે.'
મુમતાઝે જણાવ્યું કે, 'પાર્ટીના અંદરના મતભેદો અને ગેરસમજ દૂર કર્યા વગર સફળતા મેળવવી મુશ્કેલી બની શકે છે. આમ, ચૂંટણી જીતવા માટે મજબૂત સંગઠણ પણ એટલું જ મહત્ત્વ ધરાવે છે.'
મુમતાઝ પટેલની સૂચક ટકોરથી ભરુચ કોંગ્રેસમાં આંતરિક વિખવાદની સ્થિતિ ખુલ્લી પડી હોવાનું જણાય છે. બીજી તરફ, મુમતાઝની પોસ્ટ પર લોકોએ આક્રોશ વ્યક્ત કર્યો છે કે, 'જેમને ટિકિટ મળી છે એ ઉમેદવારોને પણ માત્ર વ્યક્તિગત રીતે જીતવમાં રસ છે, તમારા આવવાનો કોઈ મતલબ નથી!'
