Bharuch: અંકલેશ્વરમાં નર્મદા કિનારેથી નવજાત બાળકીનો બિનવારસી મૃતદેહ મળી આવ્યો, પોલીસ તપાસનો ધમધમાટ

અંકલેશ્વર નજીક નર્મદા નદીના કિનારેથી એક નવજાત બાળકીનો બિનવારસી મૃતદેહ મળી આવતા ચકચાર મચી છે. માછીમારો દ્વારા જાણ કરાતા પોલીસે તપાસ હાથ ધરી છે અને મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ખસેડ્યો છે.

By: Sanket ParekhEdited By:Sanket ParekhPublish Date: Sun, 30 Aug 2026 08:09 PM (IST)Updated: Sun, 30 Aug 2026 08:09 PM (IST)
bharuch-news-newborn-baby-girl-found-dead-near-narmada-river-in-ankleshwar

પ્રશાંત ગજ્જર, Bharuch News: અંકલેશ્વર નજીકથી પસાર થતી પવિત્ર નર્મદા નદીના કિનારેથી એક નવજાત બાળકીનો બિનવારસી મૃતદેહ મળી આવવાની હૃદયદ્રાવક ઘટના સામે આવી છે. આ બનાવને પગલે સમગ્ર પંથકમાં ભારે રોષ સાથે ચકચાર મચી જવા પામી છે. જન્મતાની સાથે જ ફૂલ જેવા માસૂમ બાળકને મોતના મુખમાં ધકેલી દેવાની આ અમાનવીય ઘટનાએ સ્થાનિક રહીશોને હચમચાવી દીધા છે.

આ અંગે પ્રાપ્ત વિગતો અનુસાર, નર્મદા નદીના કિનારે કેટલાક માછીમારો માછીમારીનું કામ કરી રહ્યા હતા. આ દરમિયાન તેમની નજર કિનારે પડેલા એક શંકાસ્પદ બિનવારસી પદાર્થ પર પડી હતી. નજીક જઈને જોતા તે એક તાજા જન્મેલા નવજાત બાળકીનો મૃતદેહ હોવાનું માલૂમ પડ્યું હતું. આ દ્રશ્ય જોઈને માછીમારો પણ સ્તબ્ધ થઈ ગયા હતા. તેમણે સમય બગાડ્યા વિના તુરંત જ આ મામલે સ્થાનિક પોલીસને જાણ કરી હતી.

આ ઘટનાની જાણ થતા જ સામાજિક આગેવાન ધર્મેશ સોલંકી અને તેમની ટીમ પણ તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવ્યા હતા. સામાજિક આગેવાનોએ સ્થળ પર ઉપસ્થિત રહી સમગ્ર પરિસ્થિતિનો તાગ મેળવ્યો હતો અને માનવતાના નાતે પોલીસને તમામ જરૂરી સહકાર પૂરો પાડ્યો હતો. ટીમે ભારે સંવેદના સાથે બાળકીના મૃતદેહને પોલીસને સુપરિપોર્ડ કર્યો હતો.

બીજી તરફ આ માહિતી મળતાની સાથે જ પોલીસ કાફલો પણ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગયો હતો. પોલીસે મૃતદેહનો કબ્જો મેળવીને તેને પોસ્ટમોર્ટમ અર્થે સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવાની તજવીજ હાથ ધરી છે. પોસ્ટમોર્ટમ રિપોર્ટ આવ્યા બાદ જ બાળકીના મૃત્યુનું સાચું કારણ તેમજ તે જન્મ્યા બાદ કેટલા કલાકે મૃત્યુ પામી હતી