Bharuch: અંકલેશ્વરમાં પ્રેમીપંખીડાનો ફાંસો ખાઈ આપઘાત, પરીણિત યુવકે બહેનને વોટ્સએપ પર મેસેજ મોકલી પ્રેમિકા સાથે મોતની સોડ તાણી

'મેં કડકિયાથી બોઈદ્રા જવાના માર્ગે રોડની સાઈડમાં ગાડી પાર્ક કરી છે. હવે હું આત્મહત્યા કરવા આંબાવાડીમાં જાઉ છું'- ભાઈનો મેસેજ મળતાં બહેને મિત્રોને દોડાવ્યા

By: Sanket ParekhEdited By:Sanket ParekhPublish Date: Wed, 06 Aug 2025 05:36 PM (IST)Updated: Wed, 06 Aug 2025 05:36 PM (IST)
bharuch-news-lover-commit-suicide-by-hang-them-self-on-tree-in-ankleshwar
HIGHLIGHTS
  • આ જન્મમાં એક ના થઈ શકતાં સજોડે જીવન ટૂંકાવતા પ્રેમ પ્રકરણનો કરુણ અંજામ
  • મિત્રો શોધવા નીકળ્યા ત્યારે રાહુલ અને તનિષા ઝાડ પર ફાંસો ખાધેલી હાલતમાં લટકતા હતા

Bharuch: અંકલેશ્વરના કડકિયા કોલેજથી બોઈદ્રા જવાના માર્ગની બાજુમાં આવેલા આંબાવાડી વિસ્તારમાં એક પરિણીત પ્રેમી અને તેની પ્રેમિકાએ ગળે ફાંસો ખાઈ આત્મહત્યા કરી હોવાનો બનાવ સામે આવતા ચકચાર મચી જવા પામી છે.

આ અંગે પ્રાપ્ત વિગતો મુજબ, અંકલેશ્વરના બોઈદ્રા ગામના વસાવા ફળિયામાં રહેતા રાહુલ વસાવાએ અંતિમ પગલું ભરતા પહેલા પોતાના મોટા પપ્પાની દીકરીને મોબાઈલના વોટ્સએપ પર મેસેજ મોકલ્યો હતો. જેમાં રાહુલે લખ્યું હતું કે, તેણે કડકિયાથી બોઈદ્રા જવાના માર્ગે રોડની સાઈડમાં ગાડી પાર્ક કરી છે. પોતે આત્મહત્યા કરવા આંબાવાડીમાં જઈ રહ્યો છે.

આ મેસેજ મળતા જ મિત્રો દોડતા થયા હતા અને આંબાવાડીમાં રાહુલની શોધખોળ હાથ ધરી હતી. જેમાં આંબાવાડીમાં ઝાડ પર દોરડું બાંધીને રાહુલ વસાવા અને તેની પ્રેમિકા તનિષા વસાવા ગળે ફાંસો ખાધેલી હાલતમાં લટકતા મળી આવ્યા હતા.

આ બાબતની જાણ થતાં અંકલેશ્વર એ-ડિવિજન પોલીસ મથકનો કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો. જેમણે પંચનામું કરી બન્નેના મૃતદેહોને પોસ્ટમોર્ટમ અર્થે મોકલી આગળની તપાસ હાથ ધરી હતી.

પ્રાથમિક તપાસમાં સામે આવ્યું કે, મૃતક યુવક રાહુલ પહેલાથી પરિણીત હોવાથી પોતાના તનિષા સાથે લગ્ન શક્ય ના હોવાથી

પ્રાથમિક તપાસમાં ખુલ્યું છે કે રાહુલ પરણીત હતો. તેની લગ્નજીવનમાં ચાલી રહેલા સંજોગોને કારણે તનીષા સાથે લગ્ન શક્ય ન હોવાથી બંનેએ પગલું ભર્યું હોવાનું અનુમાન છે. પોલીસે આત્મહત્યાના કારણોની ઊંડાણપૂર્વક તપાસ શરૂ કરી છે.