Bhiloda Hit and run: અરવલ્લીના ભિલોડામાં જીવલેણ અકસ્માત સર્જાયો છે. ધોલવાણી નજીક સર્જાયેલા આ બનાવમાં બે યુવાનના દુઃખદ મોત થયા હતા. અહીં પૂરપાટ ઝડપે આવી રહેલી એક કારચાલકે બુલેટને ટક્કર મારી હતી. આ બનાવમાં ત્રણ લોકો ઈજાગ્રસ્ત થયા હતા. અકસ્માત સર્જનાર કાર ચાલકને પોલીસ ઝડપી લીધા છે.
ધોલવાણી પાસે હિટ એન્ડ રનનો બનાવ
આ બનાવ અંગે મળતી માહિતી અનુસાર અરવલ્લીના ભિલોડાના ધોલવાણી પાસે એક કાર અને બુલેટ વચ્ચે અકસ્માત સર્જાયો હતો. બેફામ આવતી કારના ચાલકે એક બુલેટને જોરદાર ટક્કર મારી હતી. આ ઘટનામાં બાઈક પર સવાર ત્રણ યુવકોને ઈજા પહોંચી હતી.
આ પણ વાંચો: Surat: સુરત સિવિલ હોસ્પિટલમાં આપઘાત કરવા પહોંચી મહિલા, ફાયર ટીમે માંડ-માંડ કર્યું રેસ્ક્યુ
બે યુવકના સારવાર દરમિયાન મોત
ત્રણેય યુવકોને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. જોકે, સારવાર દરમિયાન મયુર ખરાડી અને મનોજ પાંડોર નામના બે યુવાને દમ તોડ્યો હતો. જ્યારે અન્ય એક ઈજાગ્રસ્ત યુવકને વધુ સારવાર માટે હિંમતનગર સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે. મૃતક ભૂતાવળ ગામના રહેવાસી હોવાની માહિતી છે.
અકસ્માત સર્જનાર કારચાલકની ધરપકડ
આ બનાવને લઈને પોલીસને જાણ કરવામાં આવી હતી. જે બાદ પોલીસે અકસ્માતનો ગુનો નોંધીને તપાસ શરૂ કરી હતી. ટૂંક સમયમાં જ પોલીસે અકસ્માત સર્જનાર કારચાલકની ધરપકડ કરી છે. તેમજ ઘટનાસ્થળ આસપાસના CCTV કેમેરા પણ તપાસમાં લઈને આગળની કાર્યવાહી હાથ ધરી છે.
