Anand: મિડલ ઈસ્ટમાં ગેસ પુરવઠો પુરો પાડવામાં અમૂલને પ્રાથમિક્તા, કેન્દ્ર સરકારના નિર્ણયથી પશુપાલકો અને ખેડૂતોને મોટી રાહત

યુદ્ધની શરૂઆતમાં મુશ્કેલી હતી, પરંતુ સરકારના સહયોગથી એક નવું જહાજ ભારતથી દુબઈ જવા માટે રવાના કરવામાં આવ્યું છે. જેમાં અમૂલના ડ્રાય અને રેફ્રિજરેટેડ પ્રોડક્ટ્સના કન્ટેનર્સ પણ સામેલ

By: Sanket ParekhEdited By:Sanket ParekhPublish Date: Fri, 13 Mar 2026 06:57 PM (IST)Updated: Fri, 13 Mar 2026 06:57 PM (IST)
anand-news-amul-gets-priority-gas-supply-from-government-amid-middle-east-war
HIGHLIGHTS
  • સરકારે જરૂરિયાતના 80 ટકા ગેસ પુરવઠો પુરો પાડ્યો. જે ગેપ રહ્યો છે, તેને ડીઝલ સહિત વૈકલ્પિક ઈંધણ થકી પુરો કરવામાં આવશે

Anand: મિડલ-ઈસ્ટમાં યુદ્ધની સ્થિતિને પગલે ગેસ અને ક્રૂડની ગ્લોબલ સપ્લાય ચેન ખોરવાઈ ગઈ છે, ત્યારે ભારત અને ખાસ કરીને ડેરી ઉદ્યોગ તેમજ કરોડો ખેડૂતો માટે એક સારા સમાચાર સામે આવ્યા છે.

હકીકતમાં કેન્દ્ર સરકાર દ્વારા ગેસ સપ્લાય મામલે અમૂલને પ્રાથમિક્તા આપવાનો નિર્ણય લીધો છે. જેનો અર્થ એ થયો કે, યુદ્ધ છતાં ગલ્ફ દેશો સુધી પહોંચતા દૂધ અને ડેરી પ્રોડક્ટના પુરવઠામાં કોઈ અડચણ નહીં આવે.

સરકારે જરૂરિયાતના 80 ટકા ગેસ પુરવઠો પુરો પાડ્યો

આ અંગે GCMMFના મેનેજિંગ ડિરેક્ટર જયેન મહેતાએ જણાવ્યું કે, ખાડી દેશોમાં ભીષણ યુદ્ધ છતાં ભારતના ડેરી ઉદ્યોગ અને અમૂલ સાથે સંકળાયેલા ખેડૂતો માટે રાહતના સમાચાર છે. સરકાર દ્વારા ગેસ સપ્લાય માટે અમૂલને પ્રાથમિક્તા આપી છે.

સરકાર દ્વારા અમારી જરૂરિયાતના 80 ટકા ગેસનો પુરવઠો પુરો પાડી દીઝો છે, જેના પરિણામે અમારા તમામ ડેરી પ્લાન્ટ્સ યથાવત ચાલતા રહેશે. જે થોડો ઘણો ગેપ રહેશે, તો તેને અમે ડીઝલ, ફર્નિસ ઑઈલ જેવા વૈકલ્પિક ઈંધણ થકી પુરો કરી દઈશું. આમ માર્કેટમાં દૂધનો નિયમિત સપ્લાય યથાવત રહેશે.

વધુમાં જયેન મહેતાએ જણાવ્યું કે, યુદ્ધના શરૂઆતના દિવસોમાં શિપમેન્ટ્સ પહોંચવામાં થોડી તકલીફ જરૂર પડી હતી, પરંતુ હવે કેન્દ્ર સરકારના સહયોગથી એક નવું જહાજ ભારતથી દુબઈ જવા માટે રવાના કરી દેવામાં આવ્યું છે. જેમાં અમૂલના ડ્રાય અને રેફ્રિજરેટેડ પ્રોડક્ટ્સના અનેક કન્ટેનર્સ સામેલ છે. હવે ગલ્ફ માર્કેટમાં પણ અમૂલનો સપ્લાય પહેલાની જેમ સામાન્ય થઈ જશે.

યુદ્ધના પગલે સમગ્ર વિશ્વમાં તણાવ છે, પરંતુ ભારત સરકાર અને અમૂલે નક્કી કરી દીધુ છે કે, ખેડૂતોને કોઈ નુકસાન ના થાય. તેમજ સામાન્ય નાગરિકોને પણ નિયમિત દૂધ મળતું રહે.

જણાવી દઈએ કે, અમૂલના સહકારી ડેરી નેટવર્ક સાથે ગુજરાતમાં લગભગ 36 લાખ પશુપાલક ખેડૂતો સંકળાયેલા છે. જેઓ હજારો ગામડાઓની ડેરી સમિતીઓના માધ્યમથી દરરોજ દૂધ સપ્લાય કરે છે.

આ વિશાળ નેટવર્કના સંચાલનમાં લગભગ 1 હજાર જેટલા કર્મચારીઓ ડાયરેક્ટ કામ કરે છે. એવામાં તેની આજીવિકા પર અસર ના પડે અને દૂધ અને ડેરી પ્રોડક્ટની સપ્લાય પર કોઈ અસર ના પડે તે માટે ડેરી પ્લાન્ટ્સનું વ્યવસ્થિત મેનેજમેન્ટ અત્યંત જરૂરી છે. આજ કારણોસર સરકારે ગેસ સપ્લાયમાં અમૂલને પ્રાથમિક્તા આપી છે.