Lion came on the railway track: અમરેલી જિલ્લામાં સિંહ અને ટ્રેન વચ્ચે થતા અકસ્માતો અટકાવવા માટે વનવિભાગ સતત કાર્યરત છે. ત્યારે ગત રાત્રે રાજુલાના વાવેરા ગામ પાસે એક ગંભીર અકસ્માત થતા ટળ્યો હતો. સાવરકુંડલાથી પીપાવાવ પોર્ટ જઈ રહેલી માલગાડીના ટ્રેક પર અચાનક સિંહ આવી ચડતા ટ્રેનને અટકાવવાની ફરજ પડી હતી.
રેલવે ટ્રેક પર આવીને બેસી ગયો સિંહ
આ પણ વાંચો
મળતી માહિતી મુજબ, સાવરકુંડલા તરફથી પીપાવાવ પોર્ટ જતી ગુડ્સ ટ્રેન જ્યારે રાજુલાના વાવેરા ગામ નજીકથી પસાર થઈ રહી હતી, ત્યારે અંધારામાં રેલવે ટ્રેક પર એક સિંહ આવી ચડ્યો હતો. સિંહ માત્ર ટ્રેક પર આવ્યો જ નહીં, પરંતુ ત્યાં જ બેસી ગયો હતો.
આ પણ વાંચો: Amreli: ગોપાલગ્રામમાં દીપડાનો હુમલો, વાડીમાં રમી રહેલા બાળક પર તરાપ મારીને મોતને ઘાટ ઉતારી દીધો
લોકો પાયલોટે સમયસૂચકતા વાપરી બ્રેક લગાવી
ટ્રેનના લોકો પાયલોટે સિંહને દૂરથી જ જોઈ લીધો હતો, અને સમયસૂચકતા વાપરીને તાત્કાલિક ઇમરજન્સી બ્રેક લગાવી ટ્રેન ઉભી રાખી દીધી હતી. આ અંગેની જાણ વનવિભાગને કરવામાં આવતા વન વિભાગનો કાફલો તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવ્યો હતો.
