Amreli News: અમરેલી જિલ્લાના બગસરામાં મોટા મંજિયાસરની પ્રાથમિક શાળામાં અભ્યાસ કરતા કેટલાક વિદ્યાર્થીઓ દ્વારા પોતાના હાથમાં બ્લેડ વડે કાપા મારવામાં આવ્યા હતા. જેને લઇને સમગ્ર ગુજરાતમાં ચર્ચા જગાવી છે. બાળકોએ આમ કેમ કર્યું તે હજી સુધી બહાર આવ્યું નથી. બનાવ અંગે સરપંચ દ્વારા ઉચ્ચ અધિકારીઓને પણ જાણ કરવામાં આવી છે. ત્યારે રાજ્યના શિક્ષણમંત્રી પ્રફુલ પાનસેરિયાનું નિવેદન સામે આવ્યું છે, જેમાં તેમણે જણાવ્યું છેકે, આ 8 દિવસ પહેલાનો બનાવ છે. 40 નહીં પરંતુ 10થી 12 બાળકો છે. આ આપણા માટે રેડ સિગ્નલ સમાન છે. એક ચિંતાનો વિષય છે. મે રિપોર્ટ મગાવ્યો છે.
આપણા માટે આ ડેન્જરસ વાત છેઃ પ્રફુલ પાનસેરિયા
રાજ્ય શિક્ષણ મંત્રી પ્રફુલ પાનસેરિયાનું નિવેદન સામે આપ્યું છે જેમાં તેમણે જણાવ્યું છેકે, મે જે જાણકારી મેળવી એ પ્રમાણે બાળકો સામે સામે ચેલેન્જ આપે. ગેમમાં જેમ ચેલેન્જ આપે. કોઈ ડેન્જરસ વસ્તુ કરવાની હોય, કોઈ કુદકો મારવાનો હોય, એ રીતે શાર્પનરનું જે પેન્સિલ અણી કાઢવાનો જે સંચો હોય એનું જે બ્લેડ હોય એ હારી જાય તો સામ-સામે મારે. પોતાના રીતે આમાં કોઈ હુમલો થયો છે કે બહારના લોકો એમને માર્યું નથી. વાલીઓ માટે, શિક્ષણ માટે અને દરેક શાળા સરકારી હોય કે પ્રાઇવેટ હોય આપણા માટે આ રેડ સિગ્નલ છે. આપણા માટે આ ડેન્જરસ વાત છે.
તેમણે વધુમાં કહ્યું કે, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ચાર મહિનાથી આ બાબતમાં ગંભીરતા લઈ રહ્યા છે. સોશિયલ મીડિયા અને આવી ગેમો પર આપણે શું કરી શકીએ. એની ખૂબ તજજ્ઞો સાથેની મીટિંગો કરીને આપણે એની ચોક્કસ ગાઈડલાઇન્સ પણ નક્કી કરવાના છીએ. આપણે સૌ સાથે મળીને બાળકના કુમળા માણસ પર જ્યારે આવી ડેન્જરસ આવી ક્રૂરતાથી પોતાના શરીર ઉપર આવું કરતા હોય નાના બાળકો તો એ એક હિંસાત્મક વાત છે.
આ પણ વાંચો
જેટલી ગેમ જોવો, જે જોવો, એમાં ગન હોય તલવારો હોય વગેરે વગેરે સામે સામે મારતા મારતા આગળ જવું આ એક એના માઇન્ડની અંદર વિકૃતતા પેદા કરે છે. આની તપાસ થઇ ચૂકી છે. આઠ દિવસ પહેલાનો આ પ્રાથમિક શાળાનો બનાવ છે. મને પ્રાથમિક તબક્કે જાણવા મળ્યું ચેકે, 40 બાળકો નહીં પરંતુ 10થી 12 બાળકો છે. તેમ છતાં મે તમામ રિપોર્ટ આજ સાંજ સુધીમાં ફરી વખત ત્યાં જઇને મગાવવા માટે સૂચના આપી દીધી છે.
આ બનાવમાં વીડિયો ગેમ કે મોબાઇલની કોઇ ભૂમિકા સામે આવી નથીઃ અમરેલી એએસપી
અમરેલીના એએસપી જયવીર ગઢવીએ સમગ્ર મામલે જણાવ્યું છેકે, આ જે બાળકો છે તેમણે પોત-પોતાની જોડે રમતમાં એકબીજા સાથે શરત મારે કે જો તું આ હાથમાં પોતાની રીતે બ્લેડ મારીશ તો તેને 10 રૂપિયા નહીં આપવાના અને જો ન મારે તો તેણે આપવાના. એટલે કે આ ઇન એવ ડેર જેવું છે. આ ગેમમાં જે બાળકો છે એમણે પોતાની રીતે પોતાના હાથમાં બ્લેડ મારેલી છે. શાળાના પ્રિન્સિપાલને આ અંગે 18 અને 19 એપ્રિલના રોજ જાણ થઇ હતી.
શાળાના પ્રિન્સિપાલે 21 તારીખે શાળાના વિદ્યાર્થીઓના વાલીઓ સાથે એક મીટિંગ બોલાવી હતી. જેમાં તાલુકા કેળવણી શિક્ષક રમેશ માલવિયા પણ હાજર રહ્યાં હતા. બધા બાળકોને અને વાલીઓને તેની જાણ કરવામાં આવી હતી. તેમજ બાળકો પાસે તેઓ ભવિષ્યમાં આ પ્રકારનું કૃત્ય નહીં કરે તેવી બાહેધરી લેવામાં આવી હતી.
તેમણે વધુમાં જણાવ્યું હતું કે, બાળકોએ કોઇ મોબાઇલમાંથી જોઇને આવ્યું શીખ્યા હોય એવી અત્યારસુધીમાં જાણ કરી નથી, પરંતુ એમણે બધા પાસેતી સાંભળી અને ક્યાંકથી જોઇને કર્યું હોય એવું લાગી રહ્યું છે. હાલની સ્થિતિએ વીડિયો ગેમ અથવા મોબાઇલની આ બનાવમાં કોઇ ભૂમિકા સામે આવી નથી. પેન્સિલના જે શાર્પનર હોય તેની બ્લેડ તેઓ કોઇપણ રીતે કાઢી લેતા હતા. માર્કેટમાંથી ખરીદેલી બ્લેડ નથી પણ શાર્પનરની બ્લેડ દ્વારા પોતાના હાથ પર આવી રીતે માર્યું હતું.