જાફરાબાદમાં શિક્ષકની શરમજનક કરતૂત: ચા બનાવવા ધો.8ની વિદ્યાર્થિનીઓને સ્ટાફરૂમમાં બોલાવી અડપલા કર્યા, એક પર દુષ્કર્મ આચર્યું

અમરેલી જિલ્લાના જાફરાબાદમાં એક સરકારી શાળાના શિક્ષક રામશંકર પંડ્યાની ત્રણ વિદ્યાર્થીનીઓની છેડતી કરવા અને એક સગીરા પર દુષ્કર્મ આચરવાના આરોપસર ધરપકડ કરવામાં આવી છે. આ ઘટના લગભગ છ મહિના સુધી ચાલી હતી, જેના પછી પોલીસે પોક્સો (POCSO) એક્ટ હેઠળ ગુનો નોંધીને આરોપીને કસ્ટડીમાં લીધો છે.

By: Sanket ParekhEdited By:Sanket ParekhPublish Date: Fri, 16 Oct 2026 07:34 PM (IST)Updated: Fri, 16 Oct 2026 07:34 PM (IST)
amreli-news-jafrabad-teacher-arrested-for-sexually-harassing-minor-students-in-staff-room

Amreli News: અમરેલી જિલ્લાના જાફરાબાદની પંથકની સરકારી શાળામાં ફરજ બજાવતા રામશંકર પંડ્યા નામના એક શિક્ષકે સમગ્ર શિક્ષણ જગતને શર્મસાર કરતી હરકત કરી છે. જેમાં શિક્ષકે અભ્યાસ માટે આવતી ત્રણ છાત્રાને અડપલા કરી એક બાળકી ઉપર દૂષ્કર્મ આચર્યાનું બહાર આવતા ભારે ખળભળાટ મચી ગયો છે. આ ઘટના બહાર આવતા જ પોલીસે તાત્કાલીક આરોપી શિક્ષકની ધરપકડ કરી લીધી છે.


પોલીસમાં નોંધાયેલી ફરિયાદ મુજબ, આરોપી શિક્ષક રામશંકર પંડ્યા મૂળ તળાજા તાલુકાના વેળાવદરનો વતની છે અને જાફરાબાદના ગ્રામ્ય પંથકમાં સરકારી પ્રાથમિક શાળામાં શિક્ષક છે. આ નરાધમ બાળાઓને ચા બનાવવા માટે સ્ટાફરૂમમાં બોલાવી અડપલા કરતો હતો અને એક બાળકી ઉપર દૂષ્કર્મ પણ આચર્યુ હતું.

લગભગ છ મહિના સુધી આ સીલસીલો ચાલ્યો હતો. આ મામલે ફરિયાદ નોંધાતા જાફરાબાદ પોલીસે પોક્સો એક્ટ સહિતની કલમો હેઠળ ગુનો દાખલ કરીને નરાધમ શિક્ષકની ધરપકડ કરી છે.

પોલીસની પ્રાથમિક પૂછપરછમાં સામે આવ્યું કે, આરોપી રામશંકર અગાઉ ગીર સોમનાથ જિલ્લામાં પોલીસ કર્મચારી તરીકે ફરજ બજાવતો હતો. હાલ આ સમગ્ર કેસની તપાસ ઈન્ચાર્જ PI રવિરાજ ચૌહાણ ચલાવી રહ્યા છે.