Amreli Market Yard Bhav Today: અમરેલી યાર્ડમાં જીરાનો રુ. 5180 ભાવ બોલાયો, કપાસમાં નજીવો ઘટાડો, જાણો આજના લેટેસ્ટ બજાર ભાવ

આજે 16 ઓક્ટોબર 2026ના રોજ કપાસની આજે 1083 ક્વિન્ટલની આવક રહી હતી, જેમાં ખેડૂતોને રુ. 1180થી લઈને રુ. 2000 સુધીના ભાવ મળ્યા હતા.

By: Rakesh ShuklaEdited By:Rakesh ShuklaPublish Date: Fri, 16 Oct 2026 12:52 PM (IST)Updated: Fri, 16 Oct 2026 12:52 PM (IST)
latest-amreli-apmc-commodity-rates-cotton-jeera-and-magfali-prices-today-16-october-2026

Amreli Market Yard Bhav Today (October 15, 2026) | અમરેલી માર્કેટ યાર્ડ ના ભાવ: અમરેલી માર્કેટ યાર્ડમાં આજે હરાજી દરમિયાન મિશ્ર માહોલ જોવા મળ્યો છે. એક તરફ તેલીબિયાં પાકોમાં ખાસ કરીને સોયાબીન અને તલમાં વેપારીઓની લેવાલી વધતા ભાવ ઊંચકાયા છે, તો બીજી તરફ કપાસના ભાવમાં સાધારણ ઘટાડો નોંધાયો છે. કાળા તલ અને જીરાના ભાવમાં તેજી જોવા મળી હતી. જીરાના ભાવ રુ. 5180 અને કાળા તલના ભાવ રુ. 4325 સુધી બોલાયા હતા.

અમરેલી માર્કેટ યાર્ડમાં આજે 16 ઓક્ટોબર 2026ના રોજ કપાસની આજે 1083 ક્વિન્ટલની આવક રહી હતી, જેમાં ખેડૂતોને રુ. 1180થી લઈને રુ. 2000 સુધીના ભાવ મળ્યા હતા. શિંગ મોટીનો રુ. 1185થી રુ. 1590 ભાવ બોલાયો હતો. સફેદ તલ રુ. 1720થી રુ. 3450ના ભાવે અને કાળા તલ રુ. 2500થી રુ. 4325ના ભાવે વેચાયા હતા. ઘઉં ટુકડાના ભાવ રુ. 510 થી રુ. 720 અને ઘઉં લોકવન રુ. 540 થી રુ. 595 જોવા મળ્યા હતા. જીરામાં સારી એવી તેજી રહેતા ભાવ રુ. 4600 થી શરૂ થઈને રુ. 5180 સુધી બોલાયા હતા.

અમરેલી માર્કેટ યાર્ડ ના ભાવ (16 ઓક્ટોબર 2026) | Amreli Market Yard Bhav Today

અમરેલી માર્કેટીંગ યાર્ડ ભાવ
તારીખઃ 16 ઓક્ટોબર 2026
20 કિલોના ભાવ (એક મણ)
જણસીનું નામ નીચા ભાવ ઉંચા ભાવ આવક (ક્વીન્ટલ)
ગિરનાર શિંગ 800 1560 801
શિંગ મોટી 1185 1590 362
શિંગદાણા ફાડા 1350 1900 2
તલ સફેદ 1720 3450 826
તલ કાળા 2500 4325 608
તલ કાશ્મીરી 2500 2775 16
બાજરો 325 505 22
જુવાર 1330 1415 3
ઘઉં ટુકડા 510 720 274
ઘઉં લોકવન 540 595 72
મકાઈ 510 510 1
મગ 1395 1530 2
અડદ 1405 1930 48
ચણા 700 1495 59
ચણા દેશી 1425 1425 9
સફેદ ચણા 1130 1525 16
છોલે ચણા 1455 1455 10
ચોળી 1360 1360 2
તુવેર 1200 1800 6
કપાસ 1180 2000 1083
એરંડા 1160 1590 2
જીરૂ 4600 5180 18
ધાણી 2720 2825 2
મેથી 1350 1470 2
સોયાબીન 1190 1495 2423
રજકાનું બી 3050 7400 1
કલૌંજી 3500 4300 3

અમરેલી માર્કેટ યાર્ડ શાકભાજી બજાર ભાવ (16 ઓક્ટોબર 2026) | APMC Amreli Vegetable Rates Today

અમરેલી માર્કેટીંગ યાર્ડ ભાવ
તારીખઃ 16 ઓક્ટોબર 2026
20 કિલોના ભાવ (એક મણ)
શાકભાજીના નામ નીચો ભાવ ઉંચો ભાવ
બટાટા 160 290
રીંગણા 410 720
ફ્લાવર 210 330
કોબીઝ 160 200
શક્કરીયા 700 800
ટમેટા 300 400
સુરણ 900 1000
ગાજર 550 600
દુધી 250 300
કારેલા 550 650
ગલકા 350 450
મૂળા 150 200
કાકડી 400 700
ગુવાર 800 1400
વાલોળ 900 1000
વટાણા 2800 3000
ચોળા લીલા 680 820
તુરીયા 700 800
વાલ 900 1000
શીંગોળા 900 1000
ભીંડો 690 790
હળદર લીલી 1000 1100
આદુ 1300 1400
કોથમીર 600 1000
મેથીભાજી 700 800
ફુદીનો 1000 1200
ટીંડોરા 550 650
બીટ 580 690
લીલી તુવેર 1050 1230
સરગવો 1150 1280
લીમડો મીઠો 140 190
મરચાં લીલા 500 800
મરચા લાલ 350 650
ડુંગળી લીલી 320 400
ડુંગળી સુકી 600 800
લસણ લીલું 1500 2000
લસણ સુકુ 1500 2200
પાલક 650 720
લીંબુ 1950 3000
મકાઇ 240 350
ચીભડા 500 700