Amreli: ચતુરા ગામે સિંહણના હુમલામાં બાળકનું મોતઃ વન મંત્રી પીડિત પરિવારને મળ્યા, સિંહોના બદલાયેલા વર્તન પર અભ્યાસની ખાતરી આપી

અમરેલીના ચતુરી ગામે સિંહણના હુમલામાં માસૂમ બાળકના મૃત્યુ બાદ વન મંત્રી અર્જુન મોઢવાડિયાએ પીડિત પરિવારની મુલાકાત લીધી. તેમણે શોક વ્યક્ત કરી સરકારી સહાયની ખાતરી આપી અને સિંહોના બદલાયેલા વર્તન પર અભ્યાસ કરાવવાની જાહેરાત કરી.

By: Sanket ParekhEdited By:Sanket ParekhPublish Date: Fri, 26 Jun 2026 05:49 PM (IST)Updated: Fri, 26 Jun 2026 05:49 PM (IST)
amreli-lion-attack-minister-arjun-modhwadia-visits-child-victims-family-at-chatura-village
HIGHLIGHTS

Amreli Lion Attack: અમરેલીના ખાંભા તાલુકાના ચતુરી ગામે વન્યપ્રાણીના આકસ્મિક હુમલામાં માસૂમ બાળકના કરુણ અવસાનની અત્યંત દુઃખદ ઘટનાએ સમગ્ર વિસ્તારને શોકમગ્ન બનાવી દીધો છે. સાંજના સમયે પોતાના દાદા સાથે હાથ પકડીને ગામની દૂધ ડેરી તરફ જઈ રહેલા માસૂમ બાળક પર અચાનક વન્યપ્રાણીએ હુમલો કરતાં તેનું દુઃખદ અવસાન થયું હતું. આ કરુણ ઘટના બનતા સમગ્ર પંથકમાં ઘેરા શોકની લાગણી વ્યાપી છે.

આજરોજ આ દુઃખદ ઘટનાને પગલે વન અને પર્યાવરણ મંત્રી અર્જુન મોઢવાડીયાએ ચતુરી મુકામે પહોંચીને પીડિત પરિવારની મુલાકાત લીધી હતી અને તેમના દુઃખમાં સહભાગી બન્યા હતા. મંત્રીએ પરિવારજનોને મળીને સાંત્વના પાઠવી ઊંડી સંવેદનાઓ વ્યક્ત કરી હતી.

વન મંત્રી અર્જુન મોઢવાડીયાએ જણાવ્યું કે, અમારા વન વિભાગ સહિત સમગ્ર રાજ્ય સરકાર આ અસહ્ય દુઃખની ઘડીમાં પીડિત પરિવારની સાથે અડગપણે ઉભી છે. તેમણે બાળકના અકાળે અવસાન અંગે ગહન શોક વ્યક્ત કરીને મૌન શોકઅંજલિ અર્પણ કરી હતી. 

સિંહોના બદલાયેલ વર્તન અને વ્યવહાર અંગે એક્સપર્ટ દ્વારા અભ્યાસ કરાવાશે

આ મુલાકાત દરમિયાન ચતુરી ગામના ગ્રામજનોએ સામૂહિત રીતે વિવિધ પ્રશ્નો અને સમસ્યાઓની લેખિત રજૂઆત કરી હતી. આ બાબતે મંત્રીએ વિવિધ પ્રશ્નો સાંભળીને તે મુદ્દે સરકાર લાંબા અને ટૂંકા ગાળાના પગલાઓ ભરીને પ્રશ્નોનું સુખદ નિરાકરણ લાવવા માટે પ્રતિબદ્ધતા સાથે આગળ વધશે તેમ જણાવ્યું હતું.

વધુમાં મંત્રીએ જણાવ્યું હતું કે, તાજેતરમાં આવા કિસ્સાઓ ધ્યાને આવતા સરકાર સિંહોના બદલાયેલ વર્તન અને વ્યવહાર અંગે વૈજ્ઞાનિક ઢબે નિષ્ણાતો મારફતે ગહન અભ્યાસ કરાવશે.

naidunia_image

વનમંત્રીની ચતુરી મુકામે પીડિત પરિવારની મુલાકાત વેળાએ ધારી-ખાંભા વિસ્તારના ધારાસભ્ય જે.વી.કાકડીયા, રાજુલાના પૂર્વ ધારાસભ્ય અંબરીષ ડેર, તાલુકા પંચાયત અગ્રણીઓ અને આગેવાનો, સ્થાનિક આગેવાનો, સરપંચ અને સભ્યો, રાજ્યના મુખ્ય વન સંરક્ષક (PCCF) ડો. જયપાલ સિંહ, જૂનાગઢના CF ડો. રામ રતન નાલા, ધારી ગીર પૂર્વ DCF વિકાસ યાદવ, ધારી પ્રાંત અધિકારી અર્પણ ચાવડા, પોલીસ અધિકારીઓ વન વિભાગના અધિકારીઓ અને કર્મચારીઓ, બહોળી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.