Amreli: મોટી કુંકાવાવમાં પૈસાની લેતીદેતીમાં જૂથ અથડામણ, નવા વર્ષે વાહનોમાં તોડફોડથી અફરાતફરી; 16 સામે ગુનો દાખલ

અમરેલીના મોટી કુંકાવાવ ગામમાં નવા વર્ષના દિવસે પૈસાની લેતીદેતી મામલે હિંસક અથડામણ થઈ હતી, જેમાં વાહનોમાં તોડફોડ કરવામાં આવી હતી. વડિયા પોલીસે ૧૬ લોકો સામે ગુનો નોંધીને આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

By: Sanket ParekhEdited By:Sanket ParekhPublish Date: Wed, 11 Nov 2026 05:40 PM (IST)Updated: Wed, 11 Nov 2026 05:40 PM (IST)
amreli-crime-news-clash-between-two-groups-in-kunkavav-sparks-panic-16-booked-for-rioting-and-vandalism

Amreli: અમરેલી જિલ્લાના વડીયા તાલુકાના મોટી કુંકાવાવ ગામમાં નવા વર્ષના દિવસે જ હિંસક જૂથ અથડામણ અને વાહનોમાં તોડફોડની ઘટના સામે આવી છે. જેનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થતાં વડીયા પોલીસે 16 ઈસમો વિરુદ્ધ ગુનો દાખલ કરી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

આ અંગે પ્રાપ્ત વિગતો પ્રમાણે, ભરતભાઈ ધાંધલ (50)ને પોતાની જ જ્ઞાતિના અન્ય ઈસમો સાથે પૈસાની લેતીદેતીને લઈને માથાકૂટ ચાલતી હતી. જેને લઈને આરોપીઓએ એકસંપ થઈને નવા વર્ષના દિવસે બપોરના સમયે ભરતભાઈના ઘર પર હુમલો કર્યો હતો. આ સમયે ભરતભાઈ પોતાના ઘર નજીક સ્વીફ્ટ કારમાં બેઠા હતા, ત્યારે આરોપીઓ લોખંડ અને પ્લાસ્ટિકની પાઈપ અને પથ્થરો લઈને તૂટી પડ્યા હતા. જેમાં કારના કાચ તૂટી ગયા હતા.

હુમલાખોરોથી બચવા માટે ભરતભાઈ કારમાંથી નીકળીને દોડીને ઘરમાં ઘૂસી ગયા હતા. જેથી આરોપીઓ પણ તેમનો પીછો કર્યો હતો અને ઘર પર પથ્થરમારો કરીને ભરતભાઈને જાનથી મારી નાંખવાની ધમકી આપી હતી. આ ઘટનામાં ફરિયાદી ભરતભાઈને ડાબા હાથની આંગળી પર ઈજા પહોંચી હતી. જે બાદ તાત્કાલિક તેઓને સારવાર માટે કુંકાવાવ સરકારી હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા. જ્યાં પણ આરોપીઓએ તેમના પરિવાર પર હુમલો કર્યો હતો.

આ સમગ્ર મામલે ભરતભાઈ ધાંધલની ફરિયાદના આધારે વડીયા પોલીસ મથકમાં 16 આરોપીઓ સામે વિવિધ કલમ હેઠળ ગુનો દાખલ કરીને આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.