પરેશ ગોસ્વામીની આગાહી: દેશી પદ્ધતિથી વરસાદનો વરતારો, ચોમાસું સારું જ જવાનું છે

નવા વર્ષના દિવસથી લઈને ફાગણ મહિનાની પૂનમ એટલે કે હોળી સુધી આકાશની અંદર જે લિસોટા જેવા વાદળ થાય તેને કસ કહેવાય છે. જેના આધારે ચોમાસાનું અનુમાન

By: Sanket ParekhEdited By:Sanket ParekhPublish Date: Tue, 11 Feb 2025 09:46 PM (IST)Updated: Tue, 11 Feb 2025 09:46 PM (IST)
weather-expert-paresh-goswami-ni-agahi-for-monsoon-2025
HIGHLIGHTS
  • કસકાતરાના આધારે ચોમાસાનું આગોતરું અનુમાન

Paresh Goswami Ni Agahi: અત્યારે શિયાળાની વિદાય અને ઉનાળાની આગમનની ઘડીઓ ગણાઈ રહી છે. આ વર્ષે શિયાળો ભલે ફેબ્રુઆરી મહિનાના અંત સુધી લાંબો ચાલે, પરંતુ વારંવાર વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરના 4 મહિનાની ઠંડીની સિઝનમાં હવામાનમાં મોટો ઉતાર-ચડાવ જોવા મળ્યો છે. એવામાં ઉનાળામાં કેટલી ગરમી પડશે અને ચોમાસું કેવું રહેશે? તેને લઈને સૌ કોઈ મુંઝવણમાં છે, ત્યારે જાણીતા હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીએ દેશી પદ્ધિતિના આધારે ચોમાસાનું આગોતરું અનુમાન કર્યું છે.

પરેશ ગોસ્વામીએ જણાવ્યું કે, હવામાન વિભાગ દ્વારા જે કોઈ પણ આગાહી કરવામાં આવે છે, તે ટેક્નોલૉજીના આધારે વૈજ્ઞાનિક ઢબે કરવામાં આવતી હોય છે. જો કે કેટલાક લોકો દેશી પદ્ધતિના આધારે પણ ભાવિ હવામાનનું અનુમાન લગાવતા હોય છે. જે પૈકી એક છે કસ કાતરા…

કસ કાતરા એટલે નવા વર્ષના દિવસથી લઈને ફાગણ મહિનાની પૂનમ એટલે કે હોળી સુધી આકાશની અંદર જે લિસોટા જેવા વાદળ થાય તેને કસ કહેવાય છે. જેના આધારે ચોમાસાનું અનુમાન કરવામાં આવતું હોય છે.

જો કે અત્યાર સુધી જે જે કસ દેખાયા છે, તે સંપૂર્ણપણે નબળા છે. જેથી ચોમાસું નબળું જશે એવું માનવાની જરૂર નથી. ચોમાસું સારું જ થવાનું છે. એક વાત ચોક્કસ છે કે, દર વર્ષે થતાં હોય તેટલા કસ નથી થયા, પરંતુ હવે તેનું પ્રમાણ વધશે. આગામી 20 ફેબ્રુઆરી સુધી જે કસ થશે, તે કસના વરસાદો ચોમાસા દરમિયાન ફાયદારૂપ થશે.