Ashram Express Train Latest News: અમદાવાદ-દિલ્હી આશ્રમ એક્સપ્રેસ ટ્રેનમાં મુસાફરી કરતા મુસાફરો માટે મહત્ત્વના સમાચાર સામે આવ્યા છે. 1 ફેબ્રુઆરીથી અમદાવાદ-દિલ્હી આશ્રમ એક્સપ્રેસ ટ્રેનના ઓપરેટિંગ સ્ટેશનને લઈને ફેરફાર કરવામાં આવ્યો છે. 1 ફેબ્રુઆરીથી અમદાવાદ-દિલ્હી આશ્રમ એક્સપ્રેસ ટ્રેન કાલુપુર સ્ટેશનના બદલે સાબરમતીથી ઓપરેટ થશે.
1 ફેબ્રુઆરીથી ટ્રેન નંબર 12915 અમદાવાદ-દિલ્હી આશ્રમ એક્સપ્રેસ માટે સાબરમતી રેલવે સ્ટેશનથી ઉપડવાનો સમય 19:40નો રહેશે. જ્યારે દિલ્હી-અમદાવાદ આશ્રમ એક્સપ્રેસ ટ્રેન નંબર 12916 સાબરમતી સ્ટેશન પર સવારે 5:55 વાગ્યે આવશે અને ત્યાંથી આગળ વધશે નહીં. રેલવે પ્રશાસનના નવા નિર્ણય મુજબ ટ્રેન સાબરમતી સ્ટેશન પર સમાપ્ત થશે અને કાલુપુરના અમદાવાદ જંકશન તરફ આગળ વધશે નહીં. મુસાફરો વધુ માહિતી માટે ઈન્ડિયન રેલ્વેની વેબસાઈટની મુલાકાત લઈ શકે છે.
ઝડપી અને વિશ્વસનીય સમાચારો માટે ડાઉનલોડ કરો ગુજરાતી જાગરણની ન્યૂઝ એપ.