Shri Banaskantha Audichya Sahastra Brahmo Samaj: શ્રી બનાસકાંઠા ઔદિચ્ય સહસ્ત્ર બ્રહ્મસમાજ અમદાવાદ દ્વારા આગામી 11 જાન્યુઆરી, 2026 ના રોજ જ્ઞાતિના 28માં પરિવાર સ્નેહમિલન સમારંભનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. આ કાર્યક્રમ મહેસાણા જિલ્લાના ઊંઝા તાલુકાના દાસજ મુકામે શ્રી દાસજીયા ગોગા મહારાજ પાર્ટી પ્લોટ ખાતે યોજાશે.
કાર્યક્રમની રૂપરેખા
સમારંભનો પ્રારંભ રવિવારે સવારે 10:00 કલાકે ગુરુપુજા, વંદના અને આરતી સાથે થશે. આ પ્રસંગે પ.પૂ. સંતશ્રી શ્યામસ્વરૂપ બાપુ (ઉજ્જનવાડા) ખાસ ઉપસ્થિત રહી જ્ઞાતિજનોને આશીર્વાદ પાઠવશે. કાર્યક્રમ દરમિયાન સમાજના મુખ્ય દાતાશ્રીઓ તેમજ શૈક્ષણિક ક્ષેત્રે ઝળકેલા તેજસ્વી વિદ્યાર્થીઓનું વિશેષ સન્માન કરવામાં આવશે.
સંતવાણી અને સાંસ્કૃતિક કાર્યક્રમ
મુખ્ય સમારંભના આગલા દિવસે એટલે કે 10 જાન્યુઆરી, 2026 ના રોજ રાત્રે 9:00 કલાકે સંતવાણીનો કાર્યક્રમ યોજાશે. જેમાં પ્રસિદ્ધ લોક ગાયિકા દેવીકાબેન રબારી, દિશાબેન વ્યાસ અને સાહિત્યકાર અમૃતલાલ ચીભડીયા પોતાની કલા પીરસશે.
મહાનુભાવોની ઉપસ્થિતિ
આ સમારંભના અધ્યક્ષપદે ભાનુભાઈ શંકરલાલ જોષી (ભામાશા) બિરાજશે. આ ઉપરાંત જ્ઞાતિના વિવિધ બોર્ડિંગના પ્રમુખો અને આગેવાનો પણ આમંત્રિત મહેમાનો તરીકે હાજર રહેશે. પ્રમુખ અણદાભાઈ આશલ અને મહામંત્રી બળદેવભાઈ જોષી દ્વારા તમામ જ્ઞાતિજનોને આ સ્નેહમિલનમાં પધારવા ભાવભર્યું નિમંત્રણ પાઠવવામાં આવ્યું છે.
આવશ્યક સુચના
- 1) તેજસ્વી વિધાર્થીઓની (60% થી વધુ ગુણ પ્રાપ્ત કરેલ) ધો.10 અને ધો.12 માર્ચ 2025 પરિક્ષાની માર્કશીટની ઝેરોક્ષ તા.09-01-2026 સુધી મંત્રીના પત્ર વ્યવહારના સરનામે મોકલી આપવી અથવા તા.10-01-2026 રાતના 10 વાગ્યા. સુધી પરિવાર મિલનના સ્થળે દાસજ (ઊંઝા) મુકામે આપવી.
- 2) દાસજ (ઊંઝા) કાર્યક્રમના સ્થળે તા.10-01-2026ના રોજ રાત્રી રોકાણ તથા ભોજનની વ્યવસ્થા રાખેલ છે.
પત્ર વ્યવહારનું સરનામુ
શ્રી બનાસકાંઠા ઔદિચ્ય સહસ્ત્ર બ્રહ્મસમાજ અમદાવાદ (આનંદ ભવન), એ-239, મુખીવાસ, જહાંગીરપુરા, સીવીલ હોસ્પિટલ સામે, અસારવા અમદાવાદ-380016. સંપર્કઃ બળદેવભાઈ જયરામભાઈ જોષી (મહામંત્રી) - મો. 9909706813




