Ahmedabad Railway Station: અમદાવાદ આવતી-જતી 95 જેટલી ટ્રેનની ઝડપ વધારવામાં આવી છે. 48 ટ્રેન 65 મિનિટ સુધી પહોંચાડશે. કેટલીક ટ્રેનના અમદાવાદ અને અન્ય સ્ટેશન પરના સ્ટોપેજ સમયમાં 5 થી 10 મિનિટનો ઘટાડો કરાયો છે.
અમદાવાદ ડિવિઝન માંથી પસાર થતી 95 ટ્રેનની ઝડપ વધારવામાં આવી છે, જ્યારે 48 જેટલી ટ્રેનોના સમયમાં 5 થી લઇને 65 મિનિટ સુધીનો ઘટાડો થતા પેસેન્જરોના મુસાફરી સમયમાં ઘટાડો થશે. અમદાવાદ ડિવિઝનની 262 ટ્રેનોના સમય વહેલાં કરાતા આ ટ્રેનો હાલના સમય કરતા 5 થી લઇને 45 મિનિટ વહેલી ઉપડશે. જ્યારે 55 ટ્રેનોનો સમય પાછળ કરાતા આ ટ્રેનો હાલના સમય કરતા 5 થી લઇને 40 મિનિટ મોડી આવશે.
અમદાવાદ ડિવિઝનના અમદાવાદ, સાબરમતી, મહેસાણા, પાલનપુર, પાટણ, ઊંઝા, સિધ્ધપુર, ગાંધીનગર, કલોલ, વિરમગામ, ગાંધીધામ, હિંમતનગર, હળવદ, ધ્રાંગધ્રા, ભુજ સ્ટેશન પર ટ્રેનના આવવા-જવાના સમયમાં ફેરફાર થતા ટ્રેન હાલના નિર્ધારિત સમય કરતાં વહેલી કે મોડી પહોંચશે.
આ ટ્રેનો સમય કરતાં વહેલી ઉપડશે
- ટ્રેન નંબર 19223 ગાંધીનગર-જમ્મુતાવી એક્સપ્રેસ ગાંધીનગરથી સવારે 11.20ના બદલે 11 વાગે ઉપડશે.
- ટ્રેન નંબર 12990 અજમેર-દાદર એક્સપ્રેસ સવારે 4.30ના બદલે 4.15 વાગે અમદાવાદ આવી 4.20 વાગે ઉપડશે.
- ટ્રેન નંબર 12489 બિકાનેર-દાદર એક્સપ્રેસ સવારે 4.30ના બદલે 4.15 વાગે અમદાવાદ આવી 4.20 વાગે ઉપડશે.
- ટ્રેન નંબર 20483 ભગતકી કોઠી-દાદર એક્સપ્રેસ સવારે 4.30ના બદલે 4.15 વાગે અમદાવાદ આવી 4.20 વાગે ઉપડશે.
- ટ્રેન નંબર 19010 બાડમેર-બાંદ્રા એક્સપ્રેસ સવારે 7.35ના બદલે 6.55 વાગે અમદાવાદ આવી 7 વાગે ઉપડશે.
- ટ્રેન નંબર 20823 પુરી-અજમેર એક્સપ્રેસ સવારે 10.18ના બદલે 9.52 વાગે સાબરમતી આવી 9.54 વાગે ઉપડશે.
- ટ્રેન નંબર 14311 બરેલી-ભુજ એક્સપ્રેસ સવારે 4.07ના બદલે 3.47 વાગે ચાંદલોડિયા(બી) આવી 3.52 વાગે ઉપડશે.
- ટ્રેન નંબર 12989 દાદર-અજમેર એક્સપ્રેસ મોડી રાતે 2 વાગ્યાના બદલે 1.38 વાગે પાલનપુર આવી 1.40 વાગે ઉપડશે.
મોડી ઉપડનારી ટ્રેનોની યાદી
- ટ્રેન નંબર 20939 સાબરમતી-સુલતાનપુર એક્સપ્રેસ સાબરમતીથી સવારે 8.20ના બદલે 8.50 વાગે ઉપડશે.
- ટ્રેન નંબર 19411 સાબરમતી-દોલતપુર એક્સપ્રેસ સાબરમતીથી સવારે 9.45ના બદલે 10.05 વાગે ઉપડશે.
- ટ્રેન નંબર 19401 સાબરમતી-લખનઉ એક્સપ્રેસ સાબરમતીથી સવારે 10.05ના બદલે 10.35 વાગે ઉપડશે.
- ટ્રેન નંબર 19409 સાબરમતી-ગોરખપુર એક્સપ્રેસ સાબરમતીથી સવારે 10.05ના બદલે 10.35 વાગે ઉપડશે.
- ટ્રેન નંબર 19407 સાબરમતી-વારાણસી એક્સપ્રેસ સાબરમતીથી સવારે રાતે 10.10ના બદલે 10.55 વાગે ઉપડશે.