'પ્રમુખવરણી અમૃત મહોત્સવ': જ્યાંથી પ્રમુખસ્વામી મહારાજ નામ વિશ્વને મળ્યું, તે 'આંબલીવાળી પોળ' નું વિશેષ મહત્ત્વ જાણો

પ્રમુખસ્વામી મહારાજના પ્રચંડ પુરુષાર્થ દ્વારા સનાતન ધર્મની મહાન પરંપરાઓને સમગ્ર વિશ્વમાં વિસ્તારીને વિરાટ સ્વરૂપ અપાયું છે.

By: Mukesh JoshiEdited By:Mukesh JoshiPublish Date: Wed, 03 Dec 2025 03:51 PM (IST)Updated: Wed, 03 Dec 2025 03:51 PM (IST)
pramukh-varni-amrut-mahotsav-significance-of-ambli-vali-pol-that-gave-name-pramukh-swami-maharaj-to-world

Pramukh Varni Amrut Mahotsav: બીએપીએસ સંસ્થાના 'પ્રમુખવરણી અમૃત મહોત્સવ'ના મુખ્ય સમારોહની 7 ડિસેમ્બરે અમદાવાદ રિવરફ્રન્ટ ખાતે ભવ્ય ઉજવણી થવા જઈ રહી છે, પરંતુ આ ઉત્સવના મૂળમાં શહેરના શાહપુર વિસ્તારની 'આંબલીવાળી પોળ' (યજ્ઞપુરુષ પોળ) નું વિશેષ આધ્યાત્મિક મહત્ત્વ જોડાયેલું છે. આ એ જ મહાપ્રાસાદિક સ્થાન છે, જ્યાંથી પરમ પૂજ્ય પ્રમુખસ્વામી મહારાજ નામની ભેટ વિશ્વને પ્રાપ્ત થઈ હતી.

naidunia_image

પ્રમુખવરણીનો ઐતિહાસિક દિવસ

વર્ષ 1950માં (વિક્રમ સંવત 2006) 21 મેના રોજ આ જ આંબલીવાળી પોળમાં આવેલા નાના મંદિરમાં બી.એ.પી.એસ.ના સ્થાપક બ્રહ્મસ્વરૂપ શાસ્ત્રીજી મહારાજે નવયુવાન સંત શાસ્ત્રી નારાયણસ્વરૂપદાસજીને સંસ્થાના આજીવન અધ્યક્ષ તરીકે નિયુક્ત કર્યા હતા. આ દિવસથી જ શાસ્ત્રી નારાયણસ્વરૂપદાસજી કરોડો ભક્તોના વહાલસોયા 'પ્રમુખસ્વામી મહારાજ' તરીકે ઓળખાયા.

naidunia_image

પ્રમુખપદે નિયુક્ત થતાં જ તેમણે વિનમ્રતાપૂર્વક પ્રતિજ્ઞા લીધી હતી કે, "મારા દેહની પરવા કર્યા વિના હું મારું કર્તવ્ય બરાબર બજાવી આપનો કૃતકૃત્ય બનીશ." તેમણે આ પ્રતિજ્ઞા જીવનભર પાળીને હજારો લોકસેવાના અભિયાનો ચલાવ્યા.

naidunia_image

આંબલીવાળી પોળના મહત્ત્વના નિર્ણયો

વિશ્વવ્યાપી આધ્યાત્મિક-સામાજિક સંગઠન તરીકે ઉભરી રહેલી બીએપીએસ સંસ્થાના વિકાસમાં આંબલીવાળી પોળનું મહત્ત્વ અદ્વિતીય છે:

  • 1938: બ્રહ્મસ્વરૂપ શાસ્ત્રીજી મહારાજે અહીંથી સંસ્થાના અદ્વિતીય ગુજરાતી સામાયિક 'સ્વામિનારાયણ પ્રકાશ' નો આરંભ કરીને પ્રકાશન પ્રવૃત્તિનું બીજારોપણ કર્યું હતું.
  • 1939: પ્રમુખસ્વામી મહારાજને 18 વર્ષની ઉંમરે અહીં પાર્ષદ દીક્ષા આપવામાં આવી હતી.
  • 1940: અમદાવાદમાં બી.એ.પી.એસ. સ્વામિનારાયણ સંસ્થાનું સૌપ્રથમ હરિમંદિર અહીં જ સ્થાપવામાં આવ્યું હતું.
  • 1942 અને 1949: પ્રમુખસ્વામી મહારાજે અહીં રહીને સંસ્કૃત વિદ્યાભ્યાસ કર્યો હતો.
  • ગઢડા મંદિર અને અમદાવાદના શાહીબાગ મંદિરના નિર્માણ અંગેના મહત્ત્વના નિર્ણયો આ જ પોળમાંથી લેવાયા હતા.
  • 2022માં પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજની પ્રેરણાથી પ્રમુખસ્વામી મહારાજના જન્મ શતાબ્દી વર્ષે આ પોળનું નવીનીકરણ પણ કરવામાં આવ્યું હતું.
naidunia_image

અમૃત મહોત્સવનું પરાકાષ્ઠા

પ્રમુખસ્વામી મહારાજના પ્રચંડ પુરુષાર્થ દ્વારા સનાતન ધર્મની મહાન પરંપરાઓને સમગ્ર વિશ્વમાં વિસ્તારીને વિરાટ સ્વરૂપ અપાયું છે. 'પ્રમુખવરણી અમૃત મહોત્સવ'માં આ ભવ્ય જીવનકાર્યને અનેકવિધ સાંસ્કૃતિક પ્રસ્તુતિઓ દ્વારા પ્રસ્તુત કરવામાં આવશે, જેનું જીવંત પ્રસારણ લાખો ભક્તો ઘરે બેઠા નિહાળશે.

naidunia_image