PM Modi Birthday: ગુજરાતમાં વિવિધ જગ્યાઓ પર વડાપ્રધાન મોદીના 75મા જન્મદિવસની હોંશભેર ઉજવણી કરાઇ

દેશભરમાં આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના 75માં જન્મદિનની ભાવભેર ઉજવણી કરવામાં આવી રહી છે. જેમાં ગુજરાતમાં લોકોએ વિવિધ રીતે ઉજવણી કરી હતી.

By: Mukesh JoshiEdited By: Mukesh Joshi Publish Date: Wed 17 Sep 2025 08:49 AM (IST)Updated: Wed 17 Sep 2025 08:49 AM (IST)
pm-modis-75th-birthday-celebrated-with-great-enthusiasm-across-gujarat-604357

PM Narendra Modi Birthday: વડાપ્રધાન નરેન્દ્ર મોદીના 75મા જન્મદિવસના અવસર પર અમદાવાદના મણિનગરમાં લોકોએ ફૂલોથી ભારતનો નકશો બનાવીને અને ગરબા રમીને ઉજવણી કરી હતી. ભાજપના ધારાસભ્ય અમુલ ભટ્ટ અને કાઉન્સિલર કરણ ભટ્ટે પણ આ કાર્યક્રમમાં હાજરી આપી હતી.

અમદાવાદમાં નકશો બનાવીને શુભેચ્છા પાઠવી

આ દરમિયાન ભાજપના અમુલ ભટ્ટે કહ્યું કે, "અમે ભારતના નકશા પર 'નમોત્સવ' લખીને અને ગરબા રમીને વડાપ્રધાનને શુભેચ્છા પાઠવીએ છીએ. આ પ્રસંગે દેશભરમાં ઘણા સેવા કાર્યક્રમોનું પણ આયોજન કરવામાં આવી રહ્યું છે."

સુરતમાં ખાસ તિરંગો બનાવામાં આવ્યો

સુરતમાં નરેન્દ્ર મોદીના 75મા જન્મદિવસ નિમિત્તે, લોકોએ સૌથી મોટો તિરંગો ફરકાવ્યો અને ખાસ કપડાથી વડાપ્રધાનનું વિશાળ પોસ્ટર બનાવ્યું હતું. ત્રિરંગો અને પોસ્ટર બનાવનારા પ્રવીણ ગુપ્તાએ કહ્યું કે, "વડાપ્રધાન મોદીના પોસ્ટર સાથેનો ત્રિરંગો તેમના 'હર ઘર તિરંગા' અભિયાન માટે છે, જે રાષ્ટ્રધ્વજ પ્રત્યેના તેમના પ્રેમને દર્શાવે છે. 20 લોકોની ટીમે 15 થી 20 દિવસનો સમય કાઢીને આ પોસ્ટર તૈયાર કર્યું છે. આ પોસ્ટરની આસપાસ એક પટ્ટો છે જેથી 54 લોકો તેને સરળતાથી પકડી શકે. અમે સુરત અને સમગ્ર દેશ વતી મોદીને હાર્દિક શુભેચ્છાઓ અને અભિનંદન પાઠવીએ છીએ."