PM Awas Yojana 2026 Online Apply: ભારત સરકાર દ્વારા લોકોને આર્થિક મદદ પૂરી પાડવાના હેતુથી અનેક યોજનાઓ ચલાવવામાં આવી રહી છે, જે પૈકીની સૌથી મોટી કોઈ યોજના હોય તો તે છે પ્રધાનમંત્રી આવાસ યોજના (PMAY). આ યોજનાનો મુખ્ય ઉદ્દેશ્ય આજની વધતી જતી મોંઘવારી વચ્ચે ઓછી આવક ધરાવતા પરિવારોને પાકું ઘર ઉપલબ્ધ કરાવવાનો છે.
પ્રધાનમંત્રી આવાસ યોજનાના પ્રથમ તબક્કામાં દેશના લાખો ગરીબ પરિવારોના પોતાના ઘરનું સપનું સાકાર થઈ ચૂક્યું છે. હવે આજ સફળતાને આગળ વધારતા મોદી સરકારે પ્રધાનમંત્રી આવાસ યોજના 2.0 (PM Awas Yojana) લૉન્ચ કરી છે. જે અંતર્ગત આવનારા વર્ષોમાં દેશના શહેરી અર્થાત અર્બન વિસ્તારમાં રહેતા પરિવારો માટે 1 કરોડ નવા પાકા મકાન બનાવવામાં આવશે.
આ યોજનાનો લાભ કોને મળશે?
PMAY-U 2.0માં મુખ્યત્વે જેમની આર્થિક સ્થિતિ સારી ના હોય તેવો વર્ગ (EWS), ઓછી આવક ધરાવતો વર્ગ (LIG) અને મધ્યમ આવક ધરાવતા વર્ગ (MIG)ના પરિવારને લાભ મળવા પાત્ર છે.
જે પરિવારની વાર્ષિક આવક 3 લાખ રૂપિયા સુધીની હોય, તેમને EWS કેટેગરીમાં ગણવામાં આવે છે. આવી જ રીતે LIG પરિવારમાં જેમની વાર્ષિક આવક 3 થી 6 લાખ રૂપિયા સુધીની હોય અને MIGમાં જે પરિવારોની વાર્ષિક આવક 6 થી 9 લાખ રૂપિયા સુધીની હોય તેમને સામેલ કરવામાં આવ્યા છે.
1 करोड़ नए मकानों के लिए आवेदन शुरू हो चुके हैं! 🏠✨
— Ministry of Housing and Urban Affairs (@MoHUA_India) May 21, 2026
हर परिवार का सपना होता है कि उसका अपना एक पक्का घर हो। इसी सपने को पूरा करने के लिए प्रधान मंत्री आवास योजना - शहरी 2.0 के तहत आवेदन आमंत्रित किए जा रहे हैं।
अधिक जानकारी के लिए पोस्ट को सेव करें! #MoHUA #PMAYU pic.twitter.com/Fe38nfxzUD
આ યોજનાના નિયમો મુજબ, અરજકર્તાના પરિવાર પાસે દેશના કોઈ પણ ભાગમાં પહેલા કોઈ પાકુ ઘર ના હોવું જોઈએ. ઝૂંપડપટ્ટીમાં રહેતા લોકો, નોકરિયાત મહિલાઓ, સીનિયર સિટીઝન અને દિવ્યાંગોને આ યોજના અંતર્ગત મકાન ફાળવવામાં પ્રાથમિક્તા આપવામાં આવશે.
અરજી કેવી રીતે કરવી અને ક્યા ડૉક્યુમેન્ટની જરૂર પડશે?
આ વખતે સરકાર દ્વારા આવાસ યોજના માટે અરજી કરવાની પ્રક્રિયાને એકદમ સરળ અને ડિજિટલ બનાવી દીધી છે. જેમાં તમે ઘરે બેઠા બે સરળ રીતે તમારું રજિસ્ટ્રેશન કરાવી શકો છો.
આ માટે એક સ્પેશિયલ QR કોડ પણ આપવામાં આવ્યો છે. તમે તમારા સ્માર્ટફોનના કેમેરા કે કોઈ પણ QR સ્કેનર એપની મદદથી તેને સ્કેન કરશો, તે સાથે જ તમે ડાયરેક્ટ અરજી ફોર્મના પેજ પર પહોંડી જશે. જ્યાં તમારે તમારી વિગતો ભરવાની રહેશે.
બીજી રીતમાં સરકાર દ્વારા એક લિન્ક પણ આપવામાં આવી છે. જેના માટે તમે કોમ્પ્યુટરના બ્રાઉઝરમાં https://pmaymis.gov.in/PMAYMIS2_2024/ પેજ ઓપન કરવાનું રહેશે. જ્યાં તમને 'PMAY-U 2.0 Online Application'નો ઑપ્શન દેખાશે, તેના પર ક્લિક કરીને તમે તમારું ફોર્મ ભરી શકો છો.
હવે જો જરૂરી ડૉક્યુમેન્ટની વાત કરીએ તો, અરજકર્તા પાસે પોતાનું મોબાઈલ નંબર સાથે લિન્ક આધારકાર્ડ, ચૂંટણી કાર્ડ, પાન કાર્ડ, આવકનો દાખલો, બેંકની પાસબુક (જેમાં સબસિડીના પૈસા ટ્રાન્સફર થાય), હાલના સરનામાનો પુરાવો અને પાસપોર્ટ સાઈઝના ફોટાની જરૂર પડશે.
