Ahmedabad To Dahod GSRTC Bus Ticket Price: હોળીની રજામાં વતનમાં જવા માટે મોટી સંખ્યામાં લોકો પ્લાનિંગ કરતા હોય છે. ત્યારે અમદાવાદથી દાહોદ કેવી રીતે જવું? સેમા જવું ? બસમાં જઈએ તો ક્યારે બસ મળે અને ભાડું શું હોય છે તેવા અનેક સવાલો લોકોના મનમાં થતા હોય છે. આજે ગુજરાતી જાગરણ તમને જણાવશે અમદાવાદથી દાહોદ જવા માટે GSRTC એટલે કે ગુજરાત એસટીની કેટલી બસો છે, ક્યારે ઉપડે છે અને શું ભાડું છે.
અમદાવાદથી દાહોદ જવા માટે કેટલી બસો છે? (Ahmedabad To Dahod GSRTC Bus)
અમદાવાદથી દાહોદ જવા માટે ગુજરાત એસટીની કુલ 62થી વધારે બસોની સુવિધા છે. જે અલગ અલગ સમયે તમને દાહોદ લઈ જશે. ગીતા મંદિરથી તમને 24 કલાક દાહોદ જવા માટેની બસ મળશે. કોઈપણ સમયે તમે ગીતા મંદિર સ્ટેશન પહોંચશો તો ત્યાંથી તને 10 મિનિટ, 15 મિનિટ અને 25 મિનિટના અંતરે કોઈને કોઈ બસ મળી જ જશે.
અમદાવાદથી દાહોદ જવા માટે ભાડું કેટલું છે? (Ahmedabad To Dahod GSRTC Bus Fare)
અમદાવાદના ગીત મંદિરથી દાહોદ જવા માટેની બસનું ભાડું સામાન્ય રીતે 165 રૂપિયા છે. એસી બસનું ભાડું 326 રૂપિયા છે.
અમદાવાદથી દાહોદ પહોંચવા માટે કેટલો સમય લાગે છે? (GSRTC Ahmedabad to Dahod Bus Booking: Timings, Fare)
અમદાવાદથી દાહોદનું અંતર 204 કિલોમીટર છે. ગુજરાત એસ ટીની બસ અમદાવાદથી દાહોદ પહોંચવા માટે 4થી 4.30 કલાકનો સમય લે છે.
(માહિતી સોર્સ-gsrtc.in)