Ahmedabad Bopal to Surat GSRTC Bus: બોપલથી સુરત જવાની બેસ્ટ બસ અને તેના ભાડા વિશે જાણો

જો તમે બોપલથી સુરત જવાનું વિચારતા હોવ તો ઓનલાઈન ટિકિટ કરાવીને જ જજો. કારણ કે મોટાભાગના કિસ્સામાં આ બસ ફૂલ હોય છે.

By: Jagran GujaratiEdited By: Jagran Gujarati Publish Date: Fri 15 Nov 2024 06:44 PM (IST)Updated: Fri 15 Nov 2024 07:00 PM (IST)
planning-trip-from-ahmedabad-bopal-to-surat-check-out-the-best-gsrtc-buses-with-low-fares-429072

Ahmedabad Bopal To Surat GSRTC Bus Ticket Price: તમે અમદાવાદના બોપલમાં રહો છો અને સુરત જવું છે? ચિંતા ન કરો આજે ગુજરાતી જાગરણ તમને બોપલથી સુરત જવા માટે બેસ્ટ બસની વિગતો જણાવશે. આ બેસ્ટ એટલા માટે છે કારણ કે તે તમારા અનુકળ સમયે અને ઓછા ભાડામાં તમને સુરત પહોંચાડી દેશે.

અમદાવાદના બોપલ બીઆરટીએસ બસ સ્ટેશન પાસેથી ઉપડતી GSRTC ની એટલે કે એસટી બસ ખુબજ લોકપ્રિય અને ફૂલ જઈ રહી છે. તેનો ઉપડવાનો સમય સવારના 4.40 છે. જો તમે સવારના 4.41 જશો તો તમને આ બસ અહીં જોવા મળશે નહીં. વળી તમે આ બસને પકડી પણ શકશો નહીં.

સમયની દ્રષ્ટિએ આ બસ બેસ્ટ એટલા માટે છે કારણે કે તમને તે સુરતના કામરેજ સ્ટેશન પર 10 વાગ્યે પહોંચાડી દેશે જ્યારે સુરતમાં 10.30ની આસપાસ પહોંચાડી દેશે. આ બસ વચ્ચે નાસ્તા-પાણી માટે એક વોલ્ટ પણ કરે છે.

ભાડાની વાત કરીએ તો આ બસનું ભાડું 199 છે. જો તમે બોપલથી સુરત જવાનું વિચારતા હોવ તો ઓનલાઈન ટિકિટ કરાવીને જ જજો. કારણ કે મોટાભાગના કિસ્સામાં આ બસ ફૂલ હોય છે. હવે તમને સવાલ થતો હશે કે સુરતથી ફરી બોપલ રિટર્ન થવા માટે? હા આજ બસ તમને બપોરના 1.30 વાગ્યે સુરતના બસ સ્ટેશન પરથી મળી જશે. તે તમને સાંજે બોપલમાં ઉતારશે.