Ahmedabad Bapunagar to Dwarka GSRTC Bus: જો તમે અમદાવાદના બાપુનગરથી દ્વારકા જવાનો પ્લાન બનાવી રહ્યો છે. તો તમારે બસ માટે કંઈ દૂર જવાની જરૂર નથી. તમને બાપુનગરથી જ સીધી દ્વારકાની બસ મળી રહેશે. જે તમે અગાઉથી જ ખૂબ સરળ રીતે ઓનલાઈન ટિકિટ બુક કરી શકો છો.
બાપુનગરથી દ્વારકા એસટી બસ સમય
જો તમે બાપુનગરથી જ સીધા દ્વારકા જવા માંગો છો. તો GSRTC ની એટલે કે એસટી બસની ચાર બસ મળી રહેશે. જેમાં સૌથી પહેલી બસ વહેલી સવારે 7.20 થી શરૂ થશે. ત્યારબાદ 10 વાગ્યે, સાંજે 5.50 વાગ્યે અને છેલ્લી બસ 6.20 વાગ્યે મળી રહેશે. જેમાં 10 થી 11 કલાકમાં દ્વારકા પહોંચી જશો.
બાપુનગરથી દ્વારકા એસટી બસ ભાડું
બાપુનગરથી દ્વારકા જવાનું ભાડું 286 રુપિયાથી શરૂ થાય છે. જેમાં તમને 324 રુપિયામાં છેક દ્વારકા સુધીની લકઝરી બસ પણ મળી રહેશે. જેની તમે ઓનલાઈન ટિકિટ બુક કરાવી શકો છો.
બાપુનગરથી દ્વારકા બસ ટિકિટ
બાપુનગરથી દ્વારકા બસ એસટી બસ બુક કરાવવા માટે તમે ઓનલાઈન વેબસાઈટ https://gsrtc.in પર જઈને ટિકિટ બુક કરાવી શકો છે. સાથે જ GSRTC એપ્લિકેશન પરથી પણ બુક કરી શકો છે. (તસવીર સૌજન્ય GSRTC Fan's Club )