પરેશ ગોસ્વામીની આગાહીઃ બંગાળની ખાડીમાં સર્જાયેલી વરસાદી સિસ્ટમ રાજસ્થાન તરફ ફંટાઈ, આગામી 5 દિવસ ગુજરાતમાં ભારે વરસાદની શક્યતા નહિવત

સુરતના ઉમરપાડા, સાબરકાંઠાના ખેડબ્રહ્મા અને વલસાડના કપરાડામાં 2 ઈંચથી વધુ, જ્યારે 13 તાલુકામાં 1 ઈંચથી વધુ વરસાદી ઝાપટાં નોંધાયા

By: Sanket ParekhEdited By:Sanket ParekhPublish Date: Mon, 14 Jul 2025 10:30 PM (IST)Updated: Mon, 14 Jul 2025 10:33 PM (IST)
paresh-goswami-ni-agahi-next-5-days-little-chance-of-heavy-rain-across-the-gujarat
HIGHLIGHTS
  • આવતીકાલથી નીકળતો તડકો ચોમાસું પાક માટે સારો રહેશે
  • આજે રાજ્યના 93 તાલુકમાં છૂટોછવાયો વરસાદ વરસ્યો

Paresh Goswami Ni Agahi: છેલ્લા કેટલાક દિવસથી ગુજરાતમાં વરસાદનું જોર ઘટી ગયું છે અને ફરીથી લોકો બફારાના કારણે પરસેવે રેબઝેબ થવા લાગ્યા છે. આજે પણ આખા દિવસ દરમિયાન રાજ્યના માંડ 93 તાલુકામાં વરસાદ વરસ્યો હતો. જે પૈકી માંડ 13 તાલુકામાં 1 ઈંચથી વધુ વરસાદ નોંધાયો છે. એવામાં જાણીતા હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામી દ્વારા આગામી દિવસોમાં રાજ્યના હવામાનને લઈને મોટી આગાહી કરવામાં આવી છે.

પરેશ ગોસ્વામીના જણાવ્યા મુજબ, ગુજરાતમાં વરાપના માહોલના કારણે ઉત્તર ગુજરાતના અરવલ્લી, સાબરકાંઠા, મહેસાણા, પાટણ, બનાસકાંઠા જિલ્લા ઉપરાંત મધ્ય પ્રદેશની સરહદને અડીને આવેલા દાહોદ, છોટા ઉદેપુર અને મહીસાગર જેવા જિલ્લાઓના છૂટાછવાયા ભાગોમાં વરસાદી ઝાપટા નોંધાયા છે.

જો કે બંગાળની ખાડીમાં સક્રિય થયેલી સિસ્ટમ જે ગુજરાત તરફ આવતી હતી, તે મધ્ય પ્રદેશથી ઉત્તર તરફ ફંટાઈને રાજસ્થાન તરફ જતી રહી છે. જેના પરિણામે અત્યારે રાજસ્થાનમાં ભારે વરસાદ પડી રહ્યા છે. આ સિસ્ટમ ગુજરાતથી ઘણી આગળ નીકળી જવાથી હાલ રાજ્યમાં છૂટોછવાયો વરસાદ પડી રહ્યો છે.

આવતીકાલથી ગુજરાતમાં વરસાદની તીવ્રતામાં ઘટાડો થશે. હમણાં વરસાદની કોઈ સિસ્ટમ ગુજરાત ઉપર સક્રિય નથી. આગામી 19 જુલાઈ સુધી વરાપનો માહોલ યથાવત રહેવાનો છે. જેથી હાલ પાંચ દિવસ સુધી રાજ્યમાં ભારે વરસાદની શક્યતા નહીવત રહેશે. આવતીકાલથી ગુજરાતનું વાતાવરણ પણ સૂકુ રહેશે અને તડકો પણ જોવા મળશે.

જો આજે વરસેલા વરસાદની વિગતો જોઈએ તો, રાતે 10 વાગ્યા સુધીમાં રાજ્યના 93 તાલુકામાં છૂટાછવાયા વરસાદી ઝાપટા નોંધાયા છે. જે પૈકી ઉમરપાડામાં 57 મિ.મી, ખેડબ્રહ્મા અને કપરાડામાં 56-56 મિ.મી, વ્યારામાં 42 મિ.મી, જાંબુઘોડામાં 41 મિ.મી, સાગબારા