Paresh Goswami Ni Agahi: છેલ્લા કેટલાક દિવસથી ગુજરાતમાં વરસાદે એકંદરે વિરામ લીધો હોવાથી લોકો એવું માની રહ્યા છે કે, ચોમાસું વિદાય લઈ રહ્યું છે. જો કે જાણીતા હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીના મતે ગુજરાતમાં હજુ સુધી ચોમાસાની વિદાય નથી નથી. સપ્ટેમ્બરના છેલ્લા સપ્તાહ દરમિયાન ગુજરાતમાં વરસાદનો વધુ એક રાઉન્ડ આવશે.
પરેશ ગોસ્વામીના જણાવ્યા પ્રમાણે, સપ્ટેમ્બર મહિનાના પ્રથમ સપ્તાહમાં રાજ્યના છૂટાછવાયા ભાગોમાં મધ્યમથી હળવા અને કેટલાક ભાગોમાં ભારે વરસાદી ઝાપટાં નોંધાયા હતા. જો કે સપ્ટેમ્બરના બીજા સપ્તાહમાં પાકિસ્તાનના સિંધ પ્રાંત ઉપર એન્ટી સાયક્લોન બન્યું હતુ. જેના કારણે બંગાળની ખાડીમાં સર્જાયેલી સિસ્ટમ ગુજરાત સુધી પહોંચી શકી નથી. આથી સપ્ટેમ્બરના બીજા સપ્તાહથી વરસાદનું જોર ઘટી ગયું છે.
આ પણ વાંચો
ગત 10 સપ્ટેમ્બર બાદ ગુજરાતમાં તાપમાન ઊંચુ આવીને 32 થી 35 ડિગ્રીની આસપાસ પહોંચી ગયું છે. આગામી 20 સપ્ટેમ્બર સુધી આ પ્રકારનું ઊંચુ તાપમાન જળવાઈ રહેશે. હજુ બંગાળની ખાડીમાં સર્જાયેલી સિસ્ટમ હજુ પણ સક્રિય છે અને એન્ટી સાયક્લોનની કોઈ અસર નથી. આથી સપ્ટેમ્બરના છેલ્લા સપ્તાહમાં બંગાળની ખાડીમાં વધુ એક વરસાદી સિસ્ટમ બનશે, જે ગુજરાત ઉપરથી પસાર થશે. જેના કારણે 24 સપ્ટેમ્બરની આસપાસ ગુજરાતમાં વરસાદનો વધુ એક રાઉન્ડ ચાલુ થશે. જેની અસર ગુજરાતના 60 થી 70 ટકા ભાગમાં વર્તાશે. આ દરમિયાન ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત, સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના ભાગોમાં 2 થી 5 ઈંચ સુધી વરસાદ વરસી શકે છે.
ખાસ વાત એ છે કે, બંગાળની ખાડીની જે સિસ્ટમ ગુજરાત તરફ આવી રહી છે, તે ચાલુ વર્ષના ચોમાસાની છેલ્લી સિસ્ટમ હશે. જે બાદ ઑક્ટોબર મહિના ચોમાસાની વિદાયની શરૂઆત થશે. જેથી આગામી 2 ઓક્ટોબર થી 18 ઓક્ટોબર દરમિયાન ગુજરાતના તમામ જિલ્લાઓમાં તબક્કાવાર મોન્સૂન વિડ્રોની પ્રોસેસ ચાલશે.
