Navratri Gen Z Vacation:આગામી 11 ઓક્ટોબરથી શરૂ થઈ રહેલા નવરાત્રી પર્વ દરમિયાન વેકેશન આપવાની માંગ ઉઠી છે. હિન્દુ સંગઠન ભગવા સેનાએ આખી રાત ગરબા બાદ સવારે બાળકોને સ્કૂલે જવાનો પ્રશ્ન ઉઠાવીને GEN Z વેકેશનની માંગ કરી છે. આ સાથે જ વિધર્મી વિનાની નવરાત્રી માટે હાકલ કરી છે.
સવાર સુધી ગરબાની છૂટ, તો વેકેશન પણ આપો
આ પણ વાંચો
આ અંગે ભગવા સેનાના પ્રમુખ કમલ રાવલે જણાવ્યું કે, નવરાત્રીમાં સરકાર દ્વારા સવારે 5 વાગ્યા સુધી ગરબાની મંજૂરી આપવામાં આવે છે. જે બાદ 7 વાગ્યાનો સ્કૂલનો સમય હોય છે. આથી આખી રાતના ગરબા બાદ વહેલી સવારે બાળકો સ્કૂલે કેવી રીતે જાય? આથી સરકારે GEN Zનું વિચારવું જોઈએ. જો ગરબાના સમયમાં છૂટ આપો છો, તો વેકેશન પણ આપવું જોઈએ.
વિધર્મી વિનાની નવરાત્રી હોવી જોઈએ
નવરાત્રી દરમિયાન લવ જેહાદના વધતા કિસ્સાઓ અટકાવવા માટે હિન્દુ સંગઠનો દ્વારા વિધર્મીઓના પ્રવેશ પર રોક લગાવવામાં આવતી હોય છે. આ દિવસોમાં જ હિન્દુ છોકરીઓને ફસાવવામાં આવતી હોવાથી, નવરાત્રી વિધર્મી વિનાની જ હોવી જોઈએ.
અત્યાર સુધી આધાર કાર્ડ ચેક કરીને અને તિલક લગાવીને જ લોકોને ગરબામાં પ્રવેશ આપવામાં આવતો હતો. જો કે આ વર્ષે અમે પોસ્ટર લગાવવાના છીએ. દરેક પાર્ટીપ્લોટ પર પોસ્ટરમાં હશે, તે વસ્તુઓ હશે તેવા લોકોને જ ગરબામાં પ્રવેશ આપવામાં આવશે. નવરાત્રીમાં ગાવા વાળા, વગાડવા વાળા કે કેટરિંગવાળામાં પણ કોઈ વિધર્મીને ચલાવી નહી લેવામાં આવશે.
