Malhar Thakar Wedding Video: તાજેતરમાં ગુજરાતી એક્ટર મલ્હાર ઠાકર અને એક્ટ્રેસ પૂજા જોશી લગ્નના બંધનમાં બંધાયા છે, ત્યારે સોના મિસ્ત્રીએ આ નવદંપતીનો એક સુંદર વીડિયો શેર કર્યો છે. જેમાં આ કપલ ગાર્ડનમાં બેઠેલું જોવા મળે છે. આ સમયે પૂજા જોશીના હાથમાં લગ્નની મહેંદી મૂકેલી છે અને મલ્હાર ઠાકરને આ મહેંદી ભરેલા હાથમાં પોતાનું નામ શોધવાનું કહેવામાં આવે છે.
આ વીડિયોમાં પૂજા કહી રહી છે (મલ્હાર) નામ શોધી રહ્યા છે. એમનું નામ મેં લખ્યું છે મારા હાથમાં, જોઈએ તેમને મળે છે કે નહીં? જેથી મલ્હાર ઠાકર પૂજાનો હાથ આગળ પાછળ ફેરવીને બારીક નજરે પોતાનું નામ શોધવાનો પ્રયાસ કરે છે. પૂજાના હાથમાં એક-બે જગ્યા બતાવીને મલ્હાર કહે પણ છે, આ રહ્યું મારું નામ. જો કે પૂજા ઈનકાર કરે છે.
આ વીડિયોમાં કપલ ખૂબ જ સુંદર લાગી રહ્યું છે. ફેન્સ પણ વીડિયોમાં કોમેન્ટ કરી રહ્યા છે. એક યુઝર્સે લખ્યું કે, પત્નીના હાથમાં વરરાજા પહેલીવાર પોતાનું નામ શોધે, તે દ્રશ્ય જોવા જેવું હોય છે. એક યુઝર્સે લખ્યું કે, આટલી ઝીણી મહેંદીમાં તો ભલભલા પોતાનું નામ શોધવામાં ભોંઠા પડી જાય. એક યુઝર્સે મલ્હાર અને પૂજાની જોડીને ગુજરાતી ફિલ્મ ઈન્ડસ્ટ્રીઝના સિદ્ધાર્થ મલ્હોત્રા અને કિયારા અડવાણી કહ્યા છે.