Laptop Sahay Yojana Gujarat 2024: ગુજરાત સરકાર દ્વારા તમામ વર્ગના લોકો માટે વિવિધ યોજનાઓ બહાર પાડવામાં આવે છે. તેમાંથી જ એક યોજના છે લેપટોપ ખરીદ સહાય યોજના. આ યોજના હેતુ શ્રમયોગીઓના બાળકોને પ્રોત્સાહન મળે અને શિક્ષણ પાછળનો આર્થિક બોજ ઘટે તે છે. આ યોજના હેઠળ વિદ્યાર્થીઓ ઓનલાઈન ફોર્મ ભરીને લેપટોપ મેળવી શકે છે. ત્યારે આજે અમે તમને આ યોજના વિશે સંપૂર્ણ માહિતી આપવા જઈ રહ્યા છે. જાણો આ યોજનાઓ લાભ કઈ રીતે લેવો તેમજ કયા કયા ડોકયુમેન્ટની જરૂર પડશે.
Laptop Sahay Yojana Gujarat 2024 - લેપટોપ ખરીદ સહાય યોજના 2024ની શરતો
- આ યોજનાનો લાભ ધોરણ 12 બોર્ડની પરીક્ષામાં ઉતીર્ણ થયેલ અને ઓલ ઓવર 70 કે તેથી વધુ પર્સન્ટાઇલ મેળવનાર વિદ્યાર્થીઓ લઈ શકે છે.
- આ યોજના હેઠળ પ્રોફેશનલ અથવા ડિઝાઇનિંગ કોર્ષમાં પ્રવેશ મેળવનાર વિદ્યાર્થીને લેપટોપની કિમત મર્યાદા રૂ. 50,000 ધ્યાને લઇ તેના 50% રકમ અથવા રૂ. 25,000 આ બે માંથી જે ઓછી રકમ હશે તે આપવામાં આવશે.
- લેપટોપ વિદ્યાર્થીના નામે ખરીદ કરેલ હોવું જોઈએ.
- વિદેશમાં પ્રવેશ મેળવનાર વિદ્યાર્થીઓને આ યોજનાનો લાભ મળશે નહીં.
- વિદ્યાર્થીએ જે વર્ષે બોર્ડની પરીક્ષા આપી હોય એ જ વર્ષમાં લેપટોપની ખરીદી કરી 6 મહિનામાં અરજી કરવાની રહેશે.
- વિદ્યાર્થીઓના વાલી જે કારખાના/સંસ્થામાં કામ કરતા હોય તેમના દ્વારા સબંધિત વાલીનો છેલ્લા એક વર્ષનો લેબર વેલ્ફેર ફંડ અત્રેની કચેરી ખાતે ભરવામાં આવેલ હોવો જોઈએ. તેમના બાળકો જ આ યોજનાનો લાભ મળવાપાત્ર થશે.
Laptop Sahay Yojana Gujarat 2024 - ઓનલાઇન અરજી કરવાના સ્ટેપ્સ
- સૌ પ્રથમ ઓફિશિયલ વેબસાઈટ https://sanman.gujarat.gov.in/ પર જાઓ.
- ગુજરાત શ્રમયોગી કલ્યાણ બોર્ડ ઓપ્શન પર ક્લિક કરો.
- લેપટોપ ખરીદ સહાય યોજના શોધો.
- નવા યૂઝર ઓપ્શન પર ક્લિક કરો.
- ઓનલાઈન અરજી કર્યા બાદ અરજીની પ્રિન્ટ કાઢી લો.
- અરજી અને યોજનાને અનુરૂપ ડોક્યૂમેન્ટ્સ સ્કેન કરી પોર્ટલ પર અપલોડ કરો અથવા અરજીમાં દર્શાવેલ કચેરી ખાતે રજૂ કરવાના રહેશે.
- ભવિષ્યના ઉપયોગ માટે એપ્લિકેશનની પ્રિન્ટઆઉટ લો.
આ પણ વાંચો - Post Office RD Scheme: પોસ્ટ ઓફિસની આ સ્કીમ પર મળશે 80000 રૂપિયા સુધીનું વ્યાજ, મેળવી લો તમામ જાણકારી
Laptop Sahay Yojana Gujarat 2024 માટે જરૂરી ડોક્યૂમેન્ટ્સ
- આધાર કાર્ડ
- ઈમેલ આઈડી
- મોબાઈલ નંબર
- વીજ બિલ
- સરનામાનો પુરાવો
- પાન કાર્ડ
- બેંક પાસબુક
