Post Office RD Scheme: પોસ્ટ ઓફિસની આ સ્કીમ પર મળશે 80,000 રૂપિયા સુધીનું વ્યાજ, મેળવી લો તમામ જાણકારી

By: Dharmendra ThakurEdited By:Dharmendra ThakurPublish Date: Sun, 11 Aug 2024 10:23 AM (IST)Updated: Sun, 11 Aug 2024 10:23 AM (IST)
post-office-recurring-deposit-rd-scheme-2024-latest-interest-rates-calculator-application-form-benefits-know-all-details-here

Post Office Recurring Deposit Scheme 2024: આજના સમયમાં મોંઘવારી ઘણી વધી રહી છે. ત્યારે લોકો પણ મોટી સંખ્યામાં સેવિંગ કરી રહ્યા છે. ત્યારે આજે અમે તમને જણાવવા જઈ રહ્યા છે પોસ્ટ ઓફિસની એક એવી સ્કીમ વિશે, જેમાં રોકાણ કરવા પર તમને સારું એવું રિટર્ન મળી શકે છે.

પોસ્ટ ઓફિસની આ સ્કીમનું નામ છે રેકરિંગ ડિપોઝિટ સ્કીમ. આ યોજનામાં રોકાણ કરીને સારા પૈસા ભેગા કરી શકાય છે. દેશમાં ઘણા લોકો પોસ્ટ ઓફિસ રેકરિંગ ડિપોઝિટ સ્કીમમાં રોકાણ કરી રહ્યા છે. ત્યારે જાણો આમાં રોકાણ કરવા પર કેટલો ઈન્ટરેસ્ટ રેટ મળે છે.

હાલમાં આ યોજના પર રોકાણ કરવા પર 6.7 ટકા ઈન્ટરેસ્ટ રેટ મળે છે. આ રોકાણમાં મહત્તમ તમે કેટલી પણ રકમ રોકાણ કરી શકો છે. તેને લઈને કોઈપણ પ્રકારની લિમિટ નક્કી કરવામાં આવી નથી. તેનો મેચ્યોરિટી પીરિયડ કુલ પાંચ વર્ષનો છે. જો કે, પાંચ વર્ષ પછી તમે મેચ્યોરિટી પીરિયડ ફરીથી વધારી શકો છો. આ સ્કીમમાં સિંગલ અને જોઈન્ટ બંને પ્રકારના એકાઉન્ટ ખોલી શકાય છે.

7,000 રૂપિયાનું રોકાણ કરવા પર
આ સ્કીમમાં દર મહિને 7,000 રૂપિયાનું રોકાણ કરવા પર 5 વર્ષમાં કુલ 4,20,000 રૂપિયાનું રોકાણ થશે. જેમાં 5 વર્ષ પછી 79,564 રૂપિયા અને મેચ્યોરિટી પર 4,99,564 રૂપિયાનું વ્યાજ મળશે.

5,000 રૂપિયાનું રોકાણ કરવા પર
પોસ્ટ ઓફિસ રિકરિંગ ડિપોઝિટ સ્કીમમાં દર મહિને 5,000 રૂપિયાનું રોકાણ કરવા પર પાંચ વર્ષમાં કુલ 3 લાખ રૂપિયાનું રોકાણ થશે. વર્તમાન વ્યાજ દર 6.7 ટકા પર ગણતા મેચ્યોરિટી સમયે કુલ 3,56,830 રૂપિયા મળશે. આમાં કુલ 56,830 રૂપિયા વ્યાજ તરીકે મળશે.

3,000 રૂપિયાનું રોકાણ કરવા પર
પોસ્ટ ઓફિસ રિકરિંગ ડિપોઝિટ સ્કીમમાં દર મહિને 3,000 રૂપિયા રોકાણ કરવા પર એક વર્ષમાં 36,000 રૂપિયા અને 5 વર્ષમાં કુલ 1,80,000 રૂપિયાનું રોકાણ થશે. વ્યાજ દર મુજબ, વ્યાજ તરીકે રૂ. 34,097 અને પાકતી મુદત પર કુલ રૂ. 2,14,097 મળશે.

2,000 રૂપિયાનું રોકાણ કરવા પર
પોસ્ટ ઓફિસ રિકરિંગ ડિપોઝિટ સ્કીમમાં દર મહિને 2,000 રૂપિયા રોકાણ કરવા પર એક વર્ષમાં રૂ. 24,000 અને 5 વર્ષમાં રૂ. 1,20,000નું રોકાણ થશે. વ્યાજ દર મુજબ, વ્યાજ તરીકે રૂ. 22,732 અને પાકતી મુદત પર કુલ રૂ. 1,42,732 મળશે.