પોસ્ટ ઓફિસ RD કે SBI RD, રૂપિયા 10 હજારના રોકાણ પર ક્યાં મળશે વધારે વ્યાજ?

Post Office RD vs SBI RD:સામાન્ય રીતે બેન્કો અને પોસ્ટ ઓફિસોમાં ફિક્સ્ડ ડિપોઝીટ કે ચોક્કસ થાપણોથી રોકાણકારો બચત યોજનાથી તેમના રોકાણથી મોટું ભંડોળ ઊભુ કરવાનું વલણ ધરાવતા હોય છે.

By: Nilesh ZinzuwadiaEdited By:Nilesh ZinzuwadiaPublish Date: Mon, 16 Nov 2026 12:52 PM (IST)Updated: Mon, 16 Nov 2026 12:52 PM (IST)
rd-sbi-rd-10-sbi-rd-vs-post-office-rd-which-recurring-deposit-scheme-is-better-for-your-savings

Post Office RD vs SBI RD:સામાન્ય રીતે બેન્કો અને પોસ્ટ ઓફિસોમાં ફિક્સ્ડ ડિપોઝીટ કે ચોક્કસ થાપણોથી રોકાણકારો બચત યોજનાથી તેમના રોકાણથી મોટું ભંડોળ ઊભુ કરવાનું વલણ ધરાવતા હોય છે. અલબત પોસ્ટ ઓફિસ અને SBIની RD સ્કીમ ખૂબ જ આકર્ષક વ્યાજ સાથે મેચ્યોરિટી પર મળતી મોટી રકમ એકત્રિત કરી શકે છે.દર મહિને રૂપિયા 10 હજારની રકમ 10 વર્ષ સુધી જમા કરવામાં આવે તો તેનાથી મોટો ફાયદો મળી શકે છે.

આ સ્કીમમાં 6.7 ટકા વાર્ષિક ધોણે વ્યાજ આપે છે. આ વ્યાજ ત્રિમાસિક ધોરણે કમ્પાઉન્ડિંગ હોય છે. આ યોજના મૂળ સ્વરૂપે 5 વર્ષ માટે હોય છે અને રોકાણકારો પાકતી મુદત બાદ તેને આગળ વધારી શકાય છે. બેન્કની રિકરિંગ ડિપોઝીટ દર મહિને નક્કી કરવામાં આવેલ રકમ સાથે ખૂબ જ સાનદાર વળતર મેળવી શકે છે.

પોસ્ટ ઓફિસમાં RD

પોસ્ટ ઓફિસ ખાતે રિકરિંગ ડિપોઝીટ (Post Office RD) અકાઉન્ટમાં 6.7 ટકા વાર્ષિક ધોરણે વ્યાજ આપે છે. તે ત્રિમાસિક ધોરણે કમ્પાઉન્ડિંગ સાથે મહત્તમ 5 વર્ષ માટે હોય છે અને રોકાણકારો પાકવા સમય બાદ પણ તેને લંબાવી શકે છે. રોકાણની આ સ્કીમ સંપૂર્ણ સુરક્ષિત હોવાનું માનવામાં આવે છે અને તેમાં પૈસા બિલકુલ સુરક્ષિત હોવાથી રોકાણકરોને કોઈ જ ચિંતા કરવાની રહેતી નથી.

SBI RDથી કેટલો થાય છે ફાયદો

SBIમાં પણ રોકાણકાર રિકરિંગ ડિપોઝીટ એટલે કે RD સાથ 6.5 ટકા વાર્ષિક વ્યાજની ઓફર મેળવી છે. સિનિયર સિટીઝનને તેનાથી પણ વધારે વ્યાજ આપવામાં આવે છે. અલબત બેન્કની RDમાં પણ દર મહિને નિયત રકમ જમા કરી શકાય છે અને આ અવધિ પૂરી થવા પર વ્યાજ સહિતના પૈસા મળે છે.પોસ્ટ ઓફિસની સ્કીમને સૌથી વધારે સુરક્ષિત અને આદર્શ માનવામાં આવે છે. જે રોકાણકારોને અન્ય રોકાણ સ્રોતોની તુલનામાં વધારે વળતર આપે છે.