Ahmedabad: કાલુપુર ઑવર બ્રિજ પર રાતના સમયે અવરજવર પર રોક, બુલેટ ટ્રેન પ્રોજેક્ટને પગલે ટ્રાફિક ડાયવર્ઝન અપાયું

25 મે સુધી રાતે 12 થી સવારના 6 વાગ્યા સુધી કાલુપુરનો મનુભાઈ પરમાર ઑવર બ્રિજ બંધ રહેશે.

By: Sanket ParekhEdited By:Sanket ParekhPublish Date: Sat, 23 May 2026 07:20 AM (IST)Updated: Sat, 23 May 2026 07:20 AM (IST)
kalupur-bridge-traffic-diversion-for-next-3-nights-due-to-ahmedabad-mumbai-bullet-train-project-work
ફાઈળ ફોટો
HIGHLIGHTS
  • વાહન ચાલકોને વૈકલ્પિક માર્ગનો ઉપયોગ કરવા જાહેરનામું પ્રસિદ્ધ

Ahmedabad Kalupur Bridge Traffic Diversion: અમદાવાદ શહેરમાં મુંબઈ-અમદાવાદ બુલેટ ટ્રેન પ્રોજેક્ટનું કામ હાલમાં પ્રગતિ હેઠળ છે.

પ્રોજેક્ટ અંતર્ગત સેગમેન્ટ ઇરેકશન કામગીરીને કારણે કાલુપુર ઓવર બ્રિજ 22 મે 2026થી 25 મે 2026 દરમિયાન દરરોજ રાત્રે 00:00 કલાકથી સવારે 06:00 કલાક સુધી બંધ રહેશે. ટ્રાફિક ડાયવર્ઝન માટે અમદાવાદ શહેરના સંયુક્ત પોલીસ કમિશનર (ટ્રાફિક) કચેરી પાસેથી પૂર્વ મંજૂરી મેળવી લેવામાં આવી છે.

બંધ સમયગાળા દરમિયાન મુસાફરોની સુરક્ષા અને સુવિધા સુનિશ્ચિત કરવા માટે યોગ્ય બેરિકેડિંગ, પૂરતી લાઇટિંગ વ્યવસ્થા, ટ્રાફિક સૂચક સાઇનેજ તેમજ માર્ગ ડાયવર્ઝન સૂચક બોર્ડ મૂકવામાં આવશે. વધુ સારું સંકલન, ટ્રાફિક નિયંત્રણ અને જનતાને માર્ગદર્શન આપવા માટે મહત્વપૂર્ણ સ્થળોએ દિવસ અને રાત્રિ દરમિયાન ટ્રાફિક માર્શલોની તૈનાતી કરવામાં આવશે.

કાર્યસ્થળ પર સંપૂર્ણ કામગીરી દરમિયાન સમર્પિત સુરક્ષા ટીમોની તૈનાતી કરવામાં આવશે. કામગીરી અને ટ્રાફિકની અવરજવર પર ચોવીસે કલાક નજર રાખવામાં આવશે જેથી કામગીરીનું સુચારુ અને સુરક્ષિત અમલીકરણ સુનિશ્ચિત થઈ શકે.